• Gujarati News
  • Sports
  • Corona Crisis | Chelsea Football Club 4 Players Infected Including Romelu Lukaku

પ્રીમિયર લીગ:ચેલ્સી ફુટબોલ ક્લબના ખેલાડી સામે કોરોનાનું સંકટ, રોમેલૂ લુકાકૂ સહિત 4 ખેલાડી સંક્રમિત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રીમિયર લીગમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેને ટીમની ચિંતામાં વધારો કર્યો છે. ચેલ્સી ફુટબોલ ક્લબના મુખ્ય કોચ અને મેનેજર થોમસ ટૂચેલે એવરટન વિરૂદ્ધ મેચ પહેલા ચાર ખેલાડી સંક્રમિત મળી આવ્યા છે. થોમસે એવરટન વિરૂદ્ધ મેચ પહેલા જણાવ્યું હતું કે રોમેલુ લુકાકુ અને કોલૂમ હડસન ઓડોઈ સંક્રમિત થતા મેદાનમાં રમવા ઉતરશે નહીં.

કોચે જણાવ્યું હતું કે કેટલાક ખેલાડી અસ્વસ્થ હોવાથી પ્રેક્ટિસ સેશનમાં સામેલ થઈ શક્યા નહોતા. જેથી અમે લંચ પહેલા તેમના ટેસ્ટ કરાવ્યા હતા અને જેના RT-PCR રિઝલ્ટમાં તેઓ પોઝિટિવ જણાયા છે. જોકે ત્યારપછી કોચે વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે ઘણા મેચ વિનર્સ છે તેથી અમે મેચ રમવા તેમની સાથે ઉતરીશું. થોમસે વધુમાં જણાવ્યું કે ખેલાડી સતત ડોકટરની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...