• Gujarati News
  • Sports
  • Boxer Shiv Thapa Defeats Pakistan's Sulaiman Baloch To Win Men's And Women's Teams At TT

કોમનવેલ્થ ગેમ્સ:બોક્સર શિવ થાપાએ પાકિસ્તાનના સુલેમાન બલોચને હરાવ્યો; બેડમિંટન, ટેબલ ટેનિસ અને હોકીમાં જીત સાથે શરૂઆત

10 દિવસ પહેલા

ભારતીય ખેલાડીઓએ કોમનવેલ્થ ગેમ્સમાં પહેલા દિવસે સારુ પ્રદર્શન કર્યુ હતુ. બોક્સિંગમાં શિવ થાપાએ પાકિસ્તાનના સુલેમાન બલોચને હાર આપી હતી. બેડમિંટનમાં મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પણ ભારતે પાકિસ્તાનને હાર આપી હતી. વિમેન્સ હોકી માં ભારતે પહેલા મેચમાં ઘાનાને 5-0ના મોટા અંતરે પરાજય આપ્યો હતો. ટેબલ ટેનિસમાં પણ પુરૂષ અને મહિલા ટીમોને આસાન જીત મળી હતી.

હોકીમાં ગુરજીતે 2 ગોલ કર્યા

ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાન પર રહેનારી ભારતીય મહિલા હોકી ટીમે ઘાનાને એકતરફી હાર આપી હતી. ભારતે ઘાનાને 5-0 હાર આપી હતી. ગુરમીતે સૌથી વધુ 2 ગોલ કર્યા હતા. જ્યારે નેહા, સંગીતા અને સલીમા ટેટે 1-1 ગોલ કર્યા હતા.

બેડમિંટન મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતે શરૂઆતના ત્રણેય મેચ જીત્યા
બેડમિંટન મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતે પાકિસ્તાનને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. પહેલા મિક્સ્ડ ડબલ્સ અને ત્યાર બાદ મેન્સ સિંગલ્સ અને વિમેન્સ સિંગલ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી હતી.

મેન્સમાં શરથ કમલ અને જી.સાથિયાને એકતરફી જીત મેળવી
ભારતીય વિમેન્સ ટેબલ ટેનિસની ટીમ બાદ મેન્સ ટીમે પણ જીત સાથે અભિયાન શરૂ કર્યુ છે. ભારતીય ટીમે બાર્બાડોસને 3-0થી હાર આપી હતી.

  • પહેલો મેચ (ડબલ્સ): હરમિત દેસાઈ અને જી.સાથિયાનની જોડીએ કેવિન ફાર્લે અને ટાયરેસ કિંગ્સને 11-9, 11-9, 11-4થી હરાવીને ટીમને 1-0થી આગળ કરી દીધી હતી.
  • બીજો મેચ (સિંગલ્સ): અચંતા શરથ કમલે રેમન મેક્સવેલને સીધા સેટોમાં 11-5, 11-3, 11-3થી હરાવીને ટીમને 2-0થી આગળ કરી દીધી હતી.
  • ત્રીજી મેચ (સિંગલ્સ): જી.સાથિયાને ટાયરેસ કિંગ્સને 11-4, 11-4, 11-5થી હરાવીને ટીમને 3-0થી લીડ અપાવી હતી.

ટેબલ ટેનિસમાં મણિકા અને સૃજાએ જીત અપાવી

ટેબલ ટેનિસના મહિલા ગૃપ-2ના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતે સાઉથ આફ્રિકાને 3-0થી હાર આપી છે. ભારતે એક ડબલ્સ અને બે સિંગલ્સ મેચ જીતી લીધા છે. તમને જણાવી દઈએ કે ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં બેસ્ટ ઑફ ફાઈવના આધાર પર હાર-જીત નક્કી થાય છે. 3 મેચ જીતવાવાળી ટીમ મેચ જીતી જાય છે.

  • પહેલા મેચ (ડબલ્સ): સૌથી પહેલા સૃજા અકુલા અને રીત ટેનિસનની ભારતીય જોડીએ સાઉથ આફ્રિકાની લૈલા એડવર્ડ-દાનિશા પટેલની જોડીને મેચમાં 11-7, 11-7, 11-8થી હાર આપી હતી. આ જીત સાથે ભારતે 1-0ની લીડ મેળવી હતી.
  • બીજો મેચ (સિંગ્લસ): સ્ટાર પેડલર મણિકા બત્રાએ મેચમાં મુશ્ફિકુહ કલામને સીધા સેટોમાં 11-5, 11-3, 11-2થી હરાવીને ભારતને 2-0થી લીડ અપાવી હતી.
  • ત્રીજી મેચ (સિંગ્લસ): સૃજા અકુલાએ દાનિશા પટેલને 11-5, 11-3, 11-6થી હરાવીને ભારતને 3-0થી લીડ અપાવી હતી.

​​​​​​સ્વિમર શ્રીહરિ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ

​​​​​​​

કેરળના શ્રીહરિ નટરાજને 100 મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટમાં સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધુ છે. શ્રીહરિએ હીટ-3માં 54.68 સેકંડ્સમાં ત્રીજું સ્થાન મેળવ્યુ હતુ. તે ઓવરઓલ 5માં સ્થાન પર રહ્યો હતો. આ અગાઉ દિલ્લીના સ્વિમર કુશાગ્ર રાવત મેન્સ 400 મીટર ફ્રિસ્ટાઈલ સ્વિમિંગના ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શક્યો નહતો. તે 8 ખેલાડીઓની હીટમાં છેલ્લા સ્થાન પર રહ્યો હતો. કુશાગ્રની 3:57.45ની ટાઈમિંગ રહી હતી. જ્યારે સજન પ્રકાશ (25.01 સેકેંડ્સ) 50 મીટર બટરફ્લાઈમાં 8માં નંબર પર રહ્યો હતો. તે ઓવરઓલ 24માં સ્થાન પર રહ્યો હતો. અને સેમિફાઈનલ (ટૉપ-16)માં સ્થાન મેળવી શક્યો નહતો.

લોન બોલમાં 21-10થી હારી તાનિયા ચૌધરી
લોન બોલમાં ભારતની તાનિયા ચૌધરીને પરાજયનો સામનો કરવો પડ્યો છે. તેને સ્કોટલેન્ડની ડી હોન્ગે 21-10થી હાર આપી હતી. તો રાઉન્ડ-1ના ટીમ મેચમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડે 23-21થી પરાજય આપ્યો હતો.