તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂટબોલ:AFC કપના શ્રેષ્ઠ 3 સ્ટ્રાઇકરોમાં છેત્રીના નામનો સમાવેશ

નવી દિલ્હીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુનિલ છેત્રીને 2013 બાદથી એએફસી કપની ચાર ટુર્નામેન્ટમાં કુલ 18 ગોલ કર્યા હતા

ભારતીય ફુટબોલ ટીમના સ્ટાર સુકાની સુનિલ છેત્રીને એશિયાઈ ફુટબોલ સંઘ કપમાં મહાદ્વિપના બીજી કક્ષાની ક્લબ ટુર્નામેન્ટ માટે ત્રણ સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઇકરોની પસંદગી માટે નામાંકન કરવામાં આવનાર 13 ખેલાડીઓમાં જગ્યા મળી છે. આ 13 ખેલાડીઓમાં ત્રણ વિજેતાઓનો નિર્ણય ચાહકોના મતદાનથી થશે. ભારતીય ફુટબોલ ટીમના સુકાની સુનિલ છેત્રીને 2013 બાદથી એએફસી કપના ચાર ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને તેણે આ સમય દરમ્યાન 18 ગોલ કર્યા હતા.

તેણે પહેલીવાર 2013 માં ચર્ચિલ બ્રધર્સ તરફથી એએફસી કપમાં ભાગ લીધો હતો. તે ત્યારબાદ 2016, 2017 અને 2018 માં બેગલુરૂ એફસી માટે મેદાન પર ઉતર્યો હતો. આ ટુર્નામેન્ટમાં તેની સૌથી મોટી ઉપ્લબદ્ધી 2016 એએફસી કપમાં બેંગલુરૂ એફસીની સુકાની કરતા ઉપ વિજેતા બન્યું હતું. ફાઇનલમાં તેણે એરફોર્સ ક્લબ ઓફ ઇરાકને હરાવ્યું હતું. એએફસીથી જાહેર કરેલ નિવેદન પ્રમાણે, હાલની આધુનિક ભારતીય રમતની પ્રતિષ્ઠિત વ્યક્તિ અને રાષ્ટ્રીય ટીમ માટે 72 ગોલ કરનાર સુનિલ છેત્રીને મહાદ્વીપીય ક્લબ મેચમાં પણ પોતાના પ્રદર્શનની સારી છાપ છોડી હતી.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ સક્રિય ફુટબોલ ખેલાડીઓમાં સુનિલ છેત્રીના નામે 72 ગોલ છે અને તે આ કેસમાં પોર્ટુગલના દિગ્ગજ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી બીજા સ્થાન પર છે. તેમના નિવેદનમાં લખાયું છે કે, ‘તેણે 2016 ની ફાઇનલ મેચમાં બેગલુરૂ એફસી ક્લબમાં સુકાની પદ સંભાળ્યું, તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ગત ચેમ્પિયન જોહર દારૂલ તાજીમ ટીમ સામે હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો