તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રીમિયર લીગમાં 'ડબલ અટેક':ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના 2 ગોલની સહાયતાથી માનચેસ્ટર યૂનાઈટેડની શાનદાર જીત, ન્યૂકેસલને 4-1થી હરાવ્યું

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોનાલ્ડોએ પહેલો ગોલ 45+2 મિનિટે કર્યો

પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માનચેસ્ટર યૂનાઈટેડ તરફથી પોતાની બીજી ઈનિંગની શરૂઆત આક્રમક અંદાજમાં કરી હતી. રોનાલ્ડોના 2 ગોલની સહાયતાથી માનચેસ્ટર યૂનાઈટેડે શનિવારે ન્યૂકેસલને 4-1થી હરાવ્યું હતું. રોનાલ્ડોએ પહેલો ગોલ 45+2મી મિનિટે કર્યો હતો, જ્યારે બીજો ગોલ 62મી મિનિટમાં કર્યો હતો. આની સાથે જ તેને બીજી ઈનિંગની શરૂઆત પણ ઘણા આક્રમક અંદાજથી કરી હતી.

બીજા હાફમાં ન્યૂકેસલે કર્યું કમબેક
વળી 45+2મી મિનિટે માનચેસ્ટરના 1 ગોલ કર્યા બાદ એના જવાબમાં ન્યૂકેસલ દ્વારા જેવિયરે 56મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી લીધો હતો. આની સાથે જ ગેમમાં ફરીથી ન્યૂકેસલે બાઉન્સ બેક કરીને ગેમમાં પકડ બનાવી લીધી હતી.

રોનાલ્ડોનો ડબલ અટેક
સ્કોર 1-1થી લેવલ થયા પછી માત્ર 6 મિનિટની અંદર રોનાલ્ડોએ 62મી મિનિટે ગોલ કીપરના 2 પગ વચ્ચેથી ફુટબોલને ગોલપોસ્ટની સફર કરાવીને પોતાનો ક્લાસ બતાવ્યો હતો. રોનાલ્ડોના બીજા ગોલ પછી માનચેસ્ટરની ટીમે ફરીથી ગેમમાં પકડ બનાવી લીધી અને ત્યારપછી સ્કોર 2-1થી આગળ થઈ ગયો હતો.

માનચેસ્ટરે કુલ 4 ગોલ કર્યા

  • 80મી મિનિટે માનચેસ્ટરના બ્રુનો ફર્નાંડિસે વધુ એક ગોલ કરીને ટીમને 3-1ના ગોલથી લીડ અપાવી દીધી હતી.
  • ત્યારપછી 10 મિનિટની અંદર 90+2મી મિનિટે માનચેસ્ટરના જેસી લિંગાર્ડે ચોથો ગોલ કરી આ મેચને 4-1થી જીતી લીધી હતી.

12 વર્ષ પછી ઘરે પરત ફર્યો રોનાલ્ડો....
ફુટબોલ જગતના સ્ટાર ખેલાડી રોનાલ્ડો ફરી એકવાર માનચેસ્ટર યુનાઈટેડ સાથે જોડાઇ ગયા છે. માનચેસ્ટર યુનાઈટેડે યુવેન્ટસ સાથે રોનાલ્ડોના ટ્રાન્સફર માટે થયેલી ડિલની પુષ્ટી કરી દીધી હતી. રોનાલ્ડો 2003 અને 2009 સુધી યુનાઈટેડ સાથે રમી ચૂક્યો છે. જોકે અત્યારે તે યુવેન્ટસનો ભાગ હતો પરંતુ બંને ક્લબ વચ્ચે લગભગ 216 કરોડ રૂપિયાની ડિલ થઈ હતી. 36 વર્ષનો રોનાલ્ડો અત્યારસુધી 5 વાર બેલેન ડિ'ઓર અવોર્ડ પણ જીતી ચૂક્યો છે. આ ફુટબોલનો સૌથી પ્રતિષ્ઠિત અવોર્ડ પણ છે.

અન્ય સમાચારો પણ છે...