• Gujarati News
  • Sports
  • BWF World Championship 2021 Live Score: PV Sindhu Crashes Out, Loses 21 17 21 13 To Tai Tzu Ying

BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ:વર્લ્ડ નંબર-1 તાઈત્જુ સામે સિંધુ હારી; ક્વાર્ટરફાઈનલમાં ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ, કિદામ્બી શ્રીકાંથ સેમીફાઈનલમાં પહોંચ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
પીવી સિંધુ (ડાબે) અને કિદામ્બી શ્રીકાંથની ફાઈલ તસવીર - Divya Bhaskar
પીવી સિંધુ (ડાબે) અને કિદામ્બી શ્રીકાંથની ફાઈલ તસવીર

BWF વર્લ્ડ ચેમ્પિયનશિપની ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ભારતની સ્ટાર શટલર પીવી સિંધુને ક્વાર્ટરફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. વિશ્વની નંબર-1 તાઈત્જુ યિંગે 21-17, 21-13થી પીવી સિંધુને હરાવી દીધી છે. આની સાથે જ ટૂર્નામેન્ટમાં સિંધુની સફર સમાપ્ત થઈ ગઈ છે.

આ સતત ચોથી ટૂર્નામેન્ટ છે, જ્યાં સિંધુ નોકઆઉટ રાઉન્ડથી બહાર થઈ ગઈ છે. આની પહેલા ઈન્ડોનેશિયા ઓપન, ઈન્ડોનેશિયા માસ્ટર્સ અને BWF વર્લ્ડ ટૂરમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

શ્રીકાંથ સેમીફાઈનલમાં પહોંચ્યો- ફાઈલ ફોટો
શ્રીકાંથ સેમીફાઈનલમાં પહોંચ્યો- ફાઈલ ફોટો

મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતના કિદામ્બી શ્રીકાંતે નેધરલેન્ડના માર્ક ક્લાઉઝાઉને 21-8, 21-7થી સરળતાથી હરાવ્યો હતો. આ મેચ માત્ર 26 મિનિટ ચાલી હતી.

ચાર ખેલાડીઓ પહેલીવાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પહેલીવાર ભારતના ચાર ખેલાડીઓ એકસાથે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ થયા છે. પીવી સિંધુ અને કિદામ્બી શ્રીકાંત સિવાય એચએસ પ્રણોયે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. એચએસ પ્રણોયે 10મા ક્રમના ડેનમાર્કના રાસમસ ગેમકેને 16-21, 21-8, 22-20થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. બીજી તરફ લક્ષ્ય સેને ટોક્યો ઓલિમ્પિકના સેમીફાઇનલિસ્ટ ગ્વાટેમાલાના કેવિન કોર્ડનને 21-13, 21-8થી હરાવીને અંતિમ 8માં જગ્યા બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...