તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • ENGLAND Vs CROATIA LIVE Euro CUP 2020 LIVE MATCH UPDATES UEFA EUROPEAN CHAMPIONSHIP | Harry Kane Luka Modric Live Updates

ઈંગ્લેન્ડ v/s ક્રોએશિયાની મેચ તસવીરોમાં:ઈંગ્લિશ ટીમે 1-0 થી ક્રોએશિયાને હરાવ્યું, પ્રથમ વેળા યૂરો કપની ઓપનિંગ મેચ જીતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

યૂરો કપ ત્રીજા દિવસની પ્રથમ મેચ ઈંગ્લેન્ડે પોતાને નામ કરી હતી. જેમાં ઈંગ્લેન્ડના સ્ટાર સ્ટ્રાઇકર રહીમ સ્ટર્લિંગે ગોલ નોંધાવ્યો હતો. ઈંગ્લિશ ટીમે પ્રથમ વાર ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચમાં જીત દાખવી છે. ટીમે અત્યારસુધી 10 ઓપનિંગ મેચમાંથી 1માં જીત પ્રાપ્ત કરી છે. આ મેચ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં યોજાઇ હતી.

5 મેચ ડ્રો તથા 4માં ઈંગ્લેન્ડની ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ ક્રોએશિયન ટીમ પહેલી વેળા ટૂર્નામેન્ટની પ્રથમ મેચ હાર્યું છે. આની પહેલા ક્રોએશિયાએ 5 મેચ માંથી 4માં જીત દાખવી હતી, જ્યારે 1 ડ્રો રહી હતી.

આ મેચમાં જીત સાથે ઈંગ્લેન્ડે પોતાની છેલ્લી 7 મેચમાં જીત દાખવી હતી. તેમાથી 6 મેચમાં ઈંગ્લિશ ટીમે વિપક્ષી ટીમને એક પણ ગોલ કરવા દીધો નહતો. ઈંગ્લેન્ડે લંડનના વેમ્બલીમાં યોજાયેલી 16 મેચ માંથી 15માં જીત દાખવી છે.

ક્રોએશિયાના કેપ્ટન લુકા મૉડ્રિકે મેચ પૂર્વે ટ્રેનિંગને અંતિમ ઓપ આપી
ક્રોએશિયાના કેપ્ટન લુકા મૉડ્રિકે મેચ પૂર્વે ટ્રેનિંગને અંતિમ ઓપ આપી
ક્રોએશિયાની સ્ટ્રાર્ટિંગ-11 ટીમ, ફોર્મેશન 4-3-3
ક્રોએશિયાની સ્ટ્રાર્ટિંગ-11 ટીમ, ફોર્મેશન 4-3-3
ઈંગ્લેન્ડની સ્ટ્રાર્ટિંગ-11 ટીમ, ફોર્મેશન 4-2-3-1
ઈંગ્લેન્ડની સ્ટ્રાર્ટિંગ-11 ટીમ, ફોર્મેશન 4-2-3-1
ઈંગ્લેન્ડનું વેમ્બલિ સ્ટેડિયમ, દર્શકોમાં મેચ પૂર્વે ભારે ઉત્સાહની લાગણી જોવા મળી હતી
ઈંગ્લેન્ડનું વેમ્બલિ સ્ટેડિયમ, દર્શકોમાં મેચ પૂર્વે ભારે ઉત્સાહની લાગણી જોવા મળી હતી
મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ફિલ ફોડેન અને ક્રોએશિયાના ગ્વારડિઓલ વચ્ચે મેચની શરૂઆતમાં રસાકસી જોવા મળી હતી
મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ફિલ ફોડેન અને ક્રોએશિયાના ગ્વારડિઓલ વચ્ચે મેચની શરૂઆતમાં રસાકસી જોવા મળી હતી
મેચ દરમિયાન ક્રોએશિયાના કોચ ડાલિચ અને ઇંગ્લેન્ડના કોચ સાઉથગેટ ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા છે
મેચ દરમિયાન ક્રોએશિયાના કોચ ડાલિચ અને ઇંગ્લેન્ડના કોચ સાઉથગેટ ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા છે
ઈંગ્લેન્ડના ટ્રિપિયરને ફ્રી-કિક મળી હતી
ઈંગ્લેન્ડના ટ્રિપિયરને ફ્રી-કિક મળી હતી
ક્રોએશિયાના મોડ્રિક (જમણે) અને જૂડ બેલિંઘમ (ડાબે) વચ્ચે નજીવું ઘર્ષણ જોવા મળ્યું હતું
ક્રોએશિયાના મોડ્રિક (જમણે) અને જૂડ બેલિંઘમ (ડાબે) વચ્ચે નજીવું ઘર્ષણ જોવા મળ્યું હતું
સ્ટર્લિંગ અને મેસન માઉંટ ગોલ કર્યા પછી ઉજવણી કરી હતી.
સ્ટર્લિંગ અને મેસન માઉંટ ગોલ કર્યા પછી ઉજવણી કરી હતી.
મેચ દરમિયાન 82મી મિનિટે ઇંગ્લિશ ટીમે હેરી કેનના વિકલ્પ તરીકે જુડ બેલિંગમને મેદાનમાં મોકલ્યો. ( હેરી કેનની તસવીર )
મેચ દરમિયાન 82મી મિનિટે ઇંગ્લિશ ટીમે હેરી કેનના વિકલ્પ તરીકે જુડ બેલિંગમને મેદાનમાં મોકલ્યો. ( હેરી કેનની તસવીર )
મેચ દરમિયાન ક્રોએશિયાના બ્રોજોવિચ (જમણે) ઇંગ્લેન્ડના હેરી કેન અને ફિલ ફોડેન વચ્ચે વાતાવરણ ગરમાયું હતું.
મેચ દરમિયાન ક્રોએશિયાના બ્રોજોવિચ (જમણે) ઇંગ્લેન્ડના હેરી કેન અને ફિલ ફોડેન વચ્ચે વાતાવરણ ગરમાયું હતું.
અન્ય સમાચારો પણ છે...