• Gujarati News
  • Sports
  • Displaced Children's Own 'Tent Olympics' In War torn Syria, Tokyo like Enthusiasm Out Of Fear

ભાસ્કર વિશેષ:યુદ્ધગ્રસ્ત સીરિયામાં વિસ્થાપિત બાળકોની પોતાની ‘ટેન્ટ ઓલિમ્પિક’, ભયથી દૂર ટોક્યો જેવો ઉત્સાહ દેખાયો

ઇદલિબ (સીરિયા)2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 12 કેમ્પના 120 બાળકોએ દેખાડ્યો દમ, આ અનોખા ગેમ્સમાં 8થી 12 વર્ષનાં બાળકો રમે છે

જેવેલિન થ્રો કરતા, હર્ડલ્સ પાર કરતા અને ઘોડા પર બેસીને પરફોર્મ કરતા બધા ખેલાડીઓને હાલમાં જ ટોક્યોમાં જોયા. પણ મિડલ ઈસ્ટના યુદ્ધગ્રસ્ત દેશ સીરિયામાં પણ આવો નજારો જોવા મળ્યો. ઉત્તર-પશ્ચિમી શહેર ઇદલિબમાં વિસ્થાપિત બાળકો માટે તેમનું પોતાનું ‘ટેન્ટ ઓલિમ્પિક’ આયોજીત કરવામાં આવ્યું. તેમાં 12 અલગ-અલગ કેમ્પના 120 બાળકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો. આ બાળકોના ચહેરા પર યુદ્ધનો ભય નહીં પણ એકબીજા સાથે પ્રતિસ્પર્ધાનું ઝનૂન જોવા મળ્યું. ‘ટેન્ટ ઓલિમ્પિક 2020’ માં 12 વર્ષના વાલિદ મોહમ્મદ અલ હસને લોન્ગ જંપમાં પોતાના કેમ્પનું પ્રતિનિધિત્વ કર્યું. હસન ઘણો ખુશ થઇને જણાવે છે કે, હું બીજા નંબર પર રહ્યો. મને ઘણી મજા આવી.

પોડિયમ બનાવ્યું, મેડલ પણ અપાયા
ગેમ્સમાં 8થી 14 વર્ષના બાળકોએ ભાગ લીધો. તેમાં જેવલિન, ડિસ્કસ, હાઈ જંપ, હર્ડલ્સ, જિમ્નાસ્ટિક, માર્શલ આર્ટ્સ, રનિંગ, ફૂટબોલ અને ઘોડેસવારી થઇ. જીતનાર ખેલાડીને મેડલ પણ આપવામાં આવ્યા. મેડાલિસ્ટ માટે પોડિયમ પણ બનાવવામાં આવ્યું.