IPL ક્વોલિફાયર-2 / દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવી ચેન્નાઇ સુપરકિંગ્સ 8મી વાર આઇપીએલ ફાઇનલમાં પહોંચ્યું

divyabhaskar.com

May 10, 2019, 11:19 PM IST
Chennai Super Kings won the toss against Delhi Capitals and opted to bowl first
Chennai Super Kings won the toss against Delhi Capitals and opted to bowl first
Chennai Super Kings won the toss against Delhi Capitals and opted to bowl first

  • દિલ્હીએ પ્રથમ દાવમાં 9 વિકેટ ગુમાવીને 147 રન કર્યા, પંતે 25 બોલમાં 38 રનનું યોગદાન આપ્યું 
  • ચેન્નાઇ માટે હરભજનસિંહ, રવિન્દ્ર જાડેજા, દિપક ચહર અને ડવેન બ્રાવોએ 2-2 વિકેટ ઝડપી
  • જવાબમાં ચેન્નાઇએ 6 બોલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો, પોતાની 100મી મેચ જીતી
  • 12મેના રોજ ચેન્નાઇ અને મુંબઈ ચોથી વાર ફાઇનલમાં ટકરાશે 

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની ક્વોલિફાયર-2માં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવીને ચેન્નાઇ સુપરકિંગ્સ 8મી વાર ફાઇનલમાં પહોંચ્યું છે. આ સાથે જ ચેન્નાઇ મુંબઈ પછી આઇપીએલમાં 100 મેચ જીતનાર બીજી ટીમ બની છે. 12મેના રોજ ચેન્નાઇ સુપરકિંગ્સ આઇપીએલ ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ચોથી વાર ટકરાશે, આ પહેલાની 3માંથી 2 ફાઇનલ મુંબઈ જીતી ચૂક્યું છે.

148 રનનો પીછો કરતા ચેન્નાઇએ 6 બોલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. બંને ઓપનર્સે ફિફટી ફટકારતા પ્રથમ વિકેટ માટે 10.2 ઓવરમાં 81 રન જોડ્યા હતા. બંને 50 રનના સ્કોરે આઉટ થયા હતા પરંતુ તે પહેલા તેમણે દિલ્હીને મેચની બહાર કરી દીધું હતું. દિલ્હી માટે અક્ષર પટેલ, અમિત મિશ્રા અને ટ્રેન્ટ બોલ્ટ 1-1 વિકેટ ઝડપી હતી.

MI વિરુદ્ધ CSK આઇપીએલ ફાઇનલ:

  • 2010: CSK 22 રને મેચ જીત્યું
  • 2013: MI 23 રને મેચ જીત્યું
  • 2015: MI 41 રને મેચ જીત્યું

2011માં જયારે પ્લેઓફની શરૂઆત થઇ ત્યારથી લઈને અત્યાર સુધીમાં પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાને રહેનાર ટીમ 9માંથી 7 સિઝનમાં ફાઇનલ રમી છે.

ચેન્નાઇએ 10 ઓવરમાં વિના વિકેટે 81 રન કર્યા

148 રનનો પીછો કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 10 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 81 રન કર્યો છે. ફાફ ડુ પ્લેસીસ 50 રને અને શેન વોટ્સન 26 રને રમી રહ્યા છે.

દિલ્હીએ પ્રથમ દાવમાં 147 રન કર્યા

દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવી 147 રન કર્યા છે. દિલ્હી માટે ગઈ મેચના હીરો ઋષભ પંતે સર્વાધિક રન કર્યા હતા. તેણે 25 બોલમાં 2 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 38 રનનું યોગદાન આપ્યું હતું. તે સિવાય કોલીન મુનરોએ 27 રન અને શ્રેયસ ઐયરે 18 રન કર્યા હતા. ચેન્નાઇ માટે દિપક ચહર, હરભજનસિંહ, રવિન્દ્ર જાડેજા અને ડવેન બ્રાવોએ 2-2 વિકેટ ઝડપી હતી. જયારે ઇમરાન તાહિરે પણ 1 વિકેટ લીધી હતી. ટોપ-3 બેટ્સમેન ફ્લોપ થતાં દિલ્હી ધાર્યા જેટલો સ્કોર કરવામાં નિષ્ફ્ળ રહ્યું હતું, પહેલી વાર ફાઇનલમાં ક્વોલિફાય થવા દિલ્હીને 147 રન ડિફેન્ડ કરવાના છે.

દિલ્હીએ 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 93 રન કર્યા

દિલ્હી કેપિટલ્સે 15 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 93 રન કર્યા છે. એસ રધરફોર્ડ 3 રને અને ઋષભ પંત 17 રને રમી રહ્યા છે. અક્ષર પટેલ 3 રને ડવેન બ્રાવોની બોલિંગમાં થર્ડમેન પર ઇમરાન તાહિરના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલા શ્રેયસ ઐયર ઇમરાન તાહિરની બોલિંગમાં પોઇન્ટ પર સુરેશ રૈના દ્વારા કેચ આઉટ થયો હતો. ઐયરે 18 બોલમાં 13 રન કર્યા હતા.

દિલ્હીએ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 68 રન કર્યા

દિલ્હી કેપિટલ્સે 10 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 68 રન કર્યા છે. શ્રેયસ ઐયર 8 રને અને ઋષભ પંત 8 રને રમી રહ્યા છે. કોલીન મુનરો રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં સિક્સ ફટકારવા જતા ડીપ સ્કવેર લેગમાં ડવેન બ્રાવોના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 24 બોલમાં 27 રન કર્યા હતા.

શિખર ધવન હરભજનસિંહની બોલિંગમાં કટ કરવા જતા ફક્ત એજ મેળવી શકતા કીપર મહેન્દ્રસિંહ ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 14 બોલમાં 18 રન કર્યા હતા. તે પહેલા પૃથ્વી શો દિપક ચહરની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. પૃથ્વી ચહરના શોર્ટ ઓફ ગુડ લેન્થ બોલને પુલ કરવા જતા આઉટ થયો હતો. તેણે 6 બોલમાં 5 રન કર્યા હતા.

દિલ્હી સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ:

  • હરભજનસિંહ - 23
  • લસિથ મલિંગા - 22
  • પિયુષ ચાવલા - 21

ચેન્નાઇએ ટોસ જીતીને બોલિંગ લીધી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની ક્વોલિફાયર-2માં ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતને બોલિંગ લીધી છે. ચેન્નાઇની ટીમમાં મુરલી વિજયની જગ્યાએ શાર્દુલ ઠાકુર રમી રહ્યો છે. જયારે દિલ્હીની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ચેન્નાઇ સુપરકિંગ્સ: શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના, અંબાતી રાયુડુ, એમએસ ધોની(કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વિકેટકીપર), ડવેન બ્રાવો, દિપક ચહર, હરભજન સિંહ, શાર્દુલ ઠાકુર અને ઇમરાન તાહિર

દિલ્હી કેપિટલ્સ: શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ ઐયર (કેપ્ટ્ન), ઋષભ પંત(વિકેટકીપર), કોલીન મુનરો, એસ રધરફોર્ડ, કીમો પોલ, અક્ષર પટેલ, ઇશાંત શર્મા, ટ્રેન્ટ બોલ્ટ અને અમિત મિશ્રા

X
Chennai Super Kings won the toss against Delhi Capitals and opted to bowl first
Chennai Super Kings won the toss against Delhi Capitals and opted to bowl first
Chennai Super Kings won the toss against Delhi Capitals and opted to bowl first
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી