• Gujarati News
  • Sports
  • Chester FC Has A Stadium In 2 Countries, So The Match Had To Be Canceled Due To Different Covid Protocols Between The Two Countries.

સ્પોર્ટ્સનો સરહદ વિવાદ:બે દેશની સરહદ વચ્ચે સ્ટેડિયમ હોવાથી ફુટબોલ મેચ રદ, કયા દેશના કોવિડ પ્રોટોકોલ અનુસરવા મુદ્દે સસ્પેન્સ; જાણો સમગ્ર વિવાદ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયામાં એક એવું પણ ફુટબોલ સ્ટેડિયમ છે, જેનું ગ્રાઉન્ડ એક દેશમાં છે, જ્યારે પાર્કિંગ બીજા દેશમાં છે. અહીં અમે ઈંગ્લેન્ડની ફુટબોલ ક્લબ ચેસ્ટર એફસીના ડેવા સ્ટેડિયમની વાત કરી રહ્યા છીએ. જેનું મેદાન વેલ્સમાં છે જ્યારે પાર્કિંગ ઇંગ્લેન્ડમાં છે. જોકે આના કારણે કોરોના પ્રોટોકોલ વચ્ચે આ મેદાનામાં રમવું ખેલાડી માટે ચિંતાનો વિષય બની ગયું છે. કારણ કે તેના પાર્કિંગ સુધી ઇંગ્લેન્ડના કોવિડ નિયમો લાગૂ રહે છે જ્યારે સ્ટેડિયમમાં આવતા જ વેલ્સના નિયમો લાગૂ થઈ જાય છે. તો ચલો આપણે તાજેતરમાં સામે આવેલા આવા જ એક વિવાદ પર નજર ફેરવીએ...

ચેસ્ટર, એક સમયે ઇંગ્લિશ ફૂટબોલની ટોચની ટીમોમાંની એક ઇંગ્લેન્ડના છઠ્ઠા ટિયરમાં રમે છે. પરંતુ અત્યારે ચેસ્ટર FCને કોવિડ પ્રોટોકોલ ભંગના કારણે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.

ચેસ્ટર FC સામે વેલ્સના કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. ખરેખર, ચેસ્ટરે નવા વર્ષ દરમિયાન હોમ ગ્રાઉન્ડ પર બે મેચ રમી હતી. આ સમયે બે હજારથી વધુ ફેન્સ મેચ જોવા માટે પહોંચ્યા હતા. આ ઈંગ્લેન્ડના નિયમોને અનુરૂપ હતું, પરંતુ તે વેલ્સના નિયમોનું ઉલ્લંઘન સમાન રહ્યું છે કારણ કે ત્યાં ફક્ત 50 લોકો જ આઉટડોર ઈવેન્ટ્સમાં ભાગ લઈ શકે તેવો નિયમો હતા.

ચેસ્ટરને વિશ્વાસ નહોતો કે આ નિયમો તેના કેસમાં પણ લાગુ પડે છે. ચેસ્ટર વોલિયન્ટિયરના પ્રમુખ એન્ડ્ર્યુ મોરિસે કહ્યું હતું કે 'અમે એક ઇંગ્લિશ ક્લબ છીએ, જેનું સ્ટેડિયમ ઇંગ્લેન્ડ અને વેલ્સ બંનેને આવરી લે છે. અમે અંગ્રેજી ફૂટબોલ એસોસિએશનમાં નોંધાયેલા છીએ. જે જમીન પર સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે તે ઈંગ્લિશ કાઉન્સિલ હેઠળ છે. અમે ઈંગ્લેન્ડ અને તેની પોલીસના શાસન હેઠળ છીએ.’ પરંતુ વેલ્સની સત્તાવાર કમિટિને તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. એક સરકારી પ્રતિનિધિએ કહ્યું, 'ચેસ્ટર ફૂટબોલ ક્લબનું સ્ટેડિયમ વેલ્સમાં છે, તેથી વેલ્સના નિયમો ત્યાં લાગુ થાય છે.' આ કારણે ચેસ્ટરને તેની મેચ આ સપ્તાહના અંત સુધી સ્થગિત કરવી પડી હતી. જેથી અત્યારે તેઓ આ કેસના સમાધાન માટે કાયદાકીય સલાહ લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...