મોડી રાત સુધી થનારી મેચ ખેલાડીઓ માટે હાનિકારક:ગ્રાન્ડ સ્લેમમાં બેસ્ટ ઓફ-3 ફોર્મેટ અપનાવી વિલંબને ટાળી શકાય

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયન ઓપનમાં શુક્રવારે એન્ડી મરે અને થાનાસી કોકિનાકિસ વચ્ચેની મેચ સવારે ચાર વાગે પૂર્ણ થઈ હતી. ત્યારે આ કોઈ ખાસ રીતે આયોજીત મેરેથોન મેચ કે ટૂર્નામેન્ટ નહોતી અને ના આ પહેલીવાર થયું છે. છેલ્લા સપ્ટેમ્બરમાં યુએસ ઓપનમાં કાર્લોસ અલ્કારેઝ અને જેનિક સિનર પણ રાતના ત્રણ વાગ્યા સુધી મેચ રમી રહ્યા હતા. જોકે ટેનિસ એકમાત્ર એવી ટૂર્નામેન્ટ છે. જેમાં એથલીટ આખી રાત જાગીને મેચ રમે છે અને 48 કલાકથી પણ ઓછાં સમયમાં તેમણે ફરીથી સંપૂર્ણ ફોકસ સાથે પરત કોર્ટ પર ફરવું પડે છે. જેમ-જેમ મેચ સવાર સુધી ખેંચાઈ છે, તેમ-તેમ ખેલાડી તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને પ્રદર્શનની ચિંતા કરી આવી મેચને રમવાથી પાછળ હટતા જઈ રહ્યાં છે.

ત્યારે આ દરમિયાન પણ ફેન્સને મોટાભાગે સ્ટેડ્સ કે સોફા પર સુતા જોવામાં આવી ચૂક્યા છે. મરે અને કોકિનાકિસની આ મેચ ત્રીજી સવારે મોડેથી પૂર્ણ થનારી હતી. આ અગાઉ ગયા વર્ષે મેક્સિકોમાં થયેલી ઝ્વેરેવ અને બ્રૂક્સબીની મેચ સવારે 4:54 વાગે અને 2008ના ઓસ્ટ્રેલિયન ઓપનમાં હેવિટ અને બગડાટિસની વચ્ચે થયેલી મેચ 4:34 વાગે પૂર્ણ થઈ હતી.

મેચ બાદ એન્ડી મરેએ કહ્યું હતું કે, આ પ્રકારની મેચ ખેલાડી, અમ્પાયર અને ફેન્સ કોઈની માટે પણ સારી નથી. ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્ટાર નિક કિર્ગિયોસે કહ્યું હતું કે, મોડી રાતની મેચ ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી. ગયા વર્ષે યુએસ ઓપનમાં તેમની મોટાભાગની મેચ 1 વાગે પૂર્ણ થતી હતી, ત્યારબાદ ખાવું-પીવાનું અને મીડિયા સાથે વાત પૂર્ણ કરીને ઊંઘવામાં સવારના ચાર વાગી જતા હતા. જેનાથી તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડતો હતો. આવી મેચ દરમિયાન ફેન્સે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. મોડી રાત સુધીની મેચ દરમિયાન ફેન્સને ક્યારેક ઘરે પરત જવા માટે કેબ શોધતા અને ક્યારેક ફોન ચાર્જ કરતા જોવામાં આવ્યા છે. ત્યારે રાત્રે પબ્લિક ટ્રાન્સપોર્ટ ન હોવાના કારણે તેમને શેર કેબ અથવા ટેક્સીથી ઘરે જવું પડે છે.

ટેનિસમાં અડધી રાત પછી મેચ શરૂ ન કરવાને લઈ નિયમ તો છે. પરંતુ અડધી રાત બાદ પૂર્ણ થતી મેચ માટે હાલ કોઈ માર્ગદર્શિકા નથી. સાથે જ ગ્રાન્ડ સ્લેમની મેચમાં બેસ્ટ ઓફ-5 અપનાવવામાં આવે છે. બેસ્ટ ઓફ-3 પર સ્વિચ કરવું મેચના પૂર્ણ થવાના સમયને નિયંત્રિત કરવા માટે સૌથી પ્રભાવશાળી રીતમાંથી એક હોય શકે છે. આ સિવાય જલ્દી મેચ શરૂ કરીને, રાતના સત્રમાં બેની જગ્યાએ માત્ર એક મેચ રાખીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. સાથે જ સિંગલ્સ મેચને ડબલ્સની સાથે રાખી શકાય છે. ત્યારે સિંગલ્સ લાંબી ચાલે છે તો ડબલ્સ બીજા કોર્ટમાં રમી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...