તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Clay King World No. 1 Is A Semi final Like The Final Two Days Before The Final

ન્યુયોર્ક ટાઈમ્સમાંથી....:ક્લે કિંગ વર્લ્ડ નંબર 1 એટલે ફાઇનલના બે દિવસ પહેલાં ફાઇનલ જેવી સેમિ ફાઇનલ

પેરિસ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફ્રેન્ચ ઓપન: જોકોવિચ અને નડાલ વચ્ચે થશે પુરુષ સિંગલ્સની સેમી ફાઇનલ મેચ

જેવી રીતે નક્કી હતું, એમ ફ્રેન્ચ ઓપનમાં નડાલ vs જોકોવિચ વચ્ચે મેચ જોવા મળશે. પણ એક રાઉન્ડ પહેલા જ એટલે સેમી ફાઇનલમાં જોવા મળશે. શુક્રવારે વર્લ્ડ નંબર 1 નોવાક જોકોવિચ અને ક્લે કિંગ રાફેલ નડાલ સામ સામે આવશે. આ ફાઇનલના બે દિવસ પહેલા ફાઇનલ જેવી સેમી ફાઇનલ રહેશે.

13 વારની ચેમ્પિયન નડાલ તેના મેદાન પરના હરીફ જોકોવિચથી 26 દિવસ બાદ બીજીવાર સામે ટકરાશે. તે 16 મેના રોજ ઇટાલિયન ઓપનની ફાઇનલમાં જોકોવિચને હરાવીને 10મીવાર ચેમ્પિયન બન્યો હતો. જોકોવિચ અને નડાલ બંને બુધવારે પોત પોતાની મેચ ચાર સેટથી જીતી. નડાલથી હારનાર શ્વાર્ટજમેને કહ્યું કે આવનારી મેચ ઘમી સ્પેશિયલ થવાની છે. બધા આ મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. બધા જ તેને જોવા માંગે છે.

અમે એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ. બધાને ખ્યાલ છે કે આ પ્રકારની મેચ કઇ પણ થઇ શકે છે. - નડાલ, સ્પેન

અહિયા નડાલ સામે રમવું સૌથી મોટો પડકાર છે. દરેક સમયે વધુ પડતો તણાવ અને આશા હોય છે.- જોકોવિચ, સર્બિયા

અન્ય સમાચારો પણ છે...