ફૂટબોલ / બ્રાઝીલે નેમારને કપ્તાની પદમાંથી કાઢ્યો, કોપા અમેરિકા માટે ડાની એલવેસને કેપ્ટન બનાવ્યો

Brazil pulled Neymar out of the captaincy, captaining Danny Alves as captain for Copa América

  • કોપા અમેરિકા ફૂટબોલ ટુર્નામેન્ટ 14 જૂનથી 7 જુલાઈ દરમિયાન રમાશે
  • બ્રાઝીલ અત્યાર સુધીમાં 8 વાર ચેમ્પિયન બન્યું, બોલિવિયા, વેનેઝુએલા અને પેરુ તેના ગ્રુપમાં શામેલ

divyabhaskar.com

May 28, 2019, 02:58 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરને બ્રાઝીલની ટીમના કપ્તાનપદેથી હાંકી કાઢવામાં આવ્યો છે. તેની જગ્યાએ ડાની એલવેસને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કન્ટ્રી ફૂટબોલ ફેડરેશને આની જાહેરાત કરી હતી. તેમણે સ્ટેટમેન્ટ આપતાં કહ્યું હતું કે, આ નિર્ણયની જાણકારી કોચ ટિટે નેમારને આપી છે. નેમારે આ મહિનાની શરૂઆતમાં ફ્રેન્ચ કપ ફાઇનલમાં રેનેસ વિરુદ્ધ પેરિસ સેન્ટ જર્મનની હાર પછી દર્શકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તે બદલ તેના પર 3 મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

X
Brazil pulled Neymar out of the captaincy, captaining Danny Alves as captain for Copa América
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી