સ્પોર્ટ્સમાં પણ શી જિનપિંગની તાનાશાહી:સરકારી અધિકારી સામે યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ પેંગ ગાયબ; હવે દબાણમાં આવી નિવેદન બદલ્યું

18 દિવસ પહેલા

ચીનની ટેનિસ સ્ટાર પેંગ શુઆઈએ થોડા સમય પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકારના એક ઉચ્ચ અધિકારી સામે સેક્સુઅલ અસોલ્ટનો આક્ષેપ કર્યો હતો. હવે એવુ અનુમાન લગાવાઈ રહ્યું છે કે ચીનની સરકારે તેના ઘટસ્ફોટની પહેલમાં અવરોધ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો છે અને બળજબરી પૂર્વક નિવેદન લેવાયું છે કે આ તમામ આક્ષેપ ખોટા અને પાયા વિહોણાં છે.

મહિલા ટેનિસ ફેડરેશનના વડાએ કહ્યું છે કે પેંગ શુઆઈએ પોતાની મરજીથી આ નિવેદન આપ્યું હોય એમ લાગી રહ્યું નથી. આ નિવેદન 'ઈ-મેલ' દ્વારા સામે આવ્યું છે, જ્યારે પેંગ હજુ પણ ગાયબ છે. ચીનના સત્તાવાર પ્રસારણકર્તા CGTNએ પેંગ દ્વારા લખાયેલો ઈ-મેલ જાહેર કર્યો છે. મેઇલ દ્વારા લખવામાં આવેલા પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે પેંગ શુઆઇ ગુમ અથવા અસુરક્ષિત નથી. મેલમાં કહેવામાં આવ્યું છે કે - હું અત્યારે ઘરે આરામ કરી રહી છું અને બધુ બરાબર છે.

આ મહિને, પેંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી, જેમાં કહ્યું હતું કે ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાને સતત ઇનકાર કરવા છતાં તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા. આ પોસ્ટને સરકારે સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી છે. ચીનના મીડિયામાં પણ આ સમાચારને દબાવવામાં આવ્યા હતા.

પેંગે કયા આક્ષેપો કર્યા?
35 વર્ષીય પેંગે લખ્યું કે, "ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય ઝેંગ ગાઓલીએ ત્રણ વર્ષ પહેલા સતત ઇનકાર કરવા છતાં મને શારિરીક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું." આ ઘટના સમયે તેની પત્ની દરવાજાની ચોકી કરી રહી હતી. સાત વર્ષ પહેલાં પણ તેણે મારી સાથે આવું જ કર્યું હતું.

પેંગ શુઆઈ ગાયબ છે!
આ ઘટનાના થોડા દિવસો બાદ તે પણ ગાયબ થઈ ગઈ હતી. જાપાની ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકાએ કહ્યું કે તે સાથી ખેલાડી પેંગ શુઈ વિશે સાંભળીને ચોંકી ગઈ છે. તેણે ટ્વિટર પર લખ્યું કે, 'મને ખબર નથી કે તમારી નજર સમાચાર પર છે કે નહીં, પરંતુ તાજેતરમાં મને એક સાથી ખેલાડી વિશે ખબર પડી જે તેની જાતીય સતામણીનો ખુલાસો કર્યા પછી તાત્કાલિક ધોરણે ગાયબ થઈ ગઈ હતી. આવી રીતે મહિલાનો અવાજ દબાવવો કોઈપણ કિંમતે યોગ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...