તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • British Player's World Record; London, Rio And Now Tokyo ... Golden Hat Trick In 100 Meters Of Henna

ટોક્યો પેરાઓલ્મિપિક 2021:બ્રિટિશ ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ; લંડન, રિયો અને હવે ટોક્યો... હેનાની 100 મીટરમાં ગોલ્ડન હેટ્રિક

ટોક્યો22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનની હેના કોકરોફ્ટનું આ છઠ્ઠો પેરાલિમ્પિક ગોલ્ડ, હવે 800 મીટરમાં રમશે

બ્રિટનની વ્હીલચેર રેસર હેના કોકરોફ્ટે પેરાલિમ્પિકમાં ગોલ્ડન હેટ્રિક પુરી કરી. 29 વર્ષની હેનાએ ટોક્યો પેરાલિમ્પિકમાં ટી34 100 મીટરમાં ગોલ્ડ મેડલ વર્લ્ડ રેકોર્ડ સાથે પોતાના નામે કર્યો. હેના આ પહેલા લંડન 2012 અને રિયો 2016માં પણ આ ઇવેન્ટમાં ગોલ્ડ જીતી ચુકી છે. તેણે 16.39 સેકન્ડનો સમય લઇને પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.

બ્રિટનની જ કેરે એદેનેગને સિલ્વર અને ઓસ્ટ્રેલિયાની રોબિન લિંબર્ડે કાંસ્ય પદક જીત્યો. હેનાનો આ છટ્ઠો પેરાલિમ્પિક ગોલ્ડ છે. તેણે જ્યારે પણ આ ગેમ્સમાં ભાગ લીધો, હંમેશા ગોલ્ડ જીત્યો છે. 12 વારની વર્લ્ડ ચેમ્પિયન હેના હવે ટોક્યોમાં 800 મીટરમાં પોતાનું ટાઇટલ બચાવવા માટે ઉતરશે.

અન્ય સમાચારો પણ છે...