તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Due To Low Cost, Stable Weather And Good Knowledge Of Corona Rules, UAE First Choice, England Will Also Be Discussed.

UAEમાં જ IPL કરાવવા માગે છે BCCI:ઓછો ખર્ચ, સ્થિર હવામાન અને કોરોના નિયમોની સારી જાણકારીને કારણે UAE પહેલી પસંદ, ઈંગ્લેન્ડ પર પણ થશે ચર્ચા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2021)ની બાકી રહેલી 31 મેચ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં નહીં રમાડે. BCCIના CEO હેમાંગ અમીન 29 મેનાં રોજ BCCIની થનારી સ્પેશિયલ બેઠકમાં IPLની બાકી રહેલી મેચ કરાવવા માટે ઈંગ્લેન્ડ અને UAEમાં કરાવવાનો પ્રસ્તાવ રાખશે. જો કે અમીનની પહેલી પસંદ UAE છે.

ટી-20 વર્લ્ડ કપ ભારતથી UAEમાં શિફ્ટ થવા પર તેઓ IPL ઈંગ્લેન્ડમાં કરાવવા માગે છે. અમીન BCCIની સાથે જ IPLના CEO છે. અમીને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે IPLની બાકી રહેલી મેચ UAEમાં કરવવાની તેમની પહેલી પસંદ છે. BCCIના સચિવ જય શાહે IPLની બાકી રહેલી મેચ અને ભારતમાં ઓક્ટોબરમાં થનારા ટી-20 વર્લ્ડના આયોજનને લઈને ચર્ચા કરવા માટે સ્પેશિયલ બેઠક બોલાવી છે.

કોરોનાને કારણે IPL 2021ને અધવચ્ચે જ રોકવામાં આવ્યો​​​​​​​
કોરોનાને કારણે IPLની 14મી સીઝનને અધવચ્ચે જ રોકી દેવામાં આવી છે. સનરાઈઝર્સ હૈદરાબાદના રિદ્ધિમાન સાહા, દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા, KKRના સંદીપ વોરિયર અને વરૂણ ચક્રવર્તી, CSKના બોલિંગ કોચ એલ બાલાજી અને બેટિંગ કોચ માઈકલ હસી કોરોનાથી સંક્રમિત થયા હતા. જે બાદ BCCI અને IPL પ્રશાસનની પાસે લીગને સીઝનની વચ્ચે જ રોકવા સિવાય કોઈ બીજો રસ્તો ન હતો.

હેમાંગ અમીન કેમ UAEના પક્ષમાં છે?
અમીન ત્રણ કારણોથી UAEના પક્ષમાં હોવાનું માનવામાં આવે છે

પહેલો ઓછો ખર્ચઃ IPLને UAEમાં કરાવવાનું પહેલું કારણ છે કે ઈંગ્લેન્ડની તુલનાએ UAEમાં IPL કરાવવાનો ખર્ચ ઓછો આવશે. ઈંગ્લેન્ડમાં હોટલ, સ્ટેડિયમ વગેરેના ખર્ચા UAEની તુલનામાં વધુ છે. UAEમાં ટીમ સડક માર્ગથી સહેલાયથી સ્ટેડિયમ સુધી પહોંચી શકે છે. ઈંગ્લેન્ડમાં ટ્રાવેલનો ખર્ચ પણ વધી જશે. વધુ ટ્રાવેલથી કોરોનાના સંક્રમણનો ખતરો પણ વધુ રહેશે.

બીજું હવામાનઃ UKમાં IPLની બાકી રહેલી મેચ નહીં કરાવવનું બીજું કારણ છે સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડનું અનિશ્ચિત હવામાન. વરસાદને કારણે અનેક મેચ રદ થઈ શકે છે. જ્યારે UAEમાં સપ્ટેમ્બરમાં ઠંડીની મૌસમ હશે. જે ખેલાડીઓ અને સ્ટાફ માટે યોગ્ય રહેશે.

​​​​​​​ત્રીજું UAEમાં આયોજનનો અનુભવઃ IPLના બાકીની મેચ માટે UAEની પહેલી પસંદ હોવાનું ત્રીજું કારણ ત્યાં ટૂર્નામેન્ટ કરાવવાનો પહેલાં પણ અનુભવ છે. IPLની ગત સીઝન UAEમાં જ કરાવવામાં આવી હતી. એવામાં અહીં પર સામે આવનારા પડકારો અંગે પહેલેથી જ જાણકારી છે. જ્યારે ઈંગ્લેન્ડમાં અત્યાર સુધીમાં ક્યારેય IPLની મેચ રમાઈ નથી. એવામાં ત્યાંના પડકારો અંગે કોઈ જ જાણકારી નથી. તો કોરોનાને કારણે અલગ-અલગ શહેરોના પ્રોટોકોલ અને ત્યાં જોવામાં આવતા પ્રતિબંધોની જાણકારી નથી. જ્યારે UAEમાં કોરોનાની વચ્ચે IPL થવાને કારણે પ્રોટોકોલ અને ત્રણેય શહેરોમાં લગાડવામાં આવેલા પ્રતિબંધની જાણકારી છે. એવામાં અહીં પર મેનેજ કરવામાં વધુ મુશ્કેલી નહીં પડે.

BCCI સપ્ટેમ્બરના છેલ્લા ત્રણ સપ્તાહમાં IPL માટે વિંડો શોધી રહ્યું છે
IPLની હાલની સીઝનને 29 મેચ બાદ જ ટાળવી પડી છે. 60માંથી 31 મેચ રમાવવાની હજુ બાકી છે. જો IPLની વધેલી મેચ નહીં રમાય તો BCCIને લગભગ 2500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એવામાં બોર્ડ સપ્ટેમ્બરના અંતિમ ત્રણ સપ્તાહમાં આયોજન માટે વિંડો શોધી રહ્યાં છે, કેમકે ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-20 વર્લ્ડકપ ભારતમાં જ રમાવવાની છે. એવામાં સપ્ટેમ્બરમાં જો IPL માટે વિંડો નહીં મળે તો બાદમાં રમાડવી શક્ય નહીં બને.