• Home
  • Sports
  • IPL 2019
  • Dhoni's runout became the subject of debate on social media, the turning point of the match

આઇપીએલ / ધોનીનો રનઆઉટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો, મેચનો ટર્નિંગ પોઇન્ટ રહ્યો

divyabhaskar.com

May 13, 2019, 03:43 PM IST
Dhoni's runout became the subject of debate on social media, the turning point of the match

  • ધોનીને રનઆઉટ અપાતા લોકોએ ટીકા કરી 
  • ઈશાન કિશને સીધો થ્રો મારતા ધોનીને પેવેલિયન ભેગું થવું પડ્યું હતું

સ્પોર્ટ્સ ડેસ્ક: રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે આઇપીએલ-12ની ફાઇનલમાં ચેન્નાઇ સુપરકિંગ્સને 1 રને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું હતું. મેચમાં એમએસ ધોનીને જે રીતે રનઆઉટ આપવામાં આવ્યો તે ચર્ચાનો વિષય બન્યો હતો. તેની વિકેટ મેચનો ટર્નિંગ પોઇન્ટ બની હતી.

ધોનીને રનઆઉટ આપવાના નિર્ણય અંગે લોકો પ્રશ્નો કરી રહ્યા છે

  • ધોનીના રનઆઉટના નિર્ણય અંગે લોકો સોશિયલ મીડિયા પર પ્રશ્નો કરી રહ્યા છે. જયારે ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે ચેન્નાઇએ 3 વિકેટ ગુમાવી 73 રન કર્યા હતા. તેની પાસેથી ટીમને મેચ વિનિંગ ઇનિંગ્સની અપેક્ષા હતી. જોકે તે 13મી ઓવરમાં પંડ્યાની બોલિંગમાં ઈશાન કિશનના સીધા થ્રો થકી આઉટ થયો હતો.
  • ઓવરના ચોથા બોલમાં શેન વોટ્સને સ્કવેર લેગની દિશામાં શોટ ફટકાર્યો હતો અને રન લેવા દોડ્યો હતો. લસિથ મલિંગાએ ખોટો થ્રો કર્યો હતો. ધોનીએ ઓવરથ્રો પર લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઈશાન કિશને સીધો થ્રો મારીને તેને પેવેલિયન ભેગો કર્યો હતો.

નાઈજલ લોન્ગના નિર્ણયથી ક્રિકેટ ફેન્સ નિરાશ થયા

  • ગ્રાઉન્ડ પરના અમ્પાયરે થર્ડ અમ્પાયરની મદદ માગી હતી. ટીવી અમ્પાયરે ઘણા એન્ગલ્સથી રિપ્લે જોયો હતો. 3 મિનિટ કરતા વધુ સમયથી ચાલી રહેલા સસ્પેન્સનો અંત લાવતા ટીવી અમ્પાયર નાઈજલ લોન્ગે ધોનીને આઉટ જાહેર કર્યો હતો.
  • ક્રિકેટના નિયમ પ્રમાણે જો શંકા જણાતી હોય તો નિર્ણય બેટ્સમેનના પક્ષમાં જતો હોય છે, પરંતુ અમ્પાયરનો આ નિર્ણય ધોનીની વિરુદ્ધમાં ગયો હતો. નાઈજલ લોન્ગના આ નિર્ણયથી ધોનીના ફેન્સ નિરાશ થયા હતા.
X
Dhoni's runout became the subject of debate on social media, the turning point of the match
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી