• Gujarati News
  • Sports
  • Boxer Lovelina Said The Coach Who Gave The Medal Is Removed, How Will You Win The Gold

ઓલિમ્પિક મેડલિસ્ટે લગાવ્યો મેન્ટલ હેરસમેન્ટનો આરોપ:બોક્સર લવલીનાએ કહ્યું- મેડલ અપાવનાર કોચને હટાવી દેવામાં આવે છે, ગોલ્ડ કઈ રીતે જીતીશ

બર્મિગહામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત માટે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર બોક્સર લવલીના બોરગોહેને કોમનવેલ્થ ગેમ્સ પહેલાં સનસનીખેજ આરોપ લગાવ્યા છે. લવલીનાનું કહેવું છે કે તે હેરેસમેન્ટનો શિકાર થઈ રહી છે. કોમનવેલ્થ ગેમ્સ શરૂ થવામાં હવે થોડાં જ દિવસો બાકી છે અને તેને કોચની સાથે ટ્રેનિંગ નથી કરવા દેવામાં આવતી.

લવલીનાએ ટ્વીટ કર્યું, 'આજે હું ઘણાં દુઃખ સાથે કહું છું કે મારી સાથે ઘણું જ હેરેસમેન્ટ થઈ રહ્યું છે. જે કોચે મને ઓલિમ્પિકમાં મેડલ જીતાડવામાં મદદ કરી, તેમને વારંવાર હટાવી દેવામાં આવે છે. તેનાથી મારી ટ્રેનિંગ પ્રોસેસ પર ખરાબ અસર થઈ છે. ઈંગ્લેન્ડ આવતા પહેલાં પણ મને મારા કોચની સાથે ટ્રેનિંગ કરવામાં ઘણી જ મુશ્કેલી પડી. વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરી તે બાદ તેમને જોઈન કરવામાં આવે છે.

મને ટ્રેનિંગમાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડી રહી છે અને મેન્ટલ હેરસમેન્ટ તો થાય જ છે. અત્યાર સુધી મારી કોચ સંધ્યાને કોમનવેલ્થ ગેમ્સ વિલેજની બહાર રાખવામાં આવી છે. તેમને એન્ટ્રીલ નથી મળી રહી. આવું ત્યારે થઈ રહ્યું છે જ્યારે કોમનવેલ્થ ગેમ્સમાં મારો મુકાબલો શરૂ થવામાં 8 જ દિવસ વધ્યા છે. મારા બીજા કોચને પણ પરત ભારત મોકલી દેવામાં આવ્યા છે. મને સમજાતું નથી કે હું કઈ રીતે ફોકસ કરું? આ કારણે ગત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મારું પરફોર્મન્સ ખરાબ થયું હતું. હવે રાજનીતિના કારણે હું કોમનવેલ્થ પણ ખરાબ નથી કરવા માગતી. આશા કરું છું કે હું મારા દેશ માટે આ રાજનીતિને તોડીને મેડલ લાવું. જય હિન્દ.'

આસામના ગોલાઘાટ જિલ્લાની રહેવાસી લવલિના ઓલિમ્પિકમાં ભાગ લેનારી આસામની પહેલી મહિલા ખેલાડી છે.
આસામના ગોલાઘાટ જિલ્લાની રહેવાસી લવલિના ઓલિમ્પિકમાં ભાગ લેનારી આસામની પહેલી મહિલા ખેલાડી છે.

કોઈનું નામ ન લીધું
લવલીનાએ આ આરોપ કોના પર લગાવ્યા છે, તે હજુ સુધી ક્લિયર નથી થયું. હવે ભાસ્કરે આ અંગે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમને ફોન ન ઉઠાવ્યો. જે બાદ ભાસ્કરે તેમને મેસેજ કર્યો. ત્યારે તેમને કહ્યું કે હું કોઈના પર આરોપ નથી લગાડી રહી. મારી સાથે ઓલિમ્પિક પછીથી જ ખોટું થઈ રહ્યું છે. મેં ટ્વીટ કરીને બધું જ જણાવી દીધું છે.

જે બાદ ભાસ્કરે ભારતીય ટીમના ચીફ કોચ પીસી ભટ્ટ સાથે વાતચીત કરી. તેમને જણાવ્યું કે લવલીના તો હાલ અમારી સાથે બ્રેકફાસ્ટ કરીને ગઈ છે. એવું કંઈ થયું હોય તો અમને જરૂર જણાવ્યું હોત. જ્યારે ભાસ્કર રિપોર્ટર રાજકિશોરે તેમને આગામી સવાલ પૂછ્યો કે તેમના કોચને આવવામાં મોડું કેમ થયું, જેના પર તેમને જણાવ્યું કે IOAમાંથી તેમનું નામ આવ્યું ન હતું. તે તેઓ મોડેથી આવ્યા. તો ગેમ્સ વિલેજમાં એન્ટ્રીને લઈને કહ્યું કે ત્યાં લિમિટેડ ખેલાડી અને કોચ જ જઈ શકે છે.

લવલીના 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે.
લવલીના 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે.

ફેડરેશન દ્વારા 18 જુલાઈ સુધી કોચનું નામ મોકલવામાં આવ્યું ન હતું
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ કોમનવેલ્થ ગેમ્સ માટે ખેલાડીઓ અને સ્ટાફની જે યાદી 6 જુલાઈએ પહેલી વખત મોકલી હતી, તેમાં લવલીનાના કોચ સંધ્યાનું નામ ન હતું. તો 18 જુલાઈએ પણ ફેડરેશન દ્વારા અપડેટેડ લિસ્ટ મોકલવામાં આવી હતી, તેમાં પણ તેમના કોચનું નામ યોગ્ય ન હતું. લવલીના દ્વારા વારંવાર ડિમાન્ડ કરવામાં આવ્યા બાદ સંધ્યાનું નામ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવ્યા, જે બાદ કોચના જવા પર સાઇએ ગ્રીન સિગ્નલ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...