• Gujarati News
  • Sports
  • Brady, Who Has Been With The Patriots For 20 Years, Joined Tampa Last Season, Much To The Chagrin Of Fans Descending On The Old Field.

ભાસ્કર ખાસ:20 વર્ષ સુધી પેટ્રિયટ્સની ટીમમાં રહેલો બ્રેડી છેલ્લી સિઝનમાં ટેમ્પા સાથે જોડાયો હતો, જૂના મેદાન પર ઉતરતા ફેન્સે ચીઢાવ્યો

વોશિંગ્ટન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટોમ બ્રેડી પેટ્રિયટ્સ વિરુદ્ધ મેચમાં બન્યો એનએફએલમાં સૌથી વધુ પાસ કરનારો ખેલાડી

અમેરિકાનો ફૂટબોલ ખેલાડી ટીમ બ્રેડી 20 વર્ષ સુધી નેશનલ ફૂટબોલ લીગ (એનએફએલ)માં ન્યૂ ઈંગ્લેન્ડ પેટ્રિયટ્સ ટીમમાં રમ્યો હતો. 2020માં તે ટેમ્પા બે બકનઈઅર્સ સાથે જોડાયો હતો. સોમવારે બ્રેડી પ્રથમ વખત પોતાની જુની ટીમ સામે ઘર આંગણાના મેદાન પહોંચ્યો હતો.

જોકે, બે દાયકાથી તેને પ્રેમ કરતા ફેન્સે પહેલા તો તેનું સ્વાગત કર્યું પરંતુ મેચ શરૂ થતાં જ તેને ચીડવવાનું શરૂ કર્યું હતું. 44 વર્ષનો બ્રેડી પોતાના જુના સાથીદારો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. મેચ પછી ટેમ્પા બેના કોચ બ્રૂસ એરિયને કહ્યું, ‘ટોમ એવી કોઈ ભૂલ કરવાનો ન હતો, જેથી અમને મેચમાં નુકસાન થતું.’ આ મેચમાં ટેમ્પાએ 19017થી મેચ જીતી હતી.

બ્રેડી આ મેચની તૈયારી દરમિયાન સ્વીકાર્યું હતું કે, જુની ટીમના મેદાન પર જઈને રમવું ઘણું જ લાગણીપૂર્ણ થવાનું છે. જોકે, બ્રેડી એનએફએલ કારકિર્દીમાં સૌથી વધુ પાસ કરનારો ખેલાડી બની ગયો છે. તેના 80,560 યાર્ડ પાસ થયા છે. તેણે છેલ્લિ સિઝનમાં સંન્યાસ લેનારા ડ્રિઉ બ્રીસનો રેકોર્ડ તોડ્યો છે. બ્રીસના 80,358 યાર્ડ્સ પાસ હતા. સૌથી વધુ 591 ટચજાઉન પાસનો રેકોર્ડ બ્રેડીના નામે જ છે.

અન્ય સમાચારો પણ છે...