તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફૂટબોલ:રોમાના મોરિન્હોની મેનેજર તરીકે 1000 મેચ પૂરી

રોમ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોમાએ સસુઓલોને 2-1થી હરાવી

ઈટાલિયન ફૂટબોલ લીગ સીરી-એમાં રોમાએ સસુઓલોને 2-1થી હરાવી. રોમા માટે બ્રાયન ક્રિસ્ટેન્ટે 37મી અને સ્ટીફન એલ શરાવીએ ઈન્જરી ટાઈમ (90+2)માં ગોલ કર્યા. સસુઓલો માટે ફિલિપ ડુરિસિચે 57મી મિનિટે ગોલ કર્યો હતો. મેનેજર તરીકે રોમાના જોન્સ મોરિન્હોની આ 1000મી મેચ હતી. જેમાંથી તેમણે 640 જીતી છે અને માત્ર 158માં પરાજયનો સામનો કર્યો છે.

204 મેચ ડ્રો રહી છે. 58 વર્ષના મોરિન્હોએ 2000માં બેનફિકા માટે કોચિંગ ડેબ્યૂ કર્યું હતું. તેઓ ચેલ્સી, ઈન્ટર મિલાન, માનચેસ્ટર યુનાઈટેડ અને રિયલ મેડ્રિડ જેવી મોટી ક્લબના મેનેજર રહી ચુક્યા છે. 2004માં તેમના કોચિંગમાં પોર્ટુગલની ક્લબ પોર્ટોએ ચેમ્પિયન્સ લીગ જીતી હતી.

બીજી એક મેચમાં એસી મિલાને લાજિયોને 2-0થી હરાવી. રાફેલ લિયોએ 45મી અને ઈબ્રાહિમોવિચે 66મી મિનિટે ગોલ કર્યો હતો. 39 વર્ષના ઈબ્રાહિમોવિચે સળંગ 24મી સિઝનમાં ગોલ કર્યો છે. ઈન્ટર મિલાને અત્યાર સુધી રમેલી ત્રણેય મેચ જીતી છે.

રિયલ મેડ્રિડે સેન્ટિયાગો બર્નબ્યૂ પર વિજય સાથે વાપસી કરી
સ્પેનિશ ફૂટબોલ લીગ લા લિગામાં રિયલ મેડ્રિડના કરીમ બેન્જેમાની હેટ્રિકની મદદથી સેલ્ટા વિગોને 5-2થી હરાવી. આ મેચ રિયલના ઘરેલુ મેદાન સેન્ટિયાગો બર્નબ્યૂ પર રમાઈ હતી. રી-મોડલિંગને કારણે ગયા વર્ષે માર્ચ પછી અહીં મેચ યોજાઈ ન હતી. ટીમ પોતાના ટ્રેનિંગ સેન્ટર ખાતેના અલ્ફ્રેડો ડિ સ્ટેફાનો સ્ટેડિયમમાં ઘરેલુ મેચ રમતી હતી. આ જીત પછી મેડ્રિડના 4 મેચમાં 10 પોઈન્ટ થયા છે અને ટીમ ટેબલમાં ટોપ પર પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...