• Gujarati News
  • Sports
  • Due To The Economic Situation, The Players Left The Game And The Coaches Gave Them A Chance To Stay At Home: Kokila

ભાસ્કર ઇન્ટરવ્યૂ:આર્થિક સ્થિતિને કારણે ખેલાડીઓ રમત છોડતી, કોચે ઘરે રાખી તક આપીઃ કોકિલા

ચંદીગઢ, પંચકૂલા14 દિવસ પહેલાલેખક: ગૌરવ મારવાહ
  • કૉપી લિંક
કોકિલા - ફાઇલ તસવીર - Divya Bhaskar
કોકિલા - ફાઇલ તસવીર

ખેલો ઈન્ડિયા ઘણા લોકો માટે સ્વપ્ન સાકાર કરનારી ટૂર્નામેન્ટ ઠેય આવી જ એક કોચ છે કોકિલા, જે તમિલનાડુની મહિલા ફૂટબોલ ટીમને ટ્રેનિંગ આપે છે. તેમના કોચિંગ હેઠળ તમિલનાડુની ટીમે ફાઈનલમાં ઝારખંડને 2-0થી હરાવ્યું. આ અગાઉ ટીમે સેમિફાઈનલમાં યજમાન હરિયાણાને 3-2થી હરાવી મોટો અપસેટ સર્જ્યો હતો. આ ટીમમાં અમુક એવા ખેલાડીઓ પણ છે, જેમના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હતી. પરિવારજનો તેમને રમતમાં આગળ વધારવા સક્ષમ નહોતા.

ખેલાડીઓની પ્રતિભા જોઈ કોચે તેમને પોતાના ઘરમાં સ્થાન આપ્યું અને રમતમાં આગળ વધવા દીધી. કોકિલાએ કહ્યું કે,‘ટીમમાં 5 ખેલાડીઓ એવી હતીસ જેમના પરિવારની સ્થિતિ એવી નહોતી કે તેઓ રમતમાં આગળ વધી શકે. તેઓ શાળામાં હોય ત્યાંસુધી હોસ્ટેલમાં રહેતા હતા. તે પછી તેમણે ઘરે પરત ફરવું પડતું, જે હું ઈચ્છતી નહોતી. મંે તેમને પોતાના ઘરે ઉપરના માળે રાખી.’ ટીમની સ્ટાર ખેલાડી એન.લાવણ્યાએ કહ્યું કે,‘પરિવાર રમત માટે તો સપોર્ટ કરે છે, પરંતુ તેઓ રોજનું કમાઈને રોજ ખાનાર છે, તેથી કોઈ રકમ બચતી નથી. કોચ જ અમારી માટે બધુ મેનેજ કરે છે. મારે દેશ માટે રમી તેમનું સપનું સાકાર કરવું છે.’

જ્યારે ટીમની કેપ્ટન અને ગોલકીપર ધનલક્ષ્મીએ કહ્યું કે,‘આ ટાઈટલ કોચ અને મારી માટે ઘણું ખાસ છે. જો તેઓ ન હોત તો અમે અહીં ન હોત.’ ફોરવર્ડ એ.મહાલક્ષ્મીએ કહ્યું કે,‘આ મારું પ્રથમ ગોલ્ડ મેડલ છે. મે જેટલી પણ મેચ રમી છે તે કોચના કારણે જ છે. મારા પિતા નથી અને માતા જ બધુ જુએ છે. માતા બાદ કોચ કોકિલા જ ધ્યાન રાખે છે.’

અન્ય સમાચારો પણ છે...