• Gujarati News
  • Sports
  • Chinese Tennis Star Shuai Denies Being Exploited, Questioning His Statement, WTA Says He Is Under Pressure From Government

ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:ચીનની ટેનિસ સ્ટાર શુઆઈએ શોષણ થયાનો ઈન્કાર કર્યો, તેના નિવેદન પર ઊઠ્યા સવાલ, ડબ્લ્યૂટીએ એ કહ્યું- તે સરકારના દબાણ હેઠળ છે

ન્યૂયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચીનની ટેનિસ સ્ટાર પેંગ શુઆઈ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ચીનની ટેનિસ સ્ટાર પેંગ શુઆઈ - ફાઇલ તસવીર
  • 35 વર્ષીય પેંગ શુઆઈએ સિંગાપોરના ચાઈનીઝ ભાષાના અખબારને ઈન્ટરવ્યૂ આપ્યો
  • અમારી પેંગ શુઆઈ અંગેની ચિંતા ઘટી નથી, અમે હજુ પણ તેની સાથે વાત કરી શક્યા નથીઃ ડબ્લ્યૂટીએ પ્રવક્તા

ચીનની ટેનિસ સ્ટાર પેંગ શુઆઈએ કોમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ નેતા પર લગાવેલા યૌન શોષણના આરોપ મામલે પલટી મારી છે. તેણે લગાવેલા આરોપને કારણે ઘણા સમયથી રમત જગતમાં તણાવનો માહોલ હતો. ઘણા દેશ વિન્ટર ઓલિમ્પિકના રાજકીય બહિષ્કારનો દાવો કરી ચૂક્યા છે.

પેંગે સિંગાપુરના એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તેના નિવેદનનો ખોટો અર્થ કઢાયો છે. આ સાથે તેણે કહ્યું કે- તે હંમેશાથી સ્વતંત્ર રહી છે. જોકે શુઆઈની પીછેહટથી સ્પષ્ટ છે કે તે દબાણ હેઠળ છે. તે પોતાની સુરક્ષા માટે આમ કરી રહી છે. તે ચીનના અધિકારીઓ દ્વારા ફેલાવાયેલા પ્રોપેગેન્ડાનો શિકાર બની છે. આ સંપૂર્ણ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે પેંગે સોશિયલ મીડિયા પર પૂર્વ નાયબ વડાપ્રધાન પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જે પછી તે ગુમ થઈ હતી.

ચીની ભાષાના સિંગાપુરના અખબાર લિયાન્હે જાઓબાઓને આપેલા ઈન્ટરવ્યૂમાં પેંગે કહ્યું કે,‘મે ક્યારેય નથી લખ્યું કે મારું યૌન શોષણ કરવામા આવ્યું હોય. બની શકે મારી પોસ્ટને કારણે ગેરસમજ થઈ હોય. હું ક્યારેય નજરકેદમાં નહોતી રહી. ન તો હું મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ નિવેદન આપી રહી છું. કોઈ મારી પર નજર કેમ રાખશે?’ હ્યૂમન રાઈટ્સ વોચના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર કેનેથ રોથે કહ્યું કે,‘પેંગ આ નિવેદનથી ચિંતામાં વધારો થયો છે. તે ચીનની સરકારના દબાણ હેઠળ છે.’ ડબ્લ્યૂટીએના ચીફ એક્ઝિક્યૂટિવ સાઈમન સહિતે આ નિવેદનને વિશ્વાસપાત્ર માન્યો નથી. તેમણે કહ્યું કે,‘અમે હજુ સુધી પેંગ સાથે વાત કરી શક્યા નથી. આ દેખાડો કરવાથી અમારી ચિંતા ઘટશે નહીં. તે સરકારના દબાણ હેઠળ બોલી રહી છે.’

અન્ય સમાચારો પણ છે...