હોકી વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીના ફોટોઝ જુઓ:દિશા, રણવીર અને પ્રીતમે 40,000 દર્શકોની સામે કર્યું પરફોર્મન્સ

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કટકના બારાબતી સ્ટેડિયમમાં મેન્સ હોકી વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની લગભગ 2:30 કલાક સુધી ચાલી હતી. મનીષ પોલ અને ગૌહર ખાને આ શોને હોસ્ટ કર્યો હતો. બોલિવૂડ સ્ટાર્સ દિશા પટણી, રણવીર સિંહ અને મ્યુઝિક કમ્પોઝર પ્રિતમે તેમના ક્રૂ મેમ્બર્સ સાથે પરફોર્મ કર્યું હતું.

પ્રીતિમ 'ઇલાહી' જેવા ગીતો સાથે સ્ટેજ પર પહોંચી હતી. તેની સાથે બોલિવૂડ સિંગર્સ બેની દયાલ અને નીતિ મોહને પણ પરફોર્મ કર્યું હતું. કોરિયન પોપ-બેન્ડ બ્લેકસ્વાને પણ સ્ટેડિયમમાં બેઠેલા 40,000 દર્શકોની સામે પરફોર્મ કર્યું હતું.

રમતગમત મંત્રીએ ટ્રોફીનું અનાવરણ કર્યું
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી દિલીપ તિર્કીની સાથે વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.

105 ફૂટ લાંબી હોકી બનાવી
કટકમાં મહાનદીના કિનારે રેતીમાંથી 105 ફૂટ લાંબી હોકી સ્ટીક બનાવવામાં આવી હતી. આમાં લગભગ 5000 હોકી બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશ્વની સૌથી મોટી સેન્ડ હોકીનો દરજ્જો ધરાવતી આ હોકીને બનાવવામાં લગભગ 2 દિવસનો સમય લાગ્યો હતો.

'હોકી હૈ દિલ મેરા'
મ્યુઝિક ડાયરેક્ટર પ્રિતમે ઓપનિંગ સેરેમનીના 5 દિવસ પહેલા 'હોકી હૈ દિલ મેરા' એન્થમ રજૂ કર્યું હતું. આ એન્થમ ટૂર્નામેન્ટનું ઓફિશિયલ એન્થમ છે.

નીચેના ફોટોઝમાં જુઓ ઓપનિંગ સેરેમનીની મોમેન્ટ્સ...

ઓપનિંગ સેરેમની પહેલા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બોલિવૂડ સ્ટાર્સ અને કલાકારોને ભારતીય હોકી ટીમની જર્સી ભેટમાં આપી હતી.

શુક્રવારથી મેચ રમાશે
બુધવારે ઓપનિંગ સેરેમની બાદ 13 જાન્યુઆરીથી વર્લ્ડ કપની મેચ રમાશે. ભારતની પહેલી મેચ સાંજે 7 વાગ્યાથી રૂરકેલામાં સ્પેન સામે થશે. 17 દિવસીય ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ભુવનેશ્વરમાં 29 જાન્યુઆરીએ રમાશે. 16 ટીમની ટૂર્નામેન્ટમાં કુલ 44 મેચ રમાશે.