પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાને નામ વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. તે ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ વાર હેટ્રિક ગોલ કરનારો ફુટબોલર બની ગયો છે. ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં લક્ઝમબર્ગ વિરૂદ્ધની મેચમાં તેણે 2 ગોલ પેનલ્ટી અને એક હેડરથી આ સિદ્ધિ મેળવી છે. આની સાથે જ પોર્ટુગલે લક્ઝમબર્ગને 5-0થી હરાવ્યું હતું. આ જીત સાથે પોર્ટુગલ ટીમ ગ્રુપ-2માં બીજા સ્થાન પર પહોંચી ગઈ છે. પહેલા નંબર પર 17 પોઈન્ટ સાથે સર્બિયાની ટીમ છે. વળી પોર્ટુગલના 16 પોઈન્ટ છે.
રોનાલ્ડોએ સ્વીડનના સ્વેન રીડેલનો 9 વાર હેટ્રિક ગોલ કરવાનો રેકોર્ડ તોડ્યો છે. હવે રોનાલ્ડોની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 10 હેટ્રિક થઈ ગયા છે. તેણે 2019માં લિથુઆનિયા વિરૂદ્ધ રીડેલના 8 વારના હેટ્રિકની બરાબરી કરી હતી. વળી અત્યારસુધી કરિયરમાં તેણે 58મી વાર હેટ્રિક મારી છે.
રોનાલ્ડોને નામ સૌથી વધુ ગોલ
આના સિવાય લક્ઝમબર્ગ વિરૂદ્ધ 3 ગોલથી રોનાલ્ડોને નામ હવે 115 ઈન્ટરનેશનલ ગોલ થઈ ગયા છે. તે ઈન્ટરનેશનલ ફુટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી પણ છે. યૂરો કપ 2020 દરમિયાન તેણે ઈરાનના પૂર્વ ફુટબોલર અલી ડેઈના સૌથી વધુ ગોલ (109)ના રેકોર્ડની બરાબરી કરી હતી. ત્યારપછી સપ્ટેમ્બરમાં રિપલ્બિક ઓફ આયરલેન્ડ વિરૂદ્ધ મેચમાં 2 ગોલ કરી ડેઈનો રેકોર્ડ તોડ્યો હતો.
રોનાલ્ડોએ પહેલા 2 ગોલ પેનલ્ટીમાં માર્યા
રોનાલ્ડોએ લક્ઝમબર્ગ વિરૂદ્ધ પોતાના 3 ગોલમાં 2 પહેલા હાફમાં કર્યા હતા. પહેલો ગોલ તેણે મેચમાં 8મી મિનિટમાં મળેલી પેનલ્ટીમાં માર્યો હતો. વળી મેચની 17મી મિનિટમાં બ્રૂનો ફર્નાંડીઝે ગોલ કરી પોર્ટુગલના હાફ ટાઈમ સુધી 3-0થી આગળ કરી દીધું હતું.
ત્રીજો ગોલ હેડરથી કર્યો
રોનાલ્ડોએ ત્રીજો ગોલ મેચની 87મી મિનિટમાં હેડર દ્વારા કર્યો અને પોર્ટુગલને 5-0થી જીત અપાવી હતી. આની પહેલા મેચમાં 69મી મિનિટમાં જોઆઓ પાલિન્હાએ ટીમ માટે ગોલ કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.