વર્લ્ડ કપ / ઈંગ્લેન્ડના ફેન્સ ક્લબે વોર્નરની મજાક ઉડાવી, તેમના ફોટા પર 'ચીટ્સ' લખ્યું

England's fence club ridiculed Warner, wrote 'cheats' on his photo
X
England's fence club ridiculed Warner, wrote 'cheats' on his photo

  • બાર્મી-આર્મીએ વોર્નર સાથે લિયોન-સ્ટાર્કની પણ તસવીર મુકી 
  •  બન્ને ખેલાડીઓના હાથમાં બોલની જગ્યાએ ટોઈલેટ પેપરને બતાવાયા 

Divyabhaskar

May 10, 2019, 01:17 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ ઈંગલેન્ડના ફેન્સ ક્લબ બાર્મી-આર્મીએ વર્લ્ડ કપ પહેલા બોલ ટેમ્પરિંગ મામલે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરની મજાક ઉડાવી છે. બાર્મી-આર્મીએ તેમના ઓફિશીયલ ટ્વીટર હેન્ડલથી એક તસવીર શેર કરી છે. જેમાં વોર્નરના ટી-શર્ટ પર ચીટ્સ(ગદ્દાર) લખેલું છે. ટી-શર્ટના જે હિસ્સા પર ચીટ્સ લખ્યું છે તેના પર પહેલા ઓસ્ટ્રેલિયા લખેલું હતું. બાર્મી-આર્મીએ વોર્નર સાખે નાથન લિયોન અને મિશેલ સ્ટાર્કની તસવીર પણ મુકી હતી. આ ફોટામાં બન્ને ખેલાડીઓના હાથમાં બોલની જગ્યાએ ટોઈલેટ પેપર છે. 

ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપમાં 25જૂનના રોજ ઈંગ્લેન્ડ સામે રમશે. વર્લ્ડ કપ 30મેથી 14 જૂલાઈ સુધી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાશે. આ ટૂર્નામેન્ટ બાદ બન્ને ટીમો વચ્ચે ઈંગ્લેન્ડમાં જ એશીઝ સિરીઝ પણ રમાશે. 

લેંગરનો જવાબ- અમે આ પ્રકારના સ્વાગત માટે તૈયાર

બાર્મી- આર્મીના આ ટ્વીટ પર ઓસ્ટ્રેલિયાની ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, અમારી ટીમ વર્લ્ડ કપમાં આ પ્રકારના સ્વાગતથી હેરાન નહીં થાય. અમે આ સ્વાગત માટે તૈયાર છીએ. વર્લ્ડ કપમાં આવો વિવાદ થયો છે, પરંતુ હવે એશીઝ સિરીઝમાં આ પ્રકારની વાત વધુ થશે.

2. ઓસ્ટ્રેલિયા લેંગરની કોંચિગમાં 45માંથી 20 મેચ જીત્યું

લેંગરને બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ કોચ બનાવવામાં આવ્યો હતો. પૂર્વ કોચ ડેરેન લેહમેને પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લેંગરની કોચિંગમાં 1 એપ્રિલ 2018થી અત્યાર સુધી 8 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ત્રણમાં જીત્યું અને ત્રણમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત બે ટેસ્ટ ડ્રો થયા હતા. આ દરમિયાન 21 વન ડેમાં 10માં જીત્યા , અને 11માં હાર મળી હતી. સાથે જ 16 ટી-20 મુકાબલાઓમાં સાતમાં જીત્યા અને આઠમાં હાર થઈ હતી. જ્યારે કે એક મેચનું પરિણામ આવ્યું ન હતું. 

3. વોર્નર સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો

વોર્નર અને સ્મિથને ગત વર્ષે માર્ચમાં દક્ષિણ આફ્રીકા સામેની ટેસ્ટ સિરીઝમાં થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બન્ને પર એક વર્ષ માટે પ્રતિબંધ લાગ્યો હતો. તેમની સાથે કેમરૂન બેનક્રોફ્ટને પણ સજા મળી હતી, પરંતુ તેઓ વર્લ્ડ કપ ટીમમાં સામેલ નથી. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી