તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિમ્બલડન 2021:જોકોવિચની પાસે ફેડરર અને નડાલની બરોબરી કરવાની તક

લંડન25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોકોવિચ સાતમીવાર ફાઇનલમાં
  • ફાઇનલમાં ઇટાલીના મેટ્ટીઓ બેરેટ્ટીની સામે ટક્કર

વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચની પાસે ઇતિહાસ રચવાની તક છે. સર્બિયાના જોકોવિચ 19 ગ્રાન્ડ સ્લેમ જીતી ચુક્યો છે. જો તે વિમ્બલડન જીતી જશે તો સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવામાં રોજર ફેડરર અને રાફેલ નડાલની બરોબરી કરી લેશે. ફેડરર અને નડાલના નામે 20-20 ગ્રાન્ડ સ્લેમ છે. 34 વર્ષના જોકોવિચ ટાઇટલ મેચમાં ઇટાલીના મેટ્ટીઓ બેરેટ્ટીની સામે ટકરાશે. જોકોવિચ 5 વાર આ ટાઇટલ જીતી ચુક્યો છે. તે સાતમીવાર આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો છે. તો મેટ્ટીઓ બેરેટ્ટીની 45 વર્ષ બાદ ગ્રાન્ડ સ્લેમમાં પહોંચનાર ઇટાલીનો પહેલો ખેલાડી બન્યો છે. બંને વચ્ચે બે મેચ રમાઈ ચુકી છે. બંને મેચ જોકોવિચે જીતી છે. જોકોવિચે ફ્રેન્ચ ઓપનમાં પણ આ વર્ષે બેરેટિનીને હરાવ્યો હતો.

144 વર્ષના ઇતિહાસમાં પહેરીવાર પુરુષ સિંગલ્સ ફાઇનલમાં મહિલા ચેર-અમ્પાયર
જોકોવિચ અને બેરેટિની વચ્ચેની મેચમાં ક્રોએશિયાની મારિયા સિસેક ચેર-અમ્પાયર હશે. વિમ્બલડનમાં પહેલીવાર પુરૂષ સિંગલ્સની ફાઇનલ મેચમાં ચેર-અમ્પાયરની જવાબદારી મહિલાને આપવામાં આવી છે. 43 વર્ષની મારિયા 2014ની મહિલા સિંગલ્સ ફાઇનલમાં આ જવાબદારી નિભાવી ચુકી છે. રિયો ઓલિમ્પિક (2016) માં મહિલા સિગ્લસ ગોલ્ડ મેડલની મેચમાં પણ તે ચેર-અમ્પાયર હતી.

અન્ય સમાચારો પણ છે...