તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Copa America Final Argentina Vs Brazil 2021 LIVE Update; Lionel Messi Neymar | Brazil (BRA) Vs Argentina (ARG) Latest Scores

મેસ્સીનું સપનું પૂરુ:1993 પછી આર્જેન્ટીનાએ કોપા અમેરિકા ટૂર્નામેન્ટ જીતી; મેસ્સીનું આ પહેલું ઇન્ટરનેશનલ ટાઇટલ, એન્જલે વિનિંગ ગોલ કર્યો

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇંગ્લિશમાં કોપા અમેરિકાનો અર્થ 'અમેરિકન કપ' થાય છે

લિયોનલ મેસ્સીની ટીમ આર્જેન્ટીનાએ કોપા અમેરિકા 2021નું ટાઇટલ જીતી લીધું છે. ફાઇનલમાં આર્જેન્ટીનાની ટીમે 1-0થી બ્રાઝિલને હરાવ્યું. ટીમ લગભગ 28 વર્ષ પછી ચેમ્પિયન બની છે. આર્જેન્ટીનાએ છેલ્લી ટૂર્નામેન્ટ 1993માં જીતી હતી. સ્ટાર સ્ટ્રાઇકર મેસ્સીની કેપ્ટનશિપમાં આર્જેન્ટીના પહેલી વાર ચેમ્પિયન બન્યું છે. આ મેસ્સીની પહેલી ઈન્ટરનેશનલ ટ્રોફી છે. એન્જલ ડિ મારિયાએ 22મી મિનિટમાં મેચનો એકમાત્ર ગોલ કર્યો હતો.

1993 પછી આર્જેન્ટીનાની ટીમ 4 વાર કોપા અમેરિકાની ફાઇનલ અને 1 વાર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી. મેસ્સીનો આ પહેલો મેજર ટૂર્નામેન્ટ (વર્લ્ડ કપ/કોપા અમેરિકા) કપ પણ છે. બ્રાઝીલ 9 વાર કોપા અમેરિકા કપ જીતી ચૂકી છે. આ ટીમે ગત 2019માં કોપા અમેરિકાનું ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં વિશ્વના 2 બેસ્ટ ફોરવર્ડ નેમાર અને મેસ્સી સામ-સામે હતા.

60% બોલ પઝેશન હોવા છતાં બ્રાઝીલની ટીમ હારી
બ્રાઝીલ અને આર્જેન્ટીના વચ્ચે રસપ્રદ મેચ રમાઈ હતી. આર્જેન્ટીનાનો સ્ટાર સ્ટ્રાઇકર એન્જલ બનીને સામે આવ્યો, એણે 21મી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી.

બ્રાઝીલ પણ બીજા હાફમાં આર્જેન્ટીનાને કાઉન્ટર કરી રહ્યું હતું. બ્રાઝીલ પાસે 60% બોલ પઝેશન રહ્યું, પરંતુ એકપણ ગોલ કરી શક્યું નહતું. આર્જેન્ટીના પાસે માત્ર 40% બોલ પઝેશન હતું.

કોપા અમેરિકા ટૂર્નામેન્ટનો ઇતિહાસ
કોપા અમેરિકાને COMMEBOL કોપા અમેરિકા પણ કહેવાય છે. ઇંગ્લિશમાં કોપા અમેરિકાનો અર્થ 'અમેરિકન કપ' થાય છે. 1975 સુધી આજે દક્ષિણ અમેરિકી ટીમો વચ્ચે રમાય છે.

1990 પછી આમા ઉત્તર અમેરિકાની ટીમો પણ ભાગ લઈ રહી હતી. આ વિશ્વની સૌથી જૂની ફુટબોલ ટૂર્નામેન્ટ છે. આની શરૂઆત 1910થી થઈ હતી. આ વર્લ્ડ કપ અને યૂરો કપ પછી ત્રીજી સૌથી વધુ લોકપ્રિય ફુટબોલ ટૂર્નામેન્ટ છે.

આ વર્ષે ટૂર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો
કોપા અમેરિકા 2021માં 10 ટીમોએ ભાગ લીધો હતો. આર્જેન્ટીનાએ ઉરુગ્વેના સૌથી વધુ 15 વાર ટાઇટલ જીતવાનો રેકોર્ડની બરાબરી કરી. બંને ટીમોએ 15 વાર આ ટાઇટલ પોતાને નામ કર્યું છે. બ્રાઝીલની ટીમ 9 અને પેરાગ્વે, ચિલી અને પેરુની ટીમ 2-2 વાર ટાઇટલ જીતી ચૂકી છે.

બ્રાઝીલ-આર્જેન્ટીનાની સ્પાર્ધા 100 વર્ષ જૂની છે
બ્રાઝીલ અને આર્જેન્ટીના વચ્ચેની મેચ, ઇન્ટરનેશનલ ફુટબોલમાં 'કાંટે કી ટક્કરનો મહાસંગ્રામ' તરીકે ફેમસ છે. આને ફુટબોલની ઈન્ડિયા V/S પાકિસ્તાનની મેચ તરીકે જોવાય છે તો બીજી બાજુ 'લા લીગા'માં રિયલ મેડ્રિડ અને બાર્સેલોના (એલ-ક્લાસિકો)ની મેચ સાથે સરખાવાય છે.

આ બંને દેશો વચ્ચે સ્પર્ધા 100 વર્ષ જૂની છે. બંને ટીમો વચ્ચે 112 મેચ રમાઈ છે. જેમાં બ્રાઝીલે 46 અને આર્જેન્ટીનાએ 41 મેચ જીતી છે. જેમાંથી 25 ડ્રો રહી છે.

બ્રાઝીલ-આર્જેન્ટીનામાં વિશ્વના પ્રખ્યાત ફુટબોલર્સ
બ્રાઝીલ અને આર્જેન્ટીનાને વિશ્વને આક્રમક અને ટેલેન્ટેડ ફુટબોલર ગિફ્ટ આપ્યા છે. જેમાં પેલે, મેરાડોના, મેસ્સી, ફર્નાંડો રેડોંડો, ગેબ્રિયલ બટિસ્તુતા, ગારિન્ચા, ઝિકો, રોમારિયો, રૉબર્ટો કાર્લોસ, રોનાલ્ડો, રિવાલ્ડો, રોનાલ્ડિન્હો, કાકા અને નેમાર સહિત ઘણા ખેલાડી સામેલ છે.

મેસ્સીએ 16 વર્ષના કરિયરમાં પહેલી ટ્રોફી જીતી
34 વર્ષીય મેસ્સીએ તેના અત્યારસુધીના કરિયરમાં 10 લા લીગા, 4 UEFA ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતી ચૂક્યો છે. આની સાથે તે 6 વાર તે બેલોન ડિ'ઓરનો વિજેતા પણ છે. હવે તેને નામ કોપા અમેરિકાના રૂકમાં ઇન્ટરનેશનલ ટ્રોફી પણ છે. 2005માં આર્જેન્ટીના ટીમ તરફથી ડેબ્યૂ કર્યા પછી અત્યારસુધી 4 વર્લ્ડ કપ અને 6 કોપા અમેરિકા ટૂર્નામેન્ટ રમી ચૂક્યા છે. 2015 અને 2016 કોપા અમેરિકામાં આર્જેન્ટીનાની ટીમ તેમની કેપ્ટનશિપમાં ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ બંને મેચોમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

કોપા અમેરિકામાં સૌથી વધુ મેચ રમનાર પ્લેયર મેસ્સી
મેસ્સી સૌથી વધુ 6 કોપા અમેરિકા ટૂર્નામેન્ટ રમનાર ખેલાડી પણ છે. તેણે અત્યારસુધી કોપા અમેરિકામાં 34 મેચ રમી છે. તેમણે ચિલીના સર્જિયો લિવિંગસ્ટોનની આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 34 મેચ રમવાના રેકોર્ડની બરાબરી કરી છે. આ ટૂર્નામેન્ટમાં મેસ્સીએ 13 ગોલ કર્યા છે. આ કેસમાં તે ચોથા ક્રમાંક પર છે. મેસ્સીનાં નામે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ આસિસ્ટ કરવાનો રેકોર્ડ પણ છે.

તેમણે 2007થી અત્યારસુધી કુલ 17 ગોલ આસિસ્ટ કર્યા છે. આ વર્ષે અત્યારસુધી તેણે ટૂર્નામેન્ટમાં 5 આસિસ્ટ કર્યા છે. મેસ્સીએ કોપા અમેરિકામાં ફ્રી-કિક પર સૌથી વધુ 4 ગોલ કર્યા છે. આની સાથે જ સૌથી વધુ 14 વાર મેન ઓફ ધ મેચનું ટાઇટલ પણ જીત્યું છે.

બ્રાઝીલ અને આર્જેન્ટીનાની ફાઇનલ સુધીની સફર

  • બ્રાઝીલે ટૂર્નામેન્ટની શરૂઆત ગ્રુપ સ્ટેજમાં વેનેઝુએલા સામે 3-0 અને પેરૂ સામે 4-0થી મેચ જીતી હતી.
  • બ્રાઝીલે ત્યારપછી કોલંબિયાને 2-1થી હરાવ્યું હતું. વળીં, ઇક્વાડોર સામે બ્રાઝીલને લાસ્ટ ગ્રુપ મેચમાં ડ્રોથી સંતુષ્ટ થવું પડ્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં ટીમે ચિલીને 1-0 અને સેમીફાઇનલમાં પેરૂને 1-0થી હરાવ્યું હતું.

આર્જેન્ટીનાએ ટૂર્નામેન્ટની શરૂઆત ચિલી સામે જીત મેળવીને કરી હતી.

  • ગ્રુપ સ્ટેજમાં જ તેણે ઉરુગ્વેને 1-0, પેરાગ્વેને 1-0 અને બોલીવિયાને 4-1થી હરાવ્યું હતું.
  • ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટીનાએ ઇક્વાડોરને 3-0થી હરાવ્યું હતું.
  • કોલંબિયા સામે સેમીફાઇનલ મેચ ફુલ ટાઇમ સુધી 1-1થી ડ્રો રહી. પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીનાએ તેને 3-2થી હરાવ્યું.
અન્ય સમાચારો પણ છે...