• Gujarati News
  • Sports
  • Commonwealth Games Nine Day LIVE India Medals Updates; Priyanka Dhillon Vinesh Phogat Amit Panghal PV Sindhu

કોમનવેલ્થ ગેમ્સનો નવમો દિવસ:કુસ્તીમાં ભારતની કમાલ; નવીન કુમારે પાકિસ્તાનના પહેલવાનને પરાજય આપી ફાઈનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

2 દિવસ પહેલા

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં નવમા દિવસ માટે વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. નવીન કુમારે ભારતને કુશ્તીમાં છઠ્ઠો મેડલ અપાવ્યો છે. તેણે 74 કિગ્રા વેટ કેટેગરીમાં પાકિસ્તાનના મોહમ્મદ તાહિરને 9-0થી પરાજય આપ્યો હતો. ભારતનો આ કોમનવેલ્થમાં 34મો મેડલ છે.

વિનેશ ફોગાટે કોંમનવેલ્થમાં સતત ત્રીજો ગોલ્ડ જીત્યો

વિનેશ ફોગાટે વિમેન્સ 50 કિગ્રા કેટેગરીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ કુશ્તીમાં ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ છે. વિનેશે કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજો ગોલ્ડ જીત્યો છે. તેણે ફાઈનલમાં શ્રીલંકાની ચામુંડ્યા કેસાનીને 4-0થી હરાવી હતી. તે અગાઉ 2014 અને 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી ચૂકી છે.

રવિ દહિયાએ જીત્યો ગોલ્ડ

પહેલવાન રવિ દહિયાએ ભારત માટે 10મો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમણે 57 KG વેટ કેટેગરીમાં નાઈઝીરિયાના પહેલવાન ઈ વેલ્સનને ફાઈનલમાં 10-0થી પરાજય આપ્યો. આ સાથે કુસ્તીમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. આ અગાઉ રવિએ પાકિસ્તાનના અસદ અલીને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. તેમણે 14-4થી સ્પર્ધામાં જીત મેળવી હતી. જ્યારે રવિએ 1 મિનિટ 14 સેકન્ડમાં ન્યૂઝીલેન્ડના પહેલવાન સૂરજને 10-0થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં જીત મેળવી હતી.

પૂજાએ જીત્યો બ્રોન્ઝ
પૂજા ગેહલોતે 50 કિગ્રા વેટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણએ સ્કોટલેન્ડની ક્રિસ્ટિલે લેમોફૈકને 12-2થી પરાજય આપ્યો હતો.

જૈસ્મિને બોક્સિંગમાં જીત્યો બ્રોન્ઝ
જૈસ્મિને બોક્સિંગમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. વિમેન્સ બોક્સિંગમાં 60 કિગ્રા વેટ કેટેગરીમાં જૈસ્મિને ઇંગ્લેન્ડની પૈજ રિચર્ડસન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેને બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને 4 રનોથી પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર વિમેન્સ ક્રિકેટને સામેલ કરવામાં આવ્યુ છે અને પહેલા જ પ્રયાસમાં ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી છે.

કુશ્તીબાજ રવિ દહિયાએ પાકિસ્તાનના અસદ અલીને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવી લીધુ છે. તેણે 14-4થી મેચ જીતી લીધો હતો. આ સાથે જ ભારતે વધુ એક મેડલ પાક્કો કરી લીધો છે. અગાઉ રવિ દહિયાએ સેમિફાઈનલમાં 1 મીનીટ અને 14 સેકેંડ્સની અંદર ન્યૂઝીલેન્ડના સૂરજને 10-0થી હાર આપી હતી.

પીવી સિંધુ સેમિફાઈનલમાં

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ વિમેન્સ સિંગલ્સના સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે મલેશિયાની જિન વીને 19-21, 21-14, 21-18થી હાર આપી હતી.

ટેબલ ટેનિસ: ભારતે વધુ એક મેડલ કર્યો પાક્કો
ટેબલ ટેનિસમાં ભારતે વધુ એક મેડલ નક્કી કરી લીધો છે. થરથ કમલ અને જી સાથિયાનની જોડીએ ઓસ્ટ્રેલિયાની નિકોલસ લૂમ અને ફિન લૂની જોડીને 8-11, 11-9, 10-12, 11-1, 11-8થી પરાજય આપીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

વિમેન્સ 10 હજાર મીટર વોક રેસમાં સિલ્વર મેડલ

પ્રિયંકા ગોસ્વામીએ ભારત માટે દિવસનો પહેલો મેડલ જીતી લીધો છે. તેણે વિમેન્સ 10 હજાર મીટર વોક રેસમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. પ્રિયંકાએ 43.38 મિનિટમાં તેની રેસ પૂરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાની જેમિમાએ 42.34 મિનિટમાં ગોલ્ડ પોતાના નામે કરી લીધો છે. કેન્યાની એમિલીએ 43.50.86 મિનિટમાં રેસ પૂરી કરીને ત્રીજા સ્થાને રહ્યા છે. દિવસનો બીજો મેડલ પુરુષોમાં 3000 મીટર સ્ટીપલચેજમાં અવિનાશ સાબલેએ સિલ્વર મેડલ જીતી લીધો છે. તેમણે તેમની રેસ 8.11.20 મિનિટમાં પૂરી કરી દીધી છે. તે સાથે તેમણે ત્રણ હજાર મીટર રેસમાં નેશનલ રેકોર્ડ પણ કર્યો છે. અવિનાશ ગોલ્ડ જીતનાક કેન્યાના અબ્રાહમ કિબિવોટથી 0.5 સેકન્ડ પાછળ રહ્યા.

રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર જીત્યો હતો.
રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર જીત્યો હતો.

રેસલિંગ: નવીનને મેડલ કર્યો પાક્કો, રવિ દહિયા, વિનેશ ફોગાટ સેમિફાઈનલમાં
મેન્સ ફ્રી સ્ટાઈલ રેસલિંગના 74 કિગ્રા કેટેગરીમાં નવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડની ચાર્લી બાઉલિંગને 12-1થી પરાજય આપ્યો હતો. આ સાથે જ રેસલિંગમાં ભારતે વધુ એક મેડલ પાક્કો કરી લીધો છે. તો વિનેશ ફોગાટ અને પૂજા સિહાગે પણ સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. ક્વાર્ટર ફાઈનલમાં વિનેશે નાઈઝીરીયાની મર્સી એડેકુઆરાને 6-0થી પરાજય આપ્યો હતો.

10 હજાર મીટર વૉક રેસમાં સિલ્વર મેડલ જીત્યા પછી પ્રિયંકા આ અંદાજમાં નજર આવી હતી.
10 હજાર મીટર વૉક રેસમાં સિલ્વર મેડલ જીત્યા પછી પ્રિયંકા આ અંદાજમાં નજર આવી હતી.

બોક્સિંગ: અમિત, નીતૂએ જીત્યા મેચ
અમિત પંઘાલે બોક્સિંગના મેન્સમાં 51 કિગ્રા કેટેગરીમાં ઝામ્બિયાના પેટ્રિક ચિનેયમ્બાને 5-0થા હરાવ્યો હતો. આ સાથે જ તેણે ફાઈનલમાં સ્થાન મેળવી લઈને ભારત માટે વધુ એક મેડલ પાક્કો કરી લીધો હતો. તો નીતૂએ બોક્સિંગની વિમેન્સમાં 48 કિગ્રા વેટ કેટેગરીમાં કેનેડાની પ્રિયંકા ઢિલ્લોનને સેમિફાઈનલમાં 5-0થી પરાજય આપ્યો હતો.

અમિત પંઘાલે 5-0થી પરાજય આપીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
અમિત પંઘાલે 5-0થી પરાજય આપીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
નીતૂની સામે કેનેડાની પ્રિયંકા ઢિલ્લોનને આસાનીથી હરાવી હતી.
નીતૂની સામે કેનેડાની પ્રિયંકા ઢિલ્લોનને આસાનીથી હરાવી હતી.

ટેબલ ટેનિસના સેમિફાઈનલમાં પહોંચ્યો શરથ કમલ
શરથ કમલ ટેબલ ટેનિસના મેન્સ સિંગલ્સના સેમિફાઈનલમાં પહોંચી ગયો છે. તેણે સિંગાપોરના આઈજૈકને 4-0થી પરાજય આપ્યો હતો. શરથે આ મેચ 11-6, 11-7, 11-4, 11-7થી જીતી લીધો હતો.

સાંજે 4.30 વાગે બેડમિંટનની વિમેન્સ સિંગલની ક્વાર્ટર ફાઈનલમાં પીવી સિંધુની મેચ શરૂ થશે. મેન્સ ફ્રીસ્ટાઈલ રેસલિંગની 57 Kg વેટ કેટેગરીમાં ક્વાર્ટરફાઈનલ મેચ રમવા રવિ દહિયા બપોરે 3 વાગે મેદાનમાં ઉતરશે. બપોરે 3.30 લવાગે મેન્સમાં 51Kg કેટેગરીમાં સ્ટાર બોક્સર અમિત પંઘાલ પેટ્રિક ચિનેયમ્બા સામે સેમી ફાઈનલ મેચમાં ઉતરશે.

સાંજે 7 વાગ્યાથી બોક્સિંગમાં 50KG (લાઈટ ફ્લાય)માં નિખત જરીન અને સવન્ના અલ્ફિયા આમને-સામને રહેશે. નિખત આજે સેમીફાઈનલ જીતીને ગોલ્ડ તરફ આગળ વધે તેવી શક્યતા છે. રાતે 8 વાગ્યાથી બોક્સિંગમાં 60Kg લાઈટ ફ્લાયવેટ જેસ્મીન અને જેમ્મા પેગની વચ્ચે મેચ થશે. રાતે 9.30 વાગે રેસલિંગ વિમેન્સ ફ્રી સ્ટાઈલ 53kG કેટેગરીમાં નોર્ડિક સિસ્ટમમાં વિનેશ ફોગાટ અને ચામોડ્યા કેશાનીનો મુકાબલો થશે.

અન્ય સમાચારો પણ છે...