• Gujarati News
  • Sports
  • Eat Only Half As Much As You Are Hungry, Because The Disease Starts From The Stomach; If The Blood Runs Fast In The Body, It Will Also Stretch The Disease

મિલ્ખા સિંહે વિદાય લીધી:ફિટનેસ મંત્રમાં કહ્યું'તું- જેટલી ભૂખ છે એના કરતાં અડધું જ ખાઓ, કારણ કે બીમારી પેટથી જ શરૂ થાય છે; જો શરીરમાં લોહી દોડશે તો બીમારીને તાણી જશે

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • 24 કલાકમાંથી 10 મિનિટ માટે રમતના મેદાનમાં જવું ખૂબ જ જરૂરી છે
  • શરીરની તંદુરસ્તી માટે 10 મિનિટ કાઢવી ખૂબ જરૂરી છે

ઘણા રેકોર્ડ બનાવનાર મિલ્ખા સિંહે 91 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કર્યું છે. 90 વર્ષ થયા પછી પણ તેમનો ફિટનેસ પ્રત્યેનો જુસ્સો ઓછો થયો નહીં. તેમના માટે ફિટનેસનું શું મહત્ત્વનું છે એ તેમણે એક ઇવેન્ટ દરમિયાન શેર કર્યું. તેમણે કહ્યું હતું કે પરિવર્તન ફક્ત ફિટનેસ દ્વારા જ આવશે. હું જે હરી-ફરી શકું છું એ ફક્ત શારીરિક તંદુરસ્તીને કારણે જ થયું છે.

મિલ્ખાએ કહ્યું હતું કે હું લોકોને કહું છું કે ઓછું ખાઓ, કારણ કે બધી જ બીમારી પેટથી જ શરૂ થાય છે. મારો અભિપ્રાય છે કે ચાર રોટલીની ભૂખ છે તો બે રોટલી જ ખાઓ. જેટલું પેટ ખાલી રહેશે એટલા આપ સારા રહેશો. ત્યાર બાદ હું ઇચ્છીશ કે 24 કલાકમાંથી 10 મિનિટ માટે રમતના મેદાનમાં જવું ખૂબ જ જરૂરી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે પાર્ક હોય કે રસ્તો...પણ જાઓ અને દસ મિનિટ સુધી ઝડપથી ચાલો. થોડું કૂદી લેવું, હાથ-પગનો ઉપયોગ કરો. લોહી શરીરમાં ઝડપથી દોડવા લાગશે તો એ બીમારીને પણ તાણી જશે. તમારે પણ મારી જેમ ડોકટરની પાસે જવાની જરૂર રહેશે નહીં. શરીરના આરોગ્ય માટે 10 મિનિટ કાઢવી ખૂબ જ જરૂરી છે.

સ્ટાર્સ ટેલની એક ઇવેન્ટમાં મિલ્ખાએ યુવાનોને આપેલા ભાષણને તેમના જ શબ્દોમાં જાણો ...

મારા સમયમાં 3 રમતવીર હતા. હું લાલા અમરનાથ અને મેજર ધ્યાનચંદ જી હતા. એક દિવસ હું નેશનલ સ્ટેડિયમની અંદર લાલા અમરનાથ જી સાથે વાત કરી રહ્યો હતો. તેમણે મને જણાવ્યું હતું કે મેચ રમવા માટે તેમને બે રૂપિયા મળે છે અને તેમને ત્રીજા વર્ગમાં મુસાફરી કરવી પડે છે. હવે પરિસ્થિતિમાં કેટલું પરિવર્તન આવ્યું છે. વિરાટ કોહલી પાસે ઘણા રૂપિયા છે, ધોની પાસે ઘણી સંપત્તિ છે, સચિન કેટલો શ્રીમંત છે, પરંતુ એ સમયે આટલા રૂપિયા મળતા ન હતા.

ધ્યાનચંદ જી જેવા હોકી પ્લેયર આજ સુધી દુનિયામાં પેદા થયો નથી. જ્યારે તેઓ 1936ના બર્લિન ઓલિમ્પિકમાં રમી રહ્યા હતા તો હિટલરે તેમણે કહ્યું હતું કે ધ્યાનચંદ, તમે અહીં જ રોકાઈ જાઓ, તમને જે જોઈશે તે અમે આપીશું, પરંતુ ધ્યાનચંદ જીએ તેમને ના પાડી દીધી હતી અને કહ્યું કે મને મારા દેશથી પ્રેમ છે, માટે પરત દેશમાં જવાનું છે.

જ્યારે મેં 1958 કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે રાણીએ મને સુવર્ણ ચંદ્રક પહેરાવ્યો. લગભગ એક લાખ અંગ્રેજ લોકો સ્ટેડિયમમાં બેઠા હતા, ભારતીય ઘણા ઓછા હતા. રાણી જેના ગોલ્ડ મેડલ પહેરાવીને ગયા, ત્યારે રાણી સાથે બેઠેલી સાડી પહેરેલી એક સ્ત્રી મારી પાસે દોડીને આવી અને કહ્યું- મિલ્ખા જી ... પંડિત જીનો (જવાહરલાલ નેહરુ)નો સંદેશ આવ્યો છે અને તેમણે કહ્યું છે કે મિલ્ખાને પૂછો કે તેને શું જોઈએ છીએ.

પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે આર્મી યુનિફોર્મમાં મિલ્ખા સિંહ (ડાબે).
પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે આર્મી યુનિફોર્મમાં મિલ્ખા સિંહ (ડાબે).

તમે જાણો છો કે એ દિવસે મિલ્ખા સિંહે શું માંગ્યું હતું? માત્ર એક દિવસની રજા. જો મેં પંડિતજી પાસે કંઈપણ માગ્યું હોત તો એ મળી ગયું હોત, પણ માગવામાં શરમનો ભાવ આવે છે. ત્યારે મારો પગાર 39 રૂપિયા 8 આના હતો. હું સૈન્યમાં સૈનિક હતો. એમાં જ અમારું ગુજરાન ચાલતું હતું. આજે રમતમાં એટલા રૂપિયા છે, ઘણા બધા લેટેસ્ટ સાધનો આવ્યાં છે, ઘણાં બધાં સ્ટેડિયમ બનાવવામાં આવ્યાં છે, પણ મને દુ:ખની વાત એ છે કે મિલ્ખા સિંહે 1960માં જે રેકોર્ડ બનાવ્યો હતો એ અત્યારસુધીમાં કોઈ જ ભારતીય ખેલાડી ત્યાં સુધી પહોંચી શક્યો નથી. મને આ વાતની પરેશાની છે. આગળ વધો...હવે બધું જ છે આપની પાસે.

ઓલિમ્પિક્સમાં મેડલ જીતવું એ એક અલગ સ્તરનું કામ છે. ત્યાં 220-230 દેશોના ખેલાડીઓ આવે છે અને તેમની સંપૂર્ણ તૈયારીઓ સાથે આવે છે. ભારપૂર્વક આવે છે કે અમારે સ્વિમિંગમાં ચંદ્રક જીતવો છે, ફૂટબોલમાં મેડલ જીતવો છે, હોકીમાં મેડલ જીતવો છે. એથ્લેટિક્સ વિશ્વની નંબર વન રમત માનવામાં આવે છે, જે એમાં મેડલ મેળવે છે તેને દુનિયા પણ માને છે.

1960ના રોમ ઓલિમ્પિક્સ દરમિયાન મિલ્ખા સિંહ (જમણે).
1960ના રોમ ઓલિમ્પિક્સ દરમિયાન મિલ્ખા સિંહ (જમણે).

ઉસેન બોલ્ટને આખું વિશ્વ જાણે છે અને કહે છે કે તે જમૈકાનો ખેલાડી છે. ભારતની આઝાદી બાદ ફક્ત 5-6 ખેલાડી ફાઇનલ સુધી પહોંચ્યા છે, પરંતુ મેડલ લઈ શક્યા નથી. હું પણ તેમાંનો એક છું. જ્યારે કોઈ ત્યાંથી મેડલ લાવશે ત્યારે હું માનીશ કે પરિવર્તન થયું છે.

સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ
મિલ્ખા સિંહના નિધન પર રમતજગતમાં શોકની લહેર ફેલાઈ છે. સ્પોર્ટ્સ સાથે જોડાયેલા ખેલાડીઓ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.