તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર 360:BCCIમાં ભાઈ-ભત્રીજાવાદ, ટીમ ઈન્ડિયામાં કેપ્ટન પર પહેલાં પણ પક્ષપાતના આક્ષેપ થયા છે

નવી દિલ્હી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • કારણકે હાલમાં જ દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરે મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપ કર્યા છે

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે કેપ્ટન વિરાટ કોહલીની પેટરનિટી લિવ અંગે સવાલ ઉઠાવીને ભારતીય ક્રિકેટમાં ભેદભાવ હોવાના આક્ષેપોને ફરીવાર હવા આપી છે. તેમણે એક લેખમાં લખ્યું છે કે બોલર ટી. નટરાજન પણ આઈપીએલ દરમિયાન પિતા બન્યો હતો છતાં તેને રજા મળી નહોતી.

ગાવસ્કરને જાણીજોઈને ટીમમાં ન લેવાયો હોવાનો આરોપ
આ ઉપરાંત તેમણે અશ્વિનનું ઉદાહરણ આપીને કહ્યું કે એક મેચમાં નિષ્ફળ જતાં તેને બહાર હાંકી કઢાય છે. જ્યારે બેટ્સમેનને લાંબા સમય સુધી રાખવામાં આવે છે. આ પહેલિવાર નથી કે જ્યારે કેપ્ટન અને મેનેજમેન્ટ પર ખેલાડીઓ સાથે ભેદભાવના આરોપ થયા હોય. ખુદ ગાવસ્કર પર આવા આક્ષેપ થઈ ચૂક્યા છે. કપિલદેવ 16 વર્ષની ટેસ્ટ કેરિયરમાં માત્ર 1 ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. આ મેચ 31 ડિસેમ્બર 1984ના રોજ ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી. એ સમયે એવું કહેવાયું હતું કે ગાવસ્કર અને કપિલ વચ્ચે બધું બરાબર નથી અને જાણીને તેને ટીમમાં લેવાયો નહોતો.

અમિત શાહ પર ક્રિકેટને ચલાવવાનો આક્ષેપ
તો બીજી તરફ ઈતિહાસકાર અને વહીવટદારોની સમિતિના ભૂતપૂર્વ સભ્ય રામચંદ્ર ગુહાએ ગયા મહિને એક ઈન્ટરવ્યૂમાં એવું કહી સનસનાટી ફેલાવી દીધી હતી કે બીસીસીઆઈના ભૂતપૂર્વ અધ્યક્ષ એન.શ્રીનિવાસન અને ગૃહમંત્રી અમિત શાહ ભારતીય ક્રિકેટને ચલાવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યના એસોસિયેશનને કોઈની પુત્રી કે કોઈનો પુત્ર ચલાવી રહ્યો છે. ક્રિકેટ બોર્ડ ભાઈ-ભત્રીજાવાદ અને ષડયંત્રમાં ડૂબેલું છે. ગુહાએ બોર્ડ અને ખેલાડીઓના હિતોના ટકરાવ મુદ્દે પણ ભારતીય ક્રિકેટ મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને ગાંગુલી અંગે તેમણે કહ્યું કે એક બોર્ડ પ્રમુખ ફેન્ટસી રમતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે તેને ભારતીય ક્રિકેટર્સમાં પૈસાની લાલચ હોવાનું ગણાવ્યું હતું.

યોગરાજસિંહ - ધોની પર આક્ષેપ કર્યો હતો કે યુવરાજ સાથે ભેદભાવ કરે છે
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજસિંહના પિતા યોગરાજસિંહે મે, 2020માં એક ટીવી કાર્યક્રમમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર યુવરાજ સાથે ભેદભાવ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી સહિત પસંદગીકારો પર પણ નિશાન સાધ્યું હતું. આ અગાઉ પણ તેઓ આવા આક્ષેપ કરી ચૂક્યા છે. તેમણે એવું પણ કહ્યું કે કેપ્ટન યુવરાજે બનવાનું હતું પણ ધોની બની ગયો. તે યુવરાજના નસીબમાં નહોતું.

વિનોદ કાંબલી - સચિને ટીમમાં વાપસીમાં મદદ નહીં કરી હોવાનો આક્ષેપ કર્યો
આ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે ભારતના મહાન બેટ્સમેન સચિન તેડુંલકર પર 2009માં એક ટીવી શો દરમિયાન કહ્યું કે સચિને ક્રિકેટમાં વાપસી કરવામાં તેને ક્યારેય મદદ નહીં કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારપછી બંનેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સચિન અને કાંબલી શાળાના દિવસોથી સાથે ક્રિકેટ રમતા હતા. કાંબલીએ ટેસ્ટ મેચમાં પોતાની કેરિયર શરૂ કરીને પહેલી 7 મેચમાં 4 સદી ફટકારી હતી.

ઈરફાન પઠાણ - અંતિમ મેચમાં મેન ઓફ ધ મેચ હોવા છતાં વાપસી કરી શક્યો નહીં
ઈરફાન પઠાણ 4 ઓગસ્ટ 2012ના રોજ રમાયેલી તેની અંતિમ મેચમાં મેન ઓફ ધ મેચ બન્યો હતો તેમ છતાં તે ટીમમાં પુનરાગમન કરી શક્યો નહોતો. જૂન 2020માં એક ચેનલ સાથેની વાતચીતમાં ઈરફાને આક્ષેપ કર્યો કે એ સમયના કેપ્ટનને તેનામાં વિશ્વાસ નહોતો. આથી તેને સતત રમાડાયો નહીં. આથી તે પાછો પડતો હતો. તે સમયે ધોની ટીમનો કેપ્ટન હતો. હવે પઠાણ કોમેન્ટેટર અને નિષ્ણાત તરીકે જોવા મળે છે.

ગૌતમ ગંભીર - કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના વલણને પક્ષપાતભર્યું ગણાવ્યું
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન સાંસદ ગૌતમ ગંભીર પણ મહેન્દ્રસિંહ ધોની પર પક્ષપાતનો આક્ષેપ કરી ચૂક્યો છે. 2018માં એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં તેણે સચિન, સેહવાગ અને તેને ટીમમાંથી બહાર કરવાના નિર્ણયને પક્ષપાતભર્યો ગણાવ્યો હતો. ગંભીરને આઈપીએલમાં કોહલી સાથે પણ વિવાદ થઈ ચૂક્યો છે. તે પણ કહી ચૂક્યો છે કે રોહિત શર્માને ટી-20 ટીમનો કેપ્ટન ન બનાવાયો એ કમનસીબ બાબત છે.

હરભજનસિંહે કહ્યું હતું- સારું રમું છું પણ પસંદગીકારો ધ્યાન નથી આપતા
ડિસેમ્બર 2019માં એમ.એસ.કે. પ્રસાદના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે જનારી ભારતીય ટીમ ઉપરાંત ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનારી ભારત-એ ટીમની જાહેરાત કરી હતી. તેમાં સૂર્યકુમાર યાદવને પસંદ નહીં કરવા અંગે તેમણે ભારતીય ટીમના પસંદગીકારો પર પક્ષપાતનો આક્ષેપ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે આઈપીએલમાં સારું રમી રહ્યો હોવા છતાં પસંદગીકારોએ ધ્યાન આપ્યું નહોતું.

રામચંદ્ર ગુહા - ભારતીય ટીમમાં સુપરસ્ટાર કલ્ચર, કેપ્ટન શક્તિશાળી
વહીવટદારોની સમિતિના ભૂતપૂર્વ સભ્ય અને ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પર ગંભીર આક્ષેપ કરીને નવેમ્બર 2020માં રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું કે ભારતીય ક્રિકેટમાં ભાઈ-ભત્રીજાવાદ ચરમસીમાએ છે અને આ ચિંતાનું મુખ્ય કારણ છે. તેમણે એવું પણ કહ્યું કે ટીમમાંથી સુપરસ્ટાર કલ્ચર ખતમ થવું જોઈએ. ભારતીય ટીમના કેપ્ટનને ઘણી તાકાત આપવામાં આવી છે.

જરૂરી નથી કે બે ખેલાડી વચ્ચેની સ્પર્ધાથી હંમેશાં વિવાદ થાય, ઓસી.-ઈંગ્લેન્ડમાં પણ આવું થયું છે - અયાઝ મેમણ, ક્રિકેટ એક્સપર્ટ
બે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા હોય છે. લોકો વાતનું વતેસર કરે છે. આજે મોહમ્મદ સિરાઝ રમી રહ્યો છે તો નવદીપ સૈની બહાર બેઠો છે. સ્પર્ધા દરેક જગ્યાએ છે. દેખાવ પર અસર થાય તેવી સ્પર્ધા હોવી જોઈએ નહીં. સામાન્ય રીતે કેપ્ટનશિપ અંગે વિવાદ થાય છે. 2012માં માઈકલ ક્લાર્કની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવી હતી. બે મોટા ખેલાડીઓને શિસ્તભંગના આરોપમાં પાછા મોકલી દેવાયા હતા. ઈંગ્લેન્ડમાં તો કેવિન પીટરસનને ટીમમાંથી બહાર હાંકી કઢાયો હતો. પાકિસ્તાનમાં હંમેશાં ખેલાડીઓ વચ્ચે વિવાદ થતો રહે છે. ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને સિનિયર છે, બંને ટેલેન્ટેડ છે. પરંતુ તેનો એ અર્થ નથી કે બંનેમાં વિવાદ છે. સચિન તેડુંલકર અને રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓએ પણ કેપ્ટનશિપ છોડી છે. દ્રવિડે તો તેણે ઈંગ્લેન્ડમાં હરાવ્યું ત્યારે કેપ્ટનશિપ છોડી હતી. બ્રેડમેન જેવા ખેલાડીઓને પણ કેપ્ટન તરીકે બધાએ સ્વીકાર્યા નથી. હા, જ્યારે ઉંમરમાં બહુ મોટો ફરક હોય ત્યારે વિવાદ થતો નથી. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્લાઈવ લોર્ડ હતા. તેઓ સાહસિક ખેલાડીથી 10 વર્ષ મોટા હતા. નાના-મોટા વિવાદ થતા રહે છે. આ માણસની પ્રકૃતિ છે.પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ ખેલાડી બીજાની સાથે રમવા નથી માંગતો. આ કુદરતી સ્પર્ધા હોય છે. એવો પ્રવાસ થવો જોઈએ કે મામલો આગળ ન વધે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો