• Gujarati News
  • Sports
  • Chanu Took Rs 100 For Weight Lifting Training, Now Wants To Start An Academy For Other Children In The Village.

દીકરીના સંઘર્ષની વાત માતાના મુખે:ચાનુ 100 રૂપિયા લઈને વેઈટ લિફ્ટિંગની ટ્રેનિંગ માટે ગઈ હતી, હવે ગામમાં બીજા બાળકો માટે એકેડમી શરૂ કરવા માગે છે

નોંગપોક કાકચિંગ2 મહિનો પહેલાલેખક: દેવેન્દ્ર ગોસ્વામી
  • કૉપી લિંક
  • ગોલ્ડ મેડલિસ્ટ ચાનુનો આજે 28મો જન્મદિવસ છે

બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ જીત્યો હતો. જે વર્તમાન ગેમ્સમાં ભારતનો પ્રથમ ગોલ્ડ હતો. ચાનૂની માતા સેખોમ ટોમ્બીએ જણાવ્યું કે- દીકરી 11-12 વર્ષની હતી ત્યારે કુંજુરાની દેવીની તસવીર અખબારમાં જોઈ તેમના જેવી બનવાની વાતો કરતી. જોકે, તે જાણતી જ નહોતી કે કુંજુરાની શું કામ કરતા હતા. 64 વર્ષીય સેખોમ માત્ર મણિપુરી ભાષામાં જ વાત કરે છે, એવામાં એક સ્થાનિક પત્રકાર એલએન શર્માની મદદથી તેમની સાથે વાત થઈ.

સેખોમે કહ્યું કે,‘મીરાબાઈને રમતમાં પહેલાથી જ રસ હતો, તે પછી તેને વેઈટ લિફ્ટિંગ અંગે માહિતી મળી. જ્યારે આઠમાં ધોરણમાં પહોંચી તો એક દિવસ મારી પાસેથી 100 રૂપિયા લઈ ઈમ્ફાલના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પહોંચી. ત્યાંથી ફોર્મ મેળવી સ્ટેટ વેઈટલિફ્ટિંગ સેન્ટરમાં પહોંચી અને ટ્રેનિંગ શરૂ કરી. સવારે 6 વાગે ટ્રેનિંગ શરૂ થતી હોવાથી 4 વાગે ઉઠી 4.30એ ઘરેથી નીકળતી. ત્યાંથી સવારે 10 વાગે પરત આવી શાળાએ જતી. 2009થી મણિપુરથી બહાર રમવા જવા લાગી. પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. 2007માં કોચે મીરાબાઈને પ્રોટિન ડાયેટ લેવા કહ્યું પણ અમે તે માટે સક્ષમ નહોતા. હોટલમાં ઈંડા પણ વેચતા હોવાથી તેને ઈંડુ આપતા. પરંતુ દૂધ અને કેળા સપ્તાહમાં એકવાર જ આપી શકતા.’

સેખોમે કહ્યું કે,‘તેનું સ્વપ્ન પોતાના ક્ષેત્રમાં એકેડમી ખોલવાનો છે. તેથી જમીન શોધી રહ્યા છીએ. તે ગ્રામીણ બાળકોને નિઃશુલ્ક ટ્રેનિંગ આપવા માગે છે. તે આવે ત્યારે ફિટનેસ પર કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...