તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Disappointed By The Postponement Of The Olympics, It Took Time To Come Out; Manu Bhakar, The World's No. 2 Player In 10th Air Pistol, Is Practicing At M.P.'s Academy

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરવ્યૂ:ઓલિમ્પિક સ્થગિત થતાં નિરાશ થઈ હતી, બહાર આવતા સમય લાગ્યો; 10 મી એર પિસ્તોલમાં દુનિયાની નંબર-2 ખેલાડી મનુ ભાકર મધ્ય પ્રદેશની એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહી છે

ભોપાલ13 દિવસ પહેલાલેખક: કૃષ્ણ કુમાર પાંડેય
  • કૉપી લિંક
મનુ ભાકરની તસવીર - Divya Bhaskar
મનુ ભાકરની તસવીર

યુથ ઓલિમ્પિક ચેમ્પિયન શૂટર મનુ ભાકર ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે મેડલની મોટી આશા છે. 2019ના વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યા પછી દુનિયાની નંબર-2 ખેલાડી મનુ કોઈ મોટી ઈવેન્ટમાં રમી નથી. નેશનલ ટ્રાયલથી પહેલા મનુ મ.પ્ર.ની સ્ટેટ શૂટિંગ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહી છે. તેણે જણાવ્યું કે, ઓલિમ્પિક પોસ્ટપોન થવાથી આઘાત લાગ્યો હતો અને તેમાંથી બહાર આવતા એક-બે સપ્તાહ લાગ્યા હતા. તેણે ઓલિમ્પિકની તૈયારી, લૉકડાઉન દરમિયાન માનસિક સ્થિતિ અને હરીફો અંગે વાતચીત કરી. મનુ સાથે વાતચીતના અંશ...

તમારી તૈયારી કેવી ચાલી રહી છે? ઘરમાં પણ પ્રેક્ટિસ કરી અને દિલ્હીમાં કેમ્પ. કેટલો ફાયદો થયો?
તૈયારી સારી ચાલી રહી છે. ઘણા સમય પછી શૂટિંગ શરૂ કર્યું છે, એટલે ધીમે-ધીમે પેસ આવી રહ્યો છે. વચ્ચે વચ્ચે પણ ટ્રેનિંગ કરવી જરૂરી હતી, જેથી બધું મેઈન્ટેન થઈ શકે. કેમ્પના વાતાવરણમાં પ્રેક્ટિસની રાહ જોતી હતી.

ઘરે ટ્રેનિંગ અને શૂટિંગ રેન્જમાં ટ્રેનિંગમાં કેટલું અંતર હોય છે?
વાતાવરણનું અંતર હોય છે. અમે રેન્જ પર પ્રેક્ટિસ કરીએ ત્યારે સાથીદાર હોય છે. ટીમ સાથે શૂટિંગ કરવા કે ટ્રેનિંગમાં ઈન્ડિયા ટીમવાળી ફિલિંગ પણ આવે છે અને મોટિવેશન પણ પ્રાપ્ત થાય છે.

શૂંટિંગમાં મનોસ્થિતિનું ઘણું મહત્ત્વ હોય છે. લૉકડાઉન દરમિયાન શું સ્થિતિ હતી?
લૉકડાઉન શરૂ થયું તો ઓલિમ્પિક સુધીનો પ્લાન બનાવી લીધો હતો. થોડા સમય પછી ઓલિમ્પિક પોસ્ટપોન થતાં નિરાશ થઈ હતી. તેમાંથી બહાર આવવામાં એક-બે સપ્તાહ લાગ્યા હતા. લક્ષ્ય સામે હોય તો સારી રીતે પ્રેક્ટિસ કરી શકો છે.

ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. ત્યાર પછી વર્લ્ડ કપ પણ છે. શું તમે આ ટૂર્નામેન્ટને ઓલિમ્પિકની તૈયારી તરીકે જુઓ છો?
લાંબા સમય પછી ઈન્ટરનેશનલ રમવા મળશે. ટ્રાયલ્સની પણ તૈયારી ચાલે છે. મોટી ઈવેન્ટથી પહેલા એક્સપોઝર જરૂરી છે. એવું નથી કે ફીલ ભૂલી ચુક્યા છીએ, પરંતુ ફરીથી રિવાઈવ કરવાથી અમે વધુને વધુ ટૂર્નામેન્ટ રમી શકીશું.

ટૂર્નામેન્ટમાં ન હોવાથી હરીફની તૈયારી અંગે કેવી રીતે ખબર પડશે?કયા દેશોને પડકાર માનો છો?
આપણે માત્ર પોતાનું લેવલ જાળવી રાખવાની જરૂર હોય છે. ચીન, ગ્રીસ અને સર્બિયા સૌથી મોટો પડકાર હશે. મારી ઈવેન્ટ 10મી. એર પિસ્તોલમાં 4-5 ખેલાડી ઘણી સારી છે. સર્બિયાની જોરોના વર્લ્ડ નંબર-1 પર છે.

લૉકડાઉન દરમિયાન થયેલી વર્ચ્યુઅલ ચેમ્પિયનશિપનું ભવિષ્ય કેવું છે?
મેં તેના અંગે વિચાર્યું નથી, પરંતુ એક સારો વિકલ્પ છે. જો દુનિયા અટકી ગઈ તો પણ અમે રમી શકીએ છીએ. જો આવી સ્થિતિ ફરીથી પેદા થાય તો વર્ચ્યુઅલ ચેમ્પિયનશિપ યોજાઈ શકે છે.

રમતમાં મહિલા ખેલાડીઓની સ્થિતિ અંગે તમારો શો અભિપ્રાય છે? બીજા રાજ્ય કેવી રીતે સારું કરી શકે છે?
છોકરીઓને ધીમે-ધીમે ઈવેન્ટ મળી રહી છે. થોડા વર્ષ પહેલા જોઈએ તો શૂટિંગમાં છોકરીઓની સંખ્યા ઘણી ઓછી હતી. હવે સ્થિતિ બદલાઈ છે. હરિયાણામાં પણ ઘણું સપોર્ટિંગ વાતાવરણ છે.

તમે યુપીએસસી અંગે પણ પોસ્ટ કરી હતી. શું તેના અંગે કંઈ વિચાર્યું છે?
મારી સ્ટ્રીમ પોલિટિકલ સાયન્સ છે. તેમાં ઘણી હદ સુધી યુપીએસસીનો સિલેબસ કવર થઈ જાય છે. હું પણ પ્રયાસ કરી લઈશ.

ખેલાડી આજકાલ રાજનીતિમાં પણ જઈ રહ્યા છે. તમારો કોઈ પ્લાન છે? ભારતીય રાજનીતિ અંગે કંઈ કહેવા માગશો?
મારો ભવિષ્યનો હાલ કોઈ પ્લાન નથી. જોકે, અત્યારે માત્ર શૂટિંગ સાથે જ જોડાયેલી રહેવા માગું છું. ભારતીય રાજનીતિ પર કંઈ કહેવું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser