તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • ECB Postpones All Tournaments Until May 28 Due To Coronavirus, Home Season Will Start 7 Weeks Late

ક્રિકેટ:ECBએ કોરોનાવાઇરસના કારણે 28 મે સુધી તમામ ટૂર્નામેન્ટ સ્થગિત કરી, હોમ સીઝન 7 અઠવાડિયા મોડી શરૂ થશે

Ahmedabadએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ECB, મેરિલબોન ક્રિકેટ ક્લબ અને પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે
  • જૂનમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ પણ પોસ્ટપોન કરવામાં આવી શકે છે
  • સ્કોટલેન્ડના પૂર્વ સ્પિનર મજિદ હકને કોવિડ -19 ચેપ લાગ્યો, હાલમાં હોસ્પિટલમાં દાખલ છે

સ્પોર્ટ્સ ડેસ્ક. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ કોરોનાવાયરસના ખતરા વચ્ચે 28મે સુધી તમામ પ્રકારના પ્રોફેશનલ ક્રિકેટને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ECBએ આ નિર્ણય કાઉન્ટી ટીમ, મેરિલબોન ક્રિકેટ ક્લબ અને પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિયેશનની બેઠકમાં લીધો હતો. ECBએ કહ્યું કે, અત્યારની પરિસ્થિતિ જોતા હોમ સીઝનને 7 અઠવાડિયા માટે ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વચ્ચે સ્કોટલેન્ડના પૂર્વ સ્પિનર માજિદ હકનો કોરોનાવાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 37 વર્ષીય માજિદે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. સ્કોટલેન્ડમાં અત્યારસુધીમાં 266 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે યુનાઇટેડ કિંગડમમાં અત્યાર સુધીમાં 3269 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાંથી 30 વધુ લોકોના મોત થયા છે. ECBએ કહ્યું કે અમે સરકાર સાથે સંપર્કમાં છીએ અને નવી સીઝન ક્યારે શરૂ થશે તે અંગે ચર્ચા થઈ છે. અપેક્ષા છે કે સીઝન ખાલી સ્ટેડિયમમાં જ શરૂ થશે અને દર્શકોને ટેલિવિઝન પર લાઇવ મેચ જોવા મળશે. ખેલાડીઓ અને તેમના પરિવારની સુરક્ષા અમારી પ્રાથમિકતા ECBના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટોમ હેરિસનના જણાવ્યા મુજબ, વર્તમાન પરિસ્થિતિમાં બોર્ડની પહેલી પ્રાથમિકતા ખેલાડીઓ અને તેમના પરિવારોની સલામતી અને આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે. દેશ હવે જે સંજોગોનો સામનો કરી રહ્યો છે તેમાં સીઝનને મોકૂફ રાખવી જરૂરી હતી. આ નિર્ણયની અસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પણ પડશે. ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડીઝ સામેની 3 મેચની ઘરેલુ ટેસ્ટ શ્રેણી પણ પોસ્ટપોન કરવાનું વિચારી રહ્યું છે. આ સિરીઝ 4 જૂને શરૂ થવાની છે. આ સિવાય ભારત સામેની ઇંગ્લેંડની મહિલા ટીમની શ્રેણી પણ આગળ વધી શકે છે. ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ 12 એપ્રિલથી શરૂ થવાની હતી

અન્ય સમાચારો પણ છે...