• Gujarati News
  • Sports
  • Clash Between The Two Teams In The Asian Champions Trophy, India Leading 1 0; Pakistan At Number Four

ભારતે ક્રિકેટનો બદલો હોકીમાં લીધો:પાકિસ્તાનને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં 3-1થી હરાવ્યું, હરમનપ્રીતે 2 ગોલ કરી PAK ટીમને હંફાવી દીધી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ 3-1થી જીતી લીધી છે. આ સાથે ભારતીય હોકી ટીમે ક્રિકેટ જગતના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. ભારત માટે બે ગોલ કરનાર હરમનપ્રીત સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત સાથે ભારતના 7 પોઈન્ટ થઈ ગયા છે. તેવામાં આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે. જોકે હજુ પાકિસ્તાનની ટીમ પણ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. કારણ કે આ ટુર્નામેન્ટમાં માત્ર 5 ટીમો જ રમી રહી છે.

હરમનપ્રીતનું શાનદાર પ્રદર્શન
મેચના પહેલા અને ચોથા ક્વાર્ટરમાં ભારત માટે હરમનપ્રીત સિંહે બે શાનદાર ગોલ કર્યા હતા. તે જ સમયે, પાકિસ્તાન માટે એકમાત્ર ગોલ જુનૈદ મંજૂરે કર્યો હતો. મેચમાં ભારત માટે બીજો ગોલ આકાશદીપ સિંહે કર્યો હતો.

  • પહેલા ક્વાર્ટરમાં ભારત 1-0થી આગળ હતું.
  • બીજા ક્વાર્ટરમાં પણ ભારતીય ટીમ ગોલ કરવા માટે સતત આક્રમણ કરી રહી હતી, પરંતુ પાકિસ્તાનના ડિફેન્સે 3 શાનદાર ડિફેન્સ કર્યા હતા.
  • મેચમાં ભારત માટે બીજો ગોલ આકાશદીપ સિંહે કર્યો હતો.
  • ભારત માટે પહેલા ક્વાર્ટરમાં હરમનપ્રીત સિંહે પહેલો ગોલ કર્યો હતો. તેણે આ ગોલ પેનલ્ટી કોર્નરથી કર્યો હતો.

આ ટૂર્નામેન્ટમાં ભારતની શરૂઆત કઈ ખાસ રહી નહોતી. પહેલી મેચમાં કોરિયા વિરૂદ્ધ સ્કોર 2-2થી ડ્રો રહ્યો પરંતુ ત્યારપછી ઈન્ડિયન ટીમે શાનદાર ગેમ રમી બાંગ્લાદેશને 9-0થી માત આપી હતી.

2018માં બંને ટીમ સંયુક્ત વિજેતા રહી
મસ્કટમાં રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...