• Gujarati News
  • Sports
  • Boxer Hussamuddin To Take On Ajay Singh In Round 16, 81Kg Category Of Weightlifting

કોમનવેલ્થ ગેમ્સનો ચોથો દિવસ:જૂડોમાં બે મેડલ, સુશીલાએ સિલ્વર અને વિજયે બ્રોન્ઝ મેડલ જીત્યો; ભારત-ઇંગ્લેન્ડ હોકી મેચ ડ્રો

બર્મિધમ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોમનવેલ્થ ગેમ્સમાં ચોથા દિવસે ભારતને અત્યાર સુધીમાં બે મેડલ મળી ચૂક્યા છે. ભારતની જૂડો પ્લેયર સુશીલા દેવી 48 કિગ્રા વેટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તો વિજય યાદવએ પુરૂષોની 60 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે સાઇપ્રસના પેટ્રોસ ક્રિસ્ટોડોલિડસને હાર આપી હતી. હવે આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની પાસે કુલ 8 મેડલ થઈ ચૂક્યા છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હોકીનો મેચ 4-4થી ડ્રો રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર શરૂઆત કરતા પહેલા હાફ સુધીમાં 3-0ની લીડ મેળવી લીધી હતી. પરંતુ બીજા હાફમાં ઇંગ્લેન્ડે વાપસી કરતા મેચ ડ્રો થયો હતો. ભારત તરફથી મંદિપ સિંહે બે ગોલ જ્યારે લલિત ઉપાધ્યાય અને હરમનપ્રિત કૌરે 1-1 ગોલ માર્યો હતો.

લોન બોલમાં ભારતીય વિમેન્સ ફોર્સ ટીમે ઇતિહાસ રચી દીધો છે. તેઓ પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સના ફાઇનલમાં પહોંચ્યા છે.1930થી કોમનવેલ્થ ગેમ્સમાં લોન બોલ્સ રમાઈ રહી છે, પરંતુ આજ સુધી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી શકી નથી. ભારતે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હરાવ્યુ હતુ. ફાઈનલમાં હવે દક્ષિણ આફ્રિકા સાથે ટક્કર થશે.

બીજી બાજુ, વેઈટલિફ્ટીંગની મેન્સ 81 KG વેઇટ કેટેગરીમાં ભારતના અજય સિંહ મેડલ ચુકી ગયા છે. તેમણે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક સાથે 319 કિલો વેઈટ ઉઠાવ્યો હતો અને ચોથા સ્થાન પર રહ્યા હતા. અજયે સ્નેચના પ્રથમ પ્રથમ પ્રયત્નમાં 138 કિલો, બીજામાં 140 કિલો તથા ત્રીજામાં 143 કિલો વજન ઉઠાવ્યો. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેમણે 172 તથા 176 કિલો વજન ઉઠાવ્યો હતો. ત્રીજા પ્રયત્નમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.

જૂડો: સુચિકાએ રેપચેઝમાં જીત મેળવી
જૂડોમાં મહિલાઓમાં 57 KG વેટ કેટેગરીમાં સુચિતા તરિયાલએ રેપચેઝમાં જીત મેળવી લીધી છે. તેણે સાઉથ આફ્રિકાની ડોના બ્રેટેનબાકને હાર આપી છે. હવે તે બ્રોન્ઝ મેડલ માટે લડશે.

તો બીજી તરફ વિજય સિંહ યાદવ પુરૂષ 60 KG વેટ કેટેગરીના ક્વોર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. તેણે વિંસલે ગંગાયાને પ્રિ-ક્વોર્ટર ફાઈનલમાં હાર આપી હતી. આ અગાઉ જસલીન સૈની મેન્સ 66 KG વેટ કેટેગરીમાં ટૉપ-8માં પહોંચી ગયો છે.

બોક્સિંગ: અમિત પંઘાલ અને મોહમ્મદ હસમુદ્દીન ક્વોર્ટર ફાઈનલમાં

બોક્સિંગમાં અમિત પંઘાલે 51 KG વેટ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરતા વાનૂઆતૂના નામ્રી બેરીને 5-0થી હાર આપીને ક્વોર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તો બોક્સિંગના બીજા મેચમાં મોહમ્મદ હસમુદ્દીને બાંગ્લાદેશના મોહમ્મદ સલીમને હરાવીને ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે 57 KG વેટ કેટેગરીમાં 5-0થી જીત મેળવી હતી.

ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાન પર છે
ભારત અત્યાર સુધીમાં 3 ગોલ્ડ સહિત 6 મેડલ જીતી ચુક્યું છે. મેડલ ટેલીમાં ભારત હજુ પણ છઠ્ઠા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા 22 ગોલ્ડ સહિત 52 મેડલ મેળવીને પ્રથમ સ્થાન પર છે.

આજે જૂડોથી મેચ શરૂ થશે, સ્વિમિંગમાં સૌથી વધુ 8 ગોલ્ડ દાવ પર
સોમવારે ગેમ્સના ચોથા દિવસે 28 ગોલ્ડ માટે ટક્કર થશે. તેમાં સૌથી વધુ ગોલ્ડ સ્વિમિંગમાં હશે. જિમ્નાસ્ટિક અને જૂડોમાં 5-5 ગોલ્ડ અને વેટલિફ્ટિંગમાં 3 ગોલ્ડ માટે મેચ થશે.

આ રમતોમાં ભારત રજૂ કરશે દાવેદારી
બપોરે 2 વાગ્યાથી વેટલિફ્ટિંગ, મેંસ 81 Kg ઓલ ગ્રુપ્સ કેટેગરીમાં અજય સિંહ ભારત તરફથી ગોલ્ડની દાવેદારી કરતા દેખાશે. બપોરે 2.30 વાગ્યે જૂડો મેન 66 Kgના એલિમિનેશન રાઉન્ડ ઓફ 16માં જસલીન સિંહ સૈની એક્શનમાં દેખાશે. બપોરે 2.30 વાગ્યે જૂડો મેન 60 Kgના અલિમિનેશન રાઉન્ડ ઓફ 16માં ભારતીય વિજય કુમાર યાદવ ઉતરશે.

બપોરે 3.39 વાગ્યાથી એક્વેટિક્સ સ્વિમિંગ એન્ડ પારા સ્વિમિંગના મેંસ 100 મીટર બેટરફ્લાય હીટ 6માં સાજન પ્રકાશન મોરચો સંભાળશે. રાતે 11 વાગ્યે વેટલિફ્ટિંગમાં વિમેન્સ 71 Kg ઓલ ગ્રુપ્સમાં હરજિંદર કૌર મોરચો સંભાળશે. રાતે 1246 વાગ્યેઃ એક્વેટિક્સ સ્વિમિંગ એન્ડ પારા સ્વિમિંગ, મેંસ 50 મીટર ફ્રી સ્ટાઈલ S7 ફાઈનલમાં નિરંજન મુકંદન એક્શનમાં જોવા મળશે.

કોમનવેલ્થ ગેમ્સમાં આજે ભારતની મેચ ( 1 ઓગસ્ટ)

બપોરે 02.00 વાગ્યે
વેટલિફ્ટિંગ, મેંસ 81Kg ઓલ ગ્રુપ્સ અજય સિંહ

બપોરે 2.30 વાગ્યે
જૂડો, મેન 66Kg એલિમિનેશન રાઉન્ડ ઓફ 16 જસલીન સિંહ સૈની Vs મૈક્સેંસ કુગોલા

બપોરે 2.30 વાગ્યે
જૂડો, મેન 60Kg એલિમિનેશન રાઉન્ડ ઓફ 16 વિજય કુમાર યાદવ Vs વિંસ્લે ગંગાયા

બપોરે 2.30 વાગ્યે
જૂડો, વિમેન 48Kg ક્વાર્ટરફાઈનલ્સ સુશીલા દેવી Vs હૈરિયટ બોનફેસ

બપોરે 2.30 વાગ્યે
જૂડો, વિમેન 57Kg એલિમિનેશન રાઉન્ડ ઓફ 16 સુચિકા તરિયાલ Vs રીતા કાબિંદ

બપોરે 3.39 વાગ્યે
એક્વેટિક્સ સ્વિમિંગ એન્ડ પારા સ્વિમિંગ, મેંસ 100 મીટર બટર ફ્લાય હીટ 6 સાજન પ્રકાશ

સાંજે 4.30 વાગ્યે
બોક્સિંગ, ઓવર 48Kg-51Kg(ફ્લાયવેટ) રાઉન્ડ 16 અમિત Vs નામરી બેરી

સાંજે 5.30 વાગ્યે
બોક્સિંગ, ઓવર 54Kg-57Kg(ફેદરવેટ) રાઉન્ડ 16 હુસામુદ્દીન મોહમ્મદ Vs મોહમ્મદ સલીમ હુસૈન

સાંજે- 7.00 વાગ્યે
ભારત Vs નાઈઝેરિયા
ટેબલ ટેનિસ
સેમીફાઈનલ-2

રાતે 11:00 વાગ્યે
બોક્સિંગ, ઓવર 75Kg-80Kg (Lt હેવીવેટ) રાઉન્ડ 16 આશીષ કુમાર Vs ટ્રૈવિસ ટૈપટુએટોઆ

રાતે 11:00 વાગ્યે
વેટલિફ્ટિંગ વિમેન્સ 71Kg ઓલ ગ્રુપ્સ, હરજિંદર કૌર

રાતે 12:46 વાગ્યે
એક્વેટિક્સ સ્વિમિંગ એન્ડ પારા સ્વિમિંગ, વિમેન્સ 50 મીટર ફ્રી સ્ટાઈલ S7 ફાઈનલ, નિરંજન મુકુંદન

અન્ય સમાચારો પણ છે...