આઇપીએલ ફાઇનલ / બુમરાહ અત્યારે દુનિયાનો સર્વશ્રેષ્ઠ બોલર: તેંડુલકર

divyabhaskar.com

May 13, 2019, 04:34 PM IST
Bumrah is the world's best bowler: Sachin Tendulkar

  • ચેન્નાઇને 1 રને હરાવીને મુંબઈ ચોથી વાર ચેમ્પિયન બન્યું 
  • બુમરાહે 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ ઝડપી

સ્પોર્ટ્સ ડેસ્ક: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આઇપીએલની ફાઇનલ પછી જસપ્રીત બુમરાહના વખાણ કર્યા હતા. સચિને કહ્યું હતું કે, 'બુમરાહ આજના મુકાબલામાં શાનદાર રીતે રમ્યો હતો. તે અત્યારે દુનિયાનો સર્વશ્રેષ્ઠ બોલર છે.' ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપરકિંગ્સને 1 રને હરાવ્યું હતું. બુમરાહે 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ ઝડપી હતી અને આ પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

બુમરાહનું બેસ્ટ આવવાનું હજી બાકી છે: સચિન

  • આઇપીએલ ફાઇનલ પછી યુવરાજસિંહના પ્રશ્નોનો જવાબ આપતા સચિને કહ્યું કે, જસપ્રીત બુમરાહ અત્યારે ગજબ બોલિંગ કરી રહ્યો છે. તેની એક્શન પણ ખતરનાક છે. તે પોતાનું બધું આપી રહ્યો છે, પરંતુ તેનું બેસ્ટ આવવાનું હજી બાકી છે.
  • બુમરાહે મેચ પછી કહ્યું હતું કે, હું રમત દરમિયાન એકદમ શાંત હતો. આ વસ્તુ હું મારી આસપાસ જેટલા પણ મહાન ક્રિકેટર્સ છે તેમનાથી શીખ્યો છું. હું મેદાન પર પૂરી તૈયારી સાથે ઉતરું છું. તેણે વધુ ઉમેરતા કહ્યું હતું કે, મુંબઈ માટે મેચ જીતવી એક ખાસ અનુભવ છે. ટીમની જીતમાં યોગદાન આપી શક્યો એટલે ખુશ છું.
X
Bumrah is the world's best bowler: Sachin Tendulkar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી