તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Corona's Fear: Premier League Club Won't Release Players From 26 Red listed Countries For World Cup Qualifiers

ભાસ્કર વિશેષ:કોરોનાનો ખોફ: પ્રીમિયર લીગ ક્લબ રેડ લિસ્ટમાં આવેલ 26 દેશના ખેલાડીઓને વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે રિલીઝ નહીં કરે

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિવરપૂલના સાલાહ, એલિસન, સિટીના જીસસ, યુનાઇટેડના કવાની ક્વોલિફાયર નહીં રમશે

ઇંગ્લિશ પ્રીમિયર લીગના બધા જ ક્લબે મળીને નિર્ણય કર્યો છે કે સપ્ટેમ્બરના આંતરરાષ્ટ્રીય બ્રેક દરમ્યાન એ ખેલાડીઓને રીલિઝ નહીં કરે, જેમણે રેટ લિસ્ટમાં આવેલ દેશોનો પ્રવાસ કરવાનો છે. બ્રિટનની સરકારે એ દેશોનો રેડ લિસ્ટમાં સમાવેશ કર્યો છે જ્યાં હજુ સુધી કોરોનાની સ્થિતિ હજુ પણ સારી નથી.

તે દેશોમાંથી પરત ફર્યા બાદ સખત ક્વોરન્ટાઇનમાંથી પસાર થવું પડશે. આ નિર્ણયની અસર વર્લ્ડ કપ ક્વોલિફાયર પર પડશે. પ્રીમિયર લીગના 19 ક્લબના 60 ખેલાડીઓને 26 રેડ લિસ્ટમાં આવેલ દેશમાં જઇને રમવાનું હતું. પ્રીમિયર લીગે કહ્યું કે આ નિર્ણય ફીફાના એ નિયમ પ્રમાણે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો ખેલાડીઓને વાપસી બાદ ક્વોરન્ટાઇનમાં રહેવું પડતું હોય તો ક્લબ તેને જવાથી રોકી શકે છે.

જો ખેલાડી પરત આવ્યા બાદ 10 દિવસ ક્વોરન્ટાઇન રહે છે તો લીગના પરિણામમાં તેની ઘણી અસર પડે છે. પ્રીમિયર લીગે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘જો રેડ લિસ્ટવાળા દેશમાંથી પરત આવ્યા બાદ ક્વોરન્ટાઇન થવાની આવશ્યકતા હોય છે તો તેનાથી ન માત્ર ખેલાડીઓની ફિટનેસ પર પ્રભાવ પાડશે, પણ તે બે પ્રીમિયર મેચ, યુએફાની મેચ અને ઈએફએલ કપના ત્રીજા રાઉન્ડમાં પણ ભાગ લઇ શકશે નહીં.’

રેડ લિસ્ટમાં આર્જેન્ટિના, બ્રાઝિલની સાથે દ. અમેરિકાના દેશ, મિસ્ત્ર, મેક્સિકો અને તુર્કી પણ છે. આ નિર્ણય લિવરપુલના એલિસન અને રોબર્ટો ફરમિનો (બ્રાઝિલ) અને મોહમ્મદ સાલાહ (મિસ્ત્ર) જેવા ખેલાડીઓને પ્રભાવિત કરશે. માનચેસ્ટર સિટીના બ્રાઝિલના સ્ટાર ફર્નાડિન્હો, એડર્સન અને ગેબ્રિયલ જીસસ જ્યારે માનચેસ્ટર યુનાઇટેડના ઉરુગ્વેના સ્ટ્રાઇકર એડિનસન કવાની પણ પોતાના દેશ માટે નહીં રમી શકે.

અન્ય સમાચારો પણ છે...