તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Dhoni's Goal Was To Earn Rs 30 Lakh By Playing Cricket So That He Could Spend His Life In Ranchi Peacefully: Wasim Jaffer

નિવેદન:ધોનીનું લક્ષ્ય ક્રિકેટ રમીને 30 લાખ રૂપિયા કમાવવાનું હતું, જેથી તે રાંચીમાં શાંતિથી જીવન વિતાવી શકે: વસીમ જાફર

Ahmedabadએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમએસ ધોની અને વસીમ જાફર

સ્પોર્ટ્સ ડેસ્ક. ભારતીય ઘરેલુ ક્રિકેટમાં સૌથી સફળ ખેલાડી વસીમ જાફરે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વિશે એક ખુલાસો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લાઇવ ચેટ દરમિયાન ફેનને જવાબ આપતા કહ્યું હતું કે, "મને યાદ છે કે ધોનીએ ટીમ ઇન્ડિયામાં જોડાયા પછી પહેલા અથવા બીજા વર્ષે કહ્યું હતું કે, તેને ક્રિકેટ રમીને 30 લાખ રૂપિયા કમાવવા છે, જેથી તે રાંચીમાં શાંતિથી જીવન વિતાવી શકે.

ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે વનડે અને T-20 વર્લ્ડ કપ જીત્યો ધોની ભારતીય ટીમની બહાર છે. તે છેલ્લે જુલાઈમાં ન્યૂઝીલેન્ડ સામે વનડે વર્લ્ડ કપમાં સેમિફાઇનલ રમ્યો હતો. તેણે ટીમ માટે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 T-20 મેચ રમી છે.  ધોનીની કપ્તાની હેઠળ જ ભારતીય ટીમે 2007 T-20 અને 2011 વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. ઘરેલું ક્રિકેટમાં જાફર સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન તે જ સમયે, જાફર રણજી ટ્રોફી, ઈરાની ટ્રોફી અને દુલીપ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે રણજીમાં 12038, ઈરાની ટ્રોફીમાં 1294 અને દુલીપ ટ્રોફીમાં 2545 રન બનાવ્યા છે. તે સૌથી વધુ 156 રણજી મેચ રમી છે. તેણે મુંબઈને બે વખત રણજી ચેમ્પિયન બનાવ્યું. તે વિદર્ભ ટીમનો સભ્ય હતો જેણે સતત બે વાર રણજીનું ટાઈટલ જીત્યું હતું. રણજીમાં 12 હજારથી વધુ રન બનાવનાર તે એકમાત્ર ખેલાડી છે.

અન્ય સમાચારો પણ છે...