તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cristiano Ronaldo Lashes Out At Irish Player Before Penalty Kick; The Video Went Viral

ફૂટબોલ મેચમાં ઝપાઝપી:ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પેનલ્ટી કિક પહેલાં આયરિશ ખેલાડીને લાફો માર્યો; રેફરીનું ધ્યાન ન હોવાથી તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ; વીડિયો વાઇરલ

13 દિવસ પહેલા
  • વર્લ્ડ કપ ક્વોલિફાયરના ગ્રુપ સ્ટેજ Aની ચોથી મેચ પોર્ટુગલે 2-1થી જીતી લીધી હતી

ફૂટબોલજગતના દિગ્ગજ ખેલાડી અને પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મેચમાં પેનલ્ટી કિક પહેલાં આયર્લેન્ડના ડારા ઓ'શોને લાફો માર્યો હતો, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. તો ચલો, આપણે સમગ્ર ઘટના પર એક નજર ફેરવીએ......

ડિફેન્ડરે પેનલ્ટી સ્પોટ પરથી રોનાલ્ડોનું ધ્યાન ભટકાવ્યું
સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે રોનાલ્ડો જ્યારે બોલ સેટ કરી રહ્યો હતો ત્યારે ઓ'શોએ બોલને પેનલ્ટી સ્પોટ પરથી દૂર કરવા માટે કિક મારી હતી. ડિફેન્ડરની આવી પ્રતિક્રિયા જોઇને પોર્ટુગલનો કેપ્ટન નારાજ થઈ ગયો હતો અને તેણે ડારા ઓ'શોને થપ્પડ મારી દીધી હતી.

રેફરીનું ધ્યાન ન હોવાથી રોનાલ્ડો સામે કાર્યવાહી કરાઈ નહીં
રોનાલ્ડોએ ચાલુ મેચમાં આ પ્રમાણે ગુસ્સે કરીને લાફો માર્યો હોવા છતા તેની વિરુદ્ધ કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે મીડિયાના અહેવાલો પ્રમાણે આ સમગ્ર ઘટના દરમિયાન રેફરીના ધ્યાને ન આવતાં રોનાલ્ડો વિરુદ્ધ કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહતી.

પોર્ટુગલે 2-1થી મેચ જીતી લીધી.
પોર્ટુગલે 2-1થી મેચ જીતી લીધી.

પોર્ટુગલની ટીમે મેચ જીતી
વર્લ્ડ કપ ક્વોલિફાયરના ગ્રુપ સ્ટેજ Aની ચોથી મેચને પોર્ટુગલે 2-1થી જીતી લીધી હતી. જોકે આ મેચમાં રોનાલ્ડોએ જો પેનલ્ટી મિસ ના કરી હોત તો પોર્ટુગલના 3 ગોલ થઈ ગયા હોત.

ફરી એકવાર માનચેસ્ટર યુનાઇટેડથી રમશે રોનાલ્ડો
ફુટબોલ જગતના સ્ટાર ખેલાડી રોનાલ્ડો ફરી એકવાર માનચેસ્ટર યુનાઈટેડ સાથે જોડાઇ ગયા છે. માનચેસ્ટર યુનાઈટેડે યુવેન્ટસ સાથે રોનાલ્ડોના ટ્રાન્સફર માટે થયેલી ડિલની પુષ્ટી કરી દીધી હતી. રોનાલ્ડો 2003 અને 2009 સુધી યુનાઈટેડ સાથે રમી ચૂક્યો છે. જોકે અત્યારે તે યુવેન્ટસનો ભાગ હતો પરંતુ બંને ક્લબ વચ્ચે લગભગ 216 કરોડ રૂપિયાની ડિલ થઈ હતી. 36 વર્ષનો રોનાલ્ડો અત્યારસુધી 5 વાર બેલેન ડિ'ઓર અવોર્ડ પણ જીતી ચૂક્યો છે. આ ફુટબોલનો સૌથી પ્રતિષ્ઠિત અવોર્ડ પણ છે.

યુવેન્ટસમાં રમતા સમયે રોનાલ્ડોએ 133 મેચમાં 101 ગોલ કર્યા હતા
યુવેન્ટસમાં રમતા સમયે રોનાલ્ડોએ 133 મેચમાં 101 ગોલ કર્યા હતા

2018માં યુવેન્ટસ ક્લબ સાથે જોડાયો હતો રોનાલ્ડો
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 2018માં સ્પેન છોડી ઈટાલી પહોંચી ગયો હતો. યુવેન્ટસમાં રમતા સમયે તેણે 133 મેચમાં 101 ગોલ કર્યા હતા. આ દરમિયાન રોનાલ્ડોએ ટીમને 2 સીરી-A ટાઇટલ અને એક ઇટૈલિયન કપ પણ જીતાડવામાં સહાયતા કરી હતી. જોકે તે ઈટૈલિયન ક્લબને UEFA ચેમ્પિયન્સ લીગ જીતાડી શક્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...