• Gujarati News
  • Sports
  • Corona's Outburst In China Will Change The Dates Of The Asian Games; Planning Was To Take Place From 10 25 September

એશિયન ગેમ્સને કોરોનાનું ગ્રહણ:ચીનમાં કોરોનાના પ્રકોપના કારણે એશિયન ગેમ્સની તારીખોમાં ફેરફાર થશે; 10-25 સપ્ટેમ્બર સુધી થવાનું હતું આયોજન

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાંગઝોઉ સ્ટેડિયમ- ફાઈલ ફોટો - Divya Bhaskar
હાંગઝોઉ સ્ટેડિયમ- ફાઈલ ફોટો

ચીનમાં કોરોનાના વધતા જતા કેસને જોતા આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સને સ્થગિત કરી દેવામાં આવી છે. એશિયા ઓલિમ્પિક કાઉન્સિલે કહ્યું કે એશિયન ગેમ્સની તારીખ બદલી શકાય છે. આ આગળ ક્યારે થશે તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. એશિયન ગેમ્સ 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ચીનના શિનજિયાંગ પ્રાંતના હાંગઝોઉ સહિત પાંચ શહેરોમાં યોજાવાની હતી.

ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. 26 શહેરોમાં લોકડાઉન છે. 21 કરોડની વસતિ ઘરોમાં કેદ છે. ઝિજિંગયાન, જિલિન, શાંઘાઈ, બીજીંગ સહિત 8 પ્રાંતોમાં લગભગ બે મહિનાથી શાળાઓ બંધ છે. ઓમિક્રોન વાઈરસના કારણે સંક્રમણના કેસ અહીં ઓછા નથી થઈ રહ્યા.

40 સ્પોર્ટ્સમાં 61 ઈવેન્ટ્સ
અહીં મલ્ટી-સ્પોર્ટિંગ ઈવેન્ટમાં કુલ 40 સ્પોર્ટ્સમાં 61 ઈવેન્ટ્સ થવાની હતી. જેમાં સ્વિમિંગ, તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, ઘોડેસવારી, ફેન્સીંગ, ફૂટબોલ, હોકી, જુડો, કબડ્ડી અને ઓલિમ્પિકમાં રમાતી અન્ય રમતોનો સમાવેશ થાય છે.

ગોંગશુનો કૈનાલ સ્પોર્ટ પાર્ક, જ્યા એશિયન ગેમ્સ દરમિયાન જિમ્નાસ્ટિકની ઈવેન્ટ યોજાવાની હતી
ગોંગશુનો કૈનાલ સ્પોર્ટ પાર્ક, જ્યા એશિયન ગેમ્સ દરમિયાન જિમ્નાસ્ટિકની ઈવેન્ટ યોજાવાની હતી

T20ની 11 વર્ષ બાદ વાપસી
આ વખતના એશિયન ગેમ્સમાં 11 વર્ષ બાદ ટી-20ની વાપસી થવાની હતી.

ચીનમાં કોરોનાને કારણે ઘણી ઈવેન્ટ્સ રદ્દ કરવામાં આવી
ચીનમાં કોરોનાને કારણે ઘણી ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ સ્પર્ધાઓ રદ્દ કરવામાં આવી છે. 2022ની પેરાલિમ્પિક અને વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ પણ કડક નિયમો અને નિયંત્રણો વચ્ચે બંધ બારણે યોજાઈ હતી.

ભારતે 1990 સિવાય દરેક વખતે ગોલ્ડ મેડલ જીત્યા ભારતે 1990 સિવાય દરેક એશિયન ગેમ્સમાં ઓછામાં ઓછો એક ગોલ્ડ મેડલ જીત્યો છે. તે જ સમયે, તે હંમેશા મેડલ ટેલીમાં ટોચના 10 દેશોમાં સામેલ છે. એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 139 ગોલ્ડ, 178 સિલ્વર અને 299 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

અન્ય સમાચારો પણ છે...