• Gujarati News
  • Sports
  • Despite The Cost Of Rs 70 Crore Behind The Shooting, Not A Medal, Only One Player Reached The Final

ભાસ્કર એનાલિસિસ:શૂટિંગ પાછળ 70 કરોડ રૂ.નો ખર્ચ છતાં મેડલ નહીં, માત્ર એક ખેલાડી ફાઇનલમાં પહોંચ્યો

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાંસ્ય જીતનાર બજરંગ પુનિયાએ તૈયારીમાં ટોપ સ્કીમ મારફતે 2.06 કરોડ ખર્ચ કર્યા

ભાસ્કર ન્યૂઝ | નવી દિલ્હી
ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર, 4 કાંસ્ય પદક જીતીને અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પણ ભારતની વસ્તી જોતા આ મેડલ ખાસ ન કહેવાય. વસ્તી પ્રમાણે સૌથી મોટો દેશ ચીને 38 ગોલ્ડ સહિત 88 મેડલ જીત્યા અને બીજા નંબર પર રહ્યું. ભારત મેડલ ટેબલમાં 48 નંબર પર રહ્યું અને 41 વર્ષ બાદ ટોપ 50માં જગ્યા બનાવી. જોકે આ વખતે ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓ પર હંમેશાની જેમ વધુ ખર્ચો કરવામાં આવ્યો. તેમ છતાં મેડલની સંખ્યામાં સામાન્ય વધારો થયો. આ વખતે સૌથી વધુ અપેક્ષા શૂટિંગમાં હતી પણ 15 સભ્યોની ટીમે નિરાશ કર્યા. ભારતનો માત્ર એક નિશાનેબાજ (સૌરભ ચોધરી) ફાઇનલમાં જગ્યા બનાવી શક્યો હતો. શૂટિંગ પર લગભગ 70 કરોડનો ખર્ચો થયો. છતાં એક પણ મેડલ જીતી ન શક્યા. તો સિલ્વર જીતનાર મીરાબાઈ ચાનુની તૈયારી પર 2.50 કરોડ ખર્ચો થયો. ટોપ સ્કીમ હેઠળ બજરંગ પુનિયા પર 2.06 કરોડનો ખર્ચો થયો જ્યારે વિનેશ ફોગાટ પર 1.81 કરોડ. રેસલર બજરંગે કાંસ્ય પદક જીત્યો. આ ભારતનું ઓલિમ્પિકમાં આ રમતમાં સતત ચોથા ઓલિમ્પિકમાં મેડલ છે. ભારતે ઓલિમ્પિકની તૈયારી માટે લગભગ 3500 કરોડ ખર્ચ કર્યા છે. આ બ્રિટનથી ત્રણ ગણું ઓછું છે.
ભારતનો ઓલિમ્પિક ખર્ચ*
રમત બજેટ - 2826.92 કરોડ
ખેલો ઇન્ડિયા - 890.42 કરોડ
નેશનલ ડેવલોપમેન્ટ ફંડ - 50 કરોડ
*નોંધ: આ માત્ર સરકાર દ્વારા ખર્ચ છે. ખાનગી કંપનીઓ અલગથી ફંડિંગ કરે છે.

શૂટિંગ: સાઈએ દિલ્હીમાં ટોક્યો જેવી શૂટિંગ રેન્જ બનાવવા માટે 5 કરોડનો ખર્ચ કર્યો. ટોપ સ્કીમ હેઠળ 15 નિશાનેબાજો પર 5 કરોડ ખર્ચ થયો. વાર્ષિક કેલેન્ડરમાં ટ્રેનિંગ અને કોમ્પિટિશન (એસીટીસી) ને રાઇફલ સંઘને 2 વર્ષમાં 55 કરોડ આપ્યા.

નીરજની તૈયારી પર 7 કરોડ જ્યારે ચાનુ પર 2.5 કરોડનો ખર્ચ
નીરજ ચોપડા:
ગોલ્ડ મેડાલિસ્ટ નીરડ ચોપડાની તૈયારી માટે 7 કરોડ ખર્ચ થયા. ટ્રેનિંગ અને વિદેશમાં કોમ્પિટીશન પર 4.85 કરોડ ખર્ચ થયો. કોચનો પગાર 1.22 કરોડ જ્યારે ચાર જેવલિન પર 4.35 લાખ ખર્ચ થયા. સ્વીડનમાં 50 દિવસના કેમ્પ પર 19.22 લાખનો ખર્ચ થયો.

મીરાબાઈ ચાનૂ: સિલ્વર મેડાલિસ્ટ વેઇટલિફ્ટર પર 5 વર્ષમાં 2.5 કરોડનો ખર્ચ થયો. ટોપ સ્કીમ હેઠળ 1.5 કરોડ ખર્ચ થયો. અમેરિકામાં તેની ઇજાનું રિહેબિલિટેશન, ઇક્વિપમેન્ટ, સ્પોર્ટ્સ સાઇકોલોજિસ્ટ, ટ્રેનર વગેરે પર પણ ખર્ચ થયો. ખેલાડીને 50 હજારનું ઇન્સેન્ટિવ પણ મળે છે.

બેડમિન્ટન: ચાર બેડમિન્ટન ખેલાડીઓમાંથી દરેકને એસીટીસી અને ટોપ સ્કીમ હેઠળ 3 કરોડ તૈયારી માટે આપવામાં આવ્યા. પીવી સિંધુની ટ્રેનિંગ પર 3.82 કરોડ ખર્ચ થયો. જ્યારે પ્રણીતની તૈયારી માટે 3.38 કરોડ ખર્ચ થયો. વિદેશી કોચનો પગાર પર લગભગ 10 લાખ ખર્ચ થયો.

હોકી: સરકારે પુરુષ હોકી ટીમ પર છેલ્લા 5 વર્ષમાં 50 કરોડનો ખર્ચો કર્યો. આ રકમ એસીટીસી ફન્ડિંગ દ્વારા આપવામાં આવી. તેના સહિત ટોપ સ્કીમથી 16.80 લાખ મળ્યા. જ્યારે 2018ના બે મહિનામાં દરેક ખેલાડીને 50 હજારનું પ્રતિ મહિનાનું એલાઉન્સ મળ્યું.આ વર્ષે માર્ચથી ઓગસ્ટ સુધી દર મહિને આ એલાઉન્સ આપવામાં આવ્યું.

ભારતના જીડીપીનો માત્ર 0.01 % ખર્ચ રમતમાં થાય છે, ભણવા માટે કોર્સ પણ નથી
ભારત રમતમાં એટલું જ ખરાબ છે જેટલું સ્વાસ્થ્યની પ્રાથમિક સુવિધામાં અને શિક્ષણના ખર્ચના કેસમાં છે. 2019-20 ના આંકડા પ્રમાણે, દેશની જીડીપીના માત્ર 3.1% શિક્ષણ અને 5% થી ઓછું સ્વાસ્થ્ય પર ખર્ચ થાય છે. રમતમાં હાલત તેનાથી પણ ખરાબ છે. 2020-21 ના પ્રી-કોવિડ બજેટ પ્રમાણે જીડીપીના માત્ર 0.01% રમત પર ખર્ચો કરાય છે. એક રિપોર્ટ પ્રમાણે, 2017-18માં સરકારે રમત પર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ માત્ર 3 પૈસા ખર્ચ કરે છે. તેની સામે ચીનમાં રમત પર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ 6.10 રૂ.નો ખર્ચ થાય છે. ચીન રમત પર વાર્ષિક લગભગ 3 લાખ કરોડ ખર્ચ કરે છે. તો 2021-22 માં ભારતનું બજેટ 2826.92 કરોડ હતું. રમતને કારકિર્દી તરીકે પણ જોવામાં નથી આવતું.​​​​​​​