તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી વરણી:ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશનની ચૂંટણીમાં દેવેન્દ્રસિંહ સોલંકી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશનના જનરલ સેક્રેટરી- ઇન્દ્રવદન નાણાવટી (ડાબે), પ્રેસિડન્ટ- દેવેન્દ્રસિંહ સોલંકી (વચ્ચે) અને કૌશિક મિસ્ત્રી (ટ્રેઝરર). - Divya Bhaskar
ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશનના જનરલ સેક્રેટરી- ઇન્દ્રવદન નાણાવટી (ડાબે), પ્રેસિડન્ટ- દેવેન્દ્રસિંહ સોલંકી (વચ્ચે) અને કૌશિક મિસ્ત્રી (ટ્રેઝરર).

ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશનની એન્યુલ જનરલ મીટિંગમાં સોમવારે દેવેન્દ્રસિંહ સોલંકી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા છે. તેઓ આગામી 4 વર્ષ સુધી આ પદ સંભળાશે. સેક્રેટરી તરીકે ઇન્દ્રવદન નાણાવટી તથા ટ્રેઝરર તરીકે કૌશિક મિસ્ત્રીની વરણી કરવામાં આવી છે.

તે સિવાય વાઇસ પ્રેસિડન્ટ તરીકે વિરેન્દ્ર નાણાવટી, વિવેક પટેલ, એસ. એ. રાવલ અને આર. વી. સેલર ફરજ નિભાવશે. જ્યારે જોઈન્ટ સેક્રેટરી તરીકે કૌશિક બોડીવાલ, ગુલાબ ચૌહાણ અને લક્ષ્મણ કરણગાવકર કાર્યરત રહેશે.

આ બોડીમાં કમલેશ નાણાવટી એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ અને કમલેશ પટેલ એસોસિએટ જોઈન્ટ સેક્રેટરી તરીકે પસંદ થયા છે. કમિટીના એક્ઝિક્યુટિવ મેમ્બર્સમાં આત્મારામ પટેલ, મયુર પરીખ, સપના દેસાઈ, દિનેશ પટેલ અને મયુર પટેલનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો