ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:સ્થાનિક લીગમાં ચોથા સ્થાને રહેનાર ચેલ્સી યુરોપિયન ચેમ્પિયન બન્યું

ન્યૂયોર્ક8 મહિનો પહેલાલેખક: રોરી સ્મિથ
  • કૉપી લિંક

ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ ચેલ્સીએ 1-0થી માન્ચેસ્ટર સિટીને હરાવીને યુએફા ચેમ્પિયન લીગનું ટાઇટલ જીતી લીધું છે. ટીમે આ બીજીવાર ટાઇટલ જીત્યું છે. 2012 માં બાયર્ન મ્યુનિખને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ચેલ્સી પહેલીવાર ચેમ્પિયન બન્યું હતું. સિટી સ્થાનિક પ્રીમિયર લીગમાં વિજેતા છે. તો ચેલ્સી તે લીગમાં ચોથા નંબરે હતી. સિટી પહેલીવાર ફાઇનલ રમી રહી હતી. ચેમ્પિયન્સ લીગમાં સતત 8મીવાર પહેલી ફાઇનલ રમનારી ટીમનો પરાજય થયો. મેચમાં એકમાત્ર ગોલ કેઈ હાવેટર્જે 42 મિનિટે કર્યો હતો. ચેલ્સીને ઇનામી રકમ તરીકે 168 અને સિટીને 132 કરોડ રૂ. મળ્યા હતા.

2012 અને 2021ની જીતમાં ઘણી સમાનતાઓ
2011-12 સિઝનની વચ્ચે ચેલ્સીએ બોઆસને હટાવીને માતિયોને કોચ બનાવાયો હતો. હાલની સિઝનમાં જાન્યુઆરીમાં લેમ્પાર્ડને હટાવીને ટુહેલ કોચ બન્યા હતા. 2012 માં પણ ચેલ્સીએ પ્રીમિયર લીગ જીતી હતી અને યુનાઇટેડ બીજા સ્થાને રહી હતી. તે સિઝનમાં પણ ચેલ્સીએ ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલ અને સેમી ફાઇનલમાં સ્પેનની ક્લબને માત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...