તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Boxing Federation Says Tournament Will Be Held Without Spectators, Match Will Be Played In Open Stadium Instead Of AC

બોક્સર્સ માટે નવી ગાઈડલાઈન:બોક્સિંગ ફેડરેશને કહ્યું- દર્શકો વિના ટૂર્નામેન્ટ થશે, એસીની જગ્યાએ ખુલ્લા સ્ટેડિયમમાં મેચ રમાશે

4 મહિનો પહેલા
બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, કોરોનાવાયરસના ભયને જોતાં 60 વર્ષથી વધુ ઉંમરના ઓફિશિયલ્સને રિંગની નજીક જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

લોકડાઉન સમાપ્ત થયા પછી બોક્સિંગ ટૂર્નામેન્ટ્સ દર્શકો વિના શરૂ થશે. આટલું જ નહીં, એર કન્ડિશન્ડ વેન્યુની જગ્યાએ ખુલ્લા એરેનામાં મેચ થશે. આ સંદર્ભે, બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 19 પેજની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) જારી કરી છે. કોરોનાવાયરસના ભયને જોતાં 60 વર્ષથી વધુ ઉંમરના ઓફિશિયલ્સને રિંગની નજીક જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

બોકસર્સને વ્યક્તિગત ટ્રેનિંગ મંજૂરી આપવામાં આવી સાઈએ ખેલાડીઓ માટે જે હેલ્થ પ્રોટોકોલ બહાર પાડ્યા છે તેનું પણ પાલન કરવું પડશે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોન્ટેકટ સ્પોર્ટ્સમાં રાખ્યું છે. કારણ કે અહીં ખેલાડીઓ વચ્ચે વધુ સંપર્ક થતો હોય છે. તેથી, ચેપના જોખમને લીધે, હાલમાં વ્યક્તિગત ટ્રેનિંગની જ મંજૂરી આપવામાં આવી છે.

બોક્સિંગ ફેડરેશનના એસઓપીમાં મહત્ત્વની વાતો

 • એર કન્ડિશન્ડ વેન્યુની જગ્યાએ ખુલ્લા સ્ટેડિયમમાં મેચ રમવામાં આવે
 • રાષ્ટ્રીય અથવા રાજ્ય કક્ષાની ટૂર્નામેન્ટોમાં ઓછામાં ઓછા વોલેન્ટિયર્સની મદદ લેવી જોઈએ
 • સ્ટેડિયમમાં બિનજરૂરી લોકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે
 • સ્ટેડિયમની સમયાંતરે સફાઇ થવી જોઈએ
 • વેન્યુના દરેક આવવાના જવાના પોઇન્ટ પર ડિસઇન્ફેકટન્ટ ટનલ બનાવવામાં આવે
 • ખેલાડી, ઓફિશિયલ અને કોચનું સતત સ્ક્રીનિંગ કરવામાં આવે
 • દર વખતે ટ્રેનિંગ પહેલા અને ટ્રેનિંગ પછી ખેલાડી અને કોચ પોતાના ઈકવિપમેન્ટ સેનિટાઈઝ કરે
 • ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે

ખેલાડીઓને ફૂડ પેકેટ આપવામાં આવશે ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓની રહેવા અને ખાવાની રીત પણ બીએફઆઈએ બદલી છે. હવે એક રૂમમાં ખેલાડી જ રહેશે. ડાઇનિંગ એરિયામાં એક સાથે જમવાને બદલે, ખેલાડીઓને ફૂડ પેકેટ આપવામાં આવશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો