સાનિયા-બોપન્નાની જોડી ઓસ્ટ્રેલિયન ઓપનના સેમિફાઇનલમાં:મિકસ્ડ ડબલ્સના કર્વાટર ફાઇનલ મેચમાં મળ્યો વોકઓવર

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લી ગ્રાન્ડ સ્લેમ રમી રહ્યા ભારતીય સ્ટાર સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ કેટેગરીના સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય જોડીને ક્વાર્ટર ફાઈનલ મેચમાં સ્પેનની વેગા હર્નાન્ડીઝ અને લાટવિયાની જેનિના ઓસ્ટાપેન્કોએ વોકઓવર આપ્યો હતો. સેમીફાઇનલ 26મી જન્યુઆરીએ થશે.

ભારતીય જોડીએ પ્રી-કવાર્ટરફાઇનલ મેચમાં ઉરુગ્વેના એરિયલ બેહર અને માકોટો નિનોમિયાની જોડીને 6-4 7-6 થી હરાવીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એક કલાક અને 17 મિનિટ સુધી ચાલેલી મેચના પ્રથમ સેટમાં ભારતીયોએ પ્રભુત્વ જમાવ્યું હતું. ત્યારબાદ ઉરુગ્વે-જાપાની જોડીએ અદ્ભુત ચેલેન્જ આપી હતી, પરંતુ આ જોડી મેચને છેલ્લા સેટ સુધી લઇ જવામાં નિષ્ફળ રહી હતી.

બોપન્ના-મિર્ઝાએ 6 વર્ષ પહેલા 2017માં ફ્રેંચ ઓપન મિકસ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. વર્ષના પહેલા ગ્રાન્ડ સ્લેમની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયન ઓપનમાં મિર્ઝા મહેશ ભૂપતિની સાથે 2009માં ચેમ્પિયન બની હતી.

મિર્ઝા-બોપન્નાએ પહેલો સેટ સહેલાઇથી જીત્યો હતો
ભારતીય જોડીએ રાઉન્ડ ઓફ 16 નો મેચનો પ્રથમ સેટ સરળતાથી જીતી લીધો હતો. આનો સ્કોર 6-4 રહ્યો હતો. બીજા સેટમાં ઉરુગ્વે-જાપાની જોડીએ મિર્ઝા-બોપન્નાને જબરજસ્ત ચેલેન્જ આપી હતી. મેચ ટાઇબ્રેકર સુધી પહોંચી હતી, જોકે, ભારતીય જોડીની જીત થઇ હતી. આનો સ્કોર 7(11)-6(9) રહ્યો હતો.

ફોરલિસ-સેવિલને હરાવ્યા
રિયો ઓલિમ્પિકમાં સેમિફાઇનલિસ્ટ ભારતીય જોડીએ બે દિવસ પહેલા ઓસ્ટ્રેલિયન વાઇલ્ડ કાર્ડ જોડી જેમી ફોરલિસ અને લ્યુક સેવિલને એક કલાક અને 14 મિનિટમાં 7-5, 6-3થી હરાવ્યા હતા.

વુમન્સ ડબલ્સમાં મિર્ઝા 2 કલાકમાં હારી હતી
વર્ષના પહેલા ગ્રાન્ડ સ્લેમના 7મા દિવસે ભારતીય સ્ટાર સાનિયા મિર્ઝા પોતાના જોડીદાર એના ડાનિલિના સાથે બીજા સેટમાં પલટવાર થયો હતો. ભારત-કજાખની 8મી સીડ ધરાવતી જોડીને બેલ્જિયમની એલિસન વાન ઉઇતવેંક અને યુક્રેનની એનહેલિના કલિનિનાની જોડીને 4-6, 6-4, 2-6 થી હરાવ્યા હતા. આ મેચ લગભગ 2 કલાક સુધી ચાલી હતી.

સાનિયા મિર્ઝા અને એના ડેનિલિનાએ ડાલમા ગલ્ફી અને બર્નાર્ડા પેરાની હંગેરી-અમેરિકન જોડીને હરાવીને વુમન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...