તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતને ઝાટકો:વિનોદ પાસેથી બ્રોન્ઝ મેડલ પરત લઈ લેવામાં આવ્યો, આયોજકોએ તેમની કેટેગરીને ખોટી ગણાવી

એક મહિનો પહેલા
41 વર્ષના વિનોદે F52 કેટેગરીમાં પેરાલિમ્પિકમાં ભાગ લીધો હતો

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીતનાર વિનોદ કુમાર પાસેથી મેડલ પાછો લેવામાં આવ્યો છે. રવિવારે રિઝલ્ટને હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. કેટલાંક દેશોએ તેમની ક્લાસિફિકેશન કેટેગરી (F52)ને લઈને આપત્તિ વ્યક્ત કરી હતી. ભારતના મિશન પ્રમુખ (Chef de Mission) ગુરશરન સિંહે કહ્યું કે તપાસ પછી ઓર્ગેનાઈઝર્સને વિનોદ તેમની ક્લાસિફિકેશન કેટેગરીમાં યોગ્ય ન લાગ્યા.

વિનોદનો મેડલ પરત થયા બાદ ભારતે પેરાલિમ્પિકમાં અત્યાર સુધીમાં 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત 6 મેડલ જીત્યા છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી સફળ પેરાલિમ્પિક બની ગયો છે. આ પહેલાં 2016 રિયો ઓલિમ્પિક અને 1984માં ભારતે 4-4 મેડલ જીત્યા હતા. વડાપ્રધાન મોદીએ તમામ એથલીટ્સને અભિનંદન પાઠવ્યા છે.

વિનોદે F52 કેટેગરીમાં ભાગ લીધો હતો
41 વર્ષના વિનોદે F52 કેટેગરીમાં પેરાલિમ્પિકમાં ભાગ લીધો હતો. આ કેટેગરીમાં તે એથલીટ્સને સામેલ કરવામાં આવે છે જેમની માંસપેશી નબળી હોય છે. અંગની ઉણપ કે પગની લંબાઈ અસમાન હોય છે. આવા ખેલાડી વ્હીલચેર પર બેસીને કોમ્પિટિશનમાં ભાગ લે છે.

ગુરશરને કહ્યું કે ઓર્ગેનાઈઝર્સે મેડલ પરત લેતા કહ્યું કે વિનોદનું શરીર આ કેટેગરી વધુ મજબૂત છે. ટેક્નીકલ કમિટીએ તેમને "ક્લાસિફિકેશન નોટ કમ્પ્લીટેડ" (CNC) કેટેગરીમાં રાખ્યા છે. આ કારણે જ વિનોદના પર્ફોમન્સને ફાઈનલમાંથી હટાવી દેવાઈ છે.

આ પહેલાં 22 ઓગસ્ટે પણ તેમની તપાસ થઈ હતી. જો કે ત્યારે ઓર્ગેનાઈઝર્સે કહ્યું હતું કે ઈવેન્ટ દરમિયાન તેમની વિશેષ રીતે તપાસ કરવામાં આવશે. ત્યારે વિનોદને રમવાની મંજૂરી આપવામાં આવી હતી. વિનોદે ફાઈનલમાં 19.91 મીટરનો બેસ્ટ થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

અન્ય સમાચારો પણ છે...