IPL / રાશિદના શાનદાર સ્પેલ છતાં હૈદરાબાદ 2 વિકેટે હાર્યું, પંતની ઇનિંગ્સ થકી દિલ્હી ફાઇનલથી એક કદમ દૂર

divyabhaskar.com

May 09, 2019, 12:01 AM IST
Delhi Capitals won the toss against Sunrisers Hyderabad and took bowling
Delhi Capitals won the toss against Sunrisers Hyderabad and took bowling
Delhi Capitals won the toss against Sunrisers Hyderabad and took bowling
Delhi Capitals won the toss against Sunrisers Hyderabad and took bowling
Delhi Capitals won the toss against Sunrisers Hyderabad and took bowling

  • હૈદરાબાદે પ્રથમ દાવમાં 8 વિકેટ ગુમાવીને 162 રન કર્યા
  • જવાબમાં દિલ્હીએ 1 બોલ બાકી રાખીને મેચ જીતી, પંતે 21 બોલમાં 49 રન કર્યા 
  • રાશિદ ખાને 4 ઓવરમાં એક મેડન સહિત 15 રન આપીને 2 વિકેટ ઝડપી
  • ક્વોલિફાયર-2માં 10 મેના રોજ દિલ્હીનો મુકાબલો ચેન્નાઇ સુપરકિંગ્સ સામે થશે

સ્પોર્ટ્સ ડેસ્ક: દિલ્હી કેપિટલ્સને મેચ જીતવા 18 બોલમાં 44 રનની જરૂર હતી. ઋષભ પંત 22 રને અને એસ રધરફોર્ડ 8 રને બેટિંગ કરી રહ્યા હતા. ખલીલ અહેમદે 2 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. પરંતુ તેની ઓવર્સ પૂરી કરવાની જગ્યાએ કેપ્ટન કેન વિલિયમ્સને બેસિલ થામ્પીને બોલિંગ કરવા બોલાવ્યો હતો. ફોર, સિક્સ, ફોર અને સિક્સ. ઋષભ પંતે સ્ટાઇલથી થામ્પીએ નાખેલા પહેલા 4 બોલમાં મેચનું રૂપ બદલી નાખ્યું હતું અને ઓવરના અંતે દિલ્હીને 12 બોલમાં 12 રનની જરુર હતી. તેમણે તે ફોર્માલિટીને પૂરી કરતા 2 વિકેટે મેચ જીતવાની સાથે જ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી લીધી છે. દિલ્હીએ પહેલી વાર આઇપીએલમાં નોકઆઉટ મેચ જીતી છે અને 10 મેના રોજ ફાઇનલમાં પહોંચવા માટે તે ચેન્નાઇ સુપરકિંગ્સ સામે મુકાબલો કરશે.

રનચેઝની શરૂઆતમાં પૃથ્વી શોએ ફિફટી ફટકારીને દિલ્હીને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે 38 બોલમાં 6 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 58 રન કર્યા હતા. જયારે ઋષભ પંતે 21 બોલમાં 5 છગ્ગા અને 2 ચોક્કાની સહિત 49 રન કર્યા હતા. દિલ્હીનો અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યું ન હતું. હૈદરાબાદ માટે રશીદ ખાને 4 ઓવરમાં 1 મેડન સહિત 15 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જયારે ખલીલ અહેમદ અને ભુવનેશ્વર કુમારે પણ 2-2 વિકેટ લીધી હતી.

દિલ્હીએ 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 111 રન કર્યા

163 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 15 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 111 રન કર્યા છે. ઋષભ પંત 12 રને અને શેન રધરફોર્ડ 0 રને રમી રહ્યા છે. અક્ષર પટેલ રાશિદના લેગ સ્પિનને રિડ ન કરી શકતા, બોડી પરના બોલને કટ કરવા ગયો હતો અને સહાએ આસાન કેચ કરતા શૂન્ય રને પેવેલિયન ભેગો થયો હતો. તે પહેલા કોલીન મુનરો રાશિદ ખાનની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે 13 બોલમાં 14 રન કર્યા હતા.

પૃથ્વી શો ખલીલ અહેમદના ધીમા શોર્ટ બોલમાં માત્ર એજ મેળવતા પોઇન્ટ પર વિજય શંકરના હાથે કેચ આઉટ થયો હતો. પૃથ્વીએ 38 બોલમાં 56 રન કર્યા હતા. તે પહેલા શ્રેયસ ઐયર ખલીલ અહેમદની બોલિંગમાં બેટનું ફેસ ખોલવા જતા કીપર સહાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 10 બોલમાં 8 રન કર્યા હતા.

દિલ્હીએ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 83 રન કર્યા

163 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 10 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 83 રન કર્યા છે. પૃથ્વી શો 54 રને અને શ્રેયસ ઐયર 8 રને રમી રહ્યા છે. શિખર ધવનને આગળ વધતા જોઈને દિપક હુડાએ જાણીજોઈને લેગ સ્ટમ્પની બહાર બોલ નાખ્યો હતો અને સહાએ તેને સ્ટમ્પ કર્યો હતો. ધવને 16 બોલમાં 17 રન કર્યા હતા.

હૈદરાબાદે પ્રથમ દાવમાં 162 રન કર્યા

સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવી 162 રન કર્યા છે. હૈદરાબાદ માટે માર્ટિન ગુપ્ટિલ, મનીષ પાંડે અને કેન વિલિયમ્સન બધાને સ્ટાર્ટ મળી હતી, પરંતુ તેઓ તેને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યા ન હતા. તેમણે અનુક્રમે 36, 30 અને 28 રન કર્યા હતા. પીચ પર સ્લો ટર્ન મળતો હતો અને અમિત મિશ્રાએ તેનો લાભ ઉઠાવતા 4 ઓવરમાં માત્ર 16 રન આપ્યા હતા અને 1 વિકેટ ઝડપી હતી. કીમો પોલે ધીમી વિકેટ પર ડેથ ઓવર્સમાં ઓફ કટર્સનો સારો ઉપયોગ કરતા 3 વિકેટ ઝડપી હતી, જ્યારે ઇશાંત શર્માએ 2 વિકેટ અને ટ્રેન્ટ બોલ્ટ 1 વિકેટ ઝડપી હતી. હૈદરાબાદે વિજય શંકર અને મોહમ્મદ નાબીની આક્રમક ઇનિંગ્સના લીધે છેલ્લી 4 ઓવરમાં 47 રન કર્યા હતા. શંકરે 11 બોલમાં 25 રન અને નાબીએ 13 બોલમાં 20 રન કર્યા હતા.

હૈદરાબાદે 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 104 રન કર્યા

સનરાઇઝર્સ હૈદરાબાદે 15 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 104 રન કર્યા છે. કેન વિલિયમ્સન 23 રને અને વિજય શંકર 2 રને રમી રહ્યા છે. મનીષ પાંડે કીમો પોલની બોલિંગમાં લોન્ગ ઓન પર શેન રધરફોર્ડના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 35 બોલમાં 30 રન કર્યા હતા.

હૈદરાબાદે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 71 રન કર્યા

સનરાઇઝર્સ હૈદરાબાદે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 71 રન કર્યા છે. મનીષ પાંડે 18 રને અને કેન વિલિયમ્સન 5 રને રમી રહ્યા છે. માર્ટિન ગુપ્ટિલ અમિત મિશ્રાની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર કીમો પોલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 19 બોલમાં 4 છગ્ગા અને 1 ચોક્કાની મદદથી 36 રન કર્યા હતા.

આઇપીએલ 2019ના પાવરપ્લે સૌથી વધુ 50નો સ્કોર કરનાર ટીમ:

  • 12 SRH
  • 9 RR
  • 7 DelhiCapitals / KXIP
  • 6 MI/ KKR
  • 5 RCB
  • 2 CSK

હૈદરાબાદે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 44 રન કર્યા

સનરાઇઝર્સ હૈદરાબાદે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 44 રન કર્યા છે. મનીષ પાંડે 2 રને અને માર્ટિન ગુપ્ટિલ 34 રને રમી રહ્યા છે. રિધ્ધિમાન સાહ ઇશાંત શર્માની બોલિંગમાં મીડ-ઓફ પરથી બોલને મારવા જતા શ્રેયસ ઐયરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 9 બોલમાં 8 રન કર્યા હતા.

દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ લીધી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને બોલિંગ લીધી છે. દિલ્હી અને હૈદરાબાદ બંનેએ પોતાની ટીમમાં 1-1 ફેરફાર કર્યો છે. દિલ્હીની ટીમમાં કોલીન ઇંગ્રામની જગ્યાએ કોલીન મુનરો રમી રહ્યો છે. જયારે હૈદરાબાદની ટીમમાં યુસુફ પઠાણની જગ્યાએ દિપક હુડા રમી રહ્યો છે.

આઇપીએલ નોકઆઉટમાં દિલ્હી કેપિટલ્સનો દેખાવ:

  • 2008: રાજસ્થાન રોયલ્સ સામે 106 રને હાર્યું
  • 2009: ડેકેન ચાર્જર્સ સામે 6 વિકેટે હાર્યું
  • 2012: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 18 રને હાર્યું
  • 2012: ચેન્નાઇ સુપરકિંગ્સ સામે 86 રને હાર્યું


સનરાઇઝર્સ હૈદરાબાદ: માર્ટિન ગુપ્ટિલ, કેન વિલિયમ્સન (કેપ્ટન), મનીષ પાંડે, વિજય શંકર, મોહમ્મદ નાબી, દિપક હુડા, રિધ્ધીમાન સહા(વિકેટકીપર), ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, બેસિલ થામ્પી અને ખલીલ અહેમદ

દિલ્હી કેપિટલ્સ: શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ ઐયર (કેપ્ટ્ન), ઋષભ પંત(વિકેટકીપર), કોલીન મુનરો, એસ રધરફોર્ડ, કીમો પોલ, અક્ષર પટેલ, ઇશાંત શર્મા, ટ્રેન્ટ બોલ્ટ અને અમિત મિશ્રા

X
Delhi Capitals won the toss against Sunrisers Hyderabad and took bowling
Delhi Capitals won the toss against Sunrisers Hyderabad and took bowling
Delhi Capitals won the toss against Sunrisers Hyderabad and took bowling
Delhi Capitals won the toss against Sunrisers Hyderabad and took bowling
Delhi Capitals won the toss against Sunrisers Hyderabad and took bowling
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી