આઇપીએલ ક્વોલિફાયર-1 / ચેન્નાઇ સુપરકિંગ્સને 6 વિકેટે હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ પાંચમી વાર ફાઇનલમાં પહોંચ્યું

Chennai Super Kings won the toss and opted to bat against Mumbai Indians
Chennai Super Kings won the toss and opted to bat against Mumbai Indians

  • મુંબઈ આ પહેલા 2010, 2013, 2015 અને 2017માં ફાઇનલમાં રમ્યું હતું
  • મુંબઈ ચેન્નાઇને સતત ચાર મેચમાં હરાવનાર પ્રથમ ટીમ બની  

divyabhaskar.com

May 08, 2019, 01:40 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: 132 રનનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 18.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને પાંચમી વાર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. રનચેઝ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સ માટે સુર્યકુમાર યાદવ અને ઇશન કિશન વચ્ચેની ભાગીદારી નિર્ણાયક સાબિત થઇ હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 80 રન ઉમેરીને ચેન્નાઇને મેચની બહાર કરી દીધું હતું. સુર્યકુમારે એન્કર ઇનિંગ્સ રમતા 54 બોલમાં 10 ચોક્કાની મદદથી 71* રન કર્યા હતા. જ્યારે કિશને 28 રનનું યોગદાન આપ્યું હતું. તે પહેલા મુંબઈએ રોહિત અને ડી કોકની વિકેટ સસ્તામાં ગુમાવી હતી. બંનેએ અનુક્રમે 4 અને 8 રન કર્યા હતા. ચેન્નાઇ માટે ઇમરાન તાહિરે 2 વિકેટ જયારે દિપક ચહર અને હરભજનસિંહે 1-1 વિકેટ લીધી હતી.

મુંબઈ ઇન્ડિયન્સે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 69 રન કર્યા

132 રનનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 10 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવીને 69 રન કર્યા છે. ઈશાન કિશન 21 રને અને સુર્યકુમાર યાદવ 33 રને રમી રહ્યા છે. કવિન્ટન ડી કોક હરભજનસિંહની બોલિંગમાં ઇનસાઇડ-આઉટ રમવા જતા લોન્ગ-ઓફ પર ફાફ ડુ પ્લેસીસના હાથે કેચ આઉટ થયો હતો. લોન્ગ-ઓફ ફિલ્ડર સામાન્ય પોઝિશન કરતા થોડો વાઈડ ઉભો હતો. ડી કોકે 12 બોલમાં 8 રન કર્યા હતા. તે પહેલા રોહિત શર્મા દિપક ચહરના આઉટ સ્વિંગરમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે ઇનિંગ્સના પહેલા બોલે ચોક્કો માર્યો હતો, પછી બીજા બોલે પેવેલિયન ભેગો થયો હતો.

ચેન્નાઇએ પ્રથમ દાવમાં 4 વિકેટ ગુમાવીને 131 રન કર્યા

ચેન્નાઇ સુપરકિંગ્સે 20 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 131 રન કર્યા છે. એમએ ચિદમ્બરમ્બની ધીમી પીચ પર ચેન્નાઇની શરૂઆત ખરાબ રહી હતી. તેમના ટોપ 3- વોટ્સન, ડુ પ્લેસીસ અને રૈના 6 ઓવરની અંદર 32 રનમાં પેવેલિયન ભેગા થતા મુંબઈએ મેચ ઉપર જોરદાર પકડ બનાવી હતી. જોકે તે પછી વિજય-રાયુડુએ ઇનિંગ્સ બિલ્ટ કરી હતી અને તે પછી ધોનીએ ફિનિશિંગ ટચ આપતા ચેન્નાઇએ રન કરી શક્યું હતું. ધોનીએ 29 બોલમાં 37 રન અને રાયુડુએ 37 બોલમાં 42 રન કર્યા હતા. જયારે તે પહેલા વિજયે પણ 26 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે રાહુલ ચહરે 2 વિકેટ જયારે કૃણાલ પંડ્યા અને જયંત યાદવે 1-1 વિકેટ લીધી હતી. નોટિસ કરવા જેવી બાબતએ છે કે ચારેય વિકેટ મુંબઈના સ્પિનર્સે ઝડપી હતી અને તેમણે 11 ઓવર નાખીને તેમાં 60 રન જ આપ્યા હતા. તેવામાં મુંબઈ માટે 132 રન ચેઝ કરવા અઘરા બની રહે તેવી શક્યતા પૂરી છે.

ચેન્નાઇએ 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 91 રન કર્યા

ચેન્નાઇ સુપરકિંગ્સે 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 91 રન કર્યા છે. એમએસ ધોની 13 રને અને અંબાતી રાયુડુ 28 રને રમી રહ્યા છે. મુરલી વિજય રાહુલ ચહરની બોલિંગમાં આગળ આવીને ઓન-સાઈડ રમવા જતા સ્ટમ્પ થયો હતો. બોલ-સ્કવેર ટર્ન થયો હતો અને ડી કોકે ઝડપથી બેલ્સ ઉડાવીને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. વિજયે 26 બોલમાં 26 રન કર્યા હતા.

ચેન્નાઇએ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 50 રન કર્યા

ચેન્નાઇ સુપરકિંગ્સે 10 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 50 રન કર્યા છે. મુરલી વિજય 21 રને અને અંબાતી રાયુડુ 7 રને રમી રહ્યા છે. શેન વોટ્સન કૃણાલ પંડ્યાની બોલિંગમાં જયંત યાદવના હાથે કેચ આઉટ થયો હતો. જયંતે મીડ-ઓન પરથી પાછળ દોડીને શાનદાર કેચ પકડ્યો હતો. વોટ્સને 13 બોલમાં 10 રન કર્યા હતા.

ચેન્નાઇએ 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 23 રન કર્યા

ચેન્નાઇ સુપરકિંગ્સે 5 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 23 રન કર્યા છે. મુરલી વિજય 1 રને અને શેન વોટ્સન 10 રને રમી રહ્યા છે. સુરેશ રૈના જયંત યાદવની બોલિંગમાં એક્રોસ ધ લાઈન રમવા જતા કોટ એન્ડ બોલ્ડ થયો હતો. તેણે 7 બોલમાં 5 રન કર્યા હતા. તે પહેલા ફાફ ડુ પ્લેસીસ રાહુલ ચહરની બોલિંગમાં કટ કરવા જતા બેકવર્ડ પોઇન્ટ પર સબસ્ટિટ્યુટ અનમોલપ્રીત સિંહના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 11 બોલમાં 6 રન કર્યા હતા.

ચેન્નાઇએ ટોસ જીતીને બેટિંગ લીધી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની ક્વોલિફાયર-1માં ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતને બેટિંગ લીધી છે. ચેન્નાઇની ટીમમાં ઈજાગ્રસ્ત કેદાર જાધવની જગ્યાએ મુરલી વિજય રમી રહ્યો છે. જયારે મુંબઈની ટીમમાં મિચ મેક્લેનગ્નની જગ્યાએ જયંત યાદવ રમી રહ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા(કેપ્ટન), ક્વિન્ટન ડીકૉક(વિકેટકિપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, , રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા

ચેન્નાઇ સુપરકિંગ્સ: શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના, મુરલી વિજય, અંબાતી રાયુડુ, એમએસ ધોની(કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વિકેટકીપર), ડવેન બ્રાવો, દિપક ચહર, હરભજન સિંહ અને ઇમરાન તાહિર

X
Chennai Super Kings won the toss and opted to bat against Mumbai Indians
Chennai Super Kings won the toss and opted to bat against Mumbai Indians
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી