તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Born Into A Poor Family, The Brother Slept With A Gifted Football, Goal Of The Century In His Name

મેરાડોનાની 6 કહાની:ગરીબ પરિવારમાં જન્મ્યા, ભાઈએ ગિફ્ટ આપેલા ફૂટબોલ સાથે સૂતા હતા, ગોલ ઓફ ધ સેન્ચુરી પણ તેમના નામે

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
1986નો વર્લ્ડ કપ જીત્યા બાદ આર્જેન્ટીનાના કેપ્ટન મેરાડોનાને બાકીના પ્લેયર્સે ખભે ઉઠાવી લીધો હતો. - Divya Bhaskar
1986નો વર્લ્ડ કપ જીત્યા બાદ આર્જેન્ટીનાના કેપ્ટન મેરાડોનાને બાકીના પ્લેયર્સે ખભે ઉઠાવી લીધો હતો.

ફૂટબોલના મહાન પ્લેયર્સમાંથી એક ડિયેગો આર્મેન્ડો મેરાડોનાનું બુધવારે 60 વર્ષની વયે નિધન થયું. તેઓ ગરીબ પરિવારમાં જન્મ્યા હતા. જોકે જે રીતે મેરાડોનાએ નામ, પૈસા અને સન્માન મેળવ્યાં એની અન્ય કોઈ ખેલાડી કલ્પના પણ કરી શકતું નથી. તેમના ભાઈએ તેમને એક ફૂટબોલ ગિફ્ટમાં આપ્યો હતો. તેમને એટલો પ્રેમ થઇ ગયો કે 6 મહિના સુધી ફૂટબોલ પોતાની પાસે જ રાખીને સૂતા હતા.

ફૂટબોલમાં તેમણે એટલી મહારત મેળવી કે ગોલ ઓફ ધ સેન્ચુરી પણ કર્યો. તેને હેન્ડ ઓફ ગોડનું નામ આપવામાં આવ્યું અને તેના લીધે જ આર્જેન્ટીના વર્લ્ડ કપ જીત્યું. તેમને ફિફાએ પણ પ્લેયર ઓફ ધ સેન્ચુરી તરીકે પસંદ કર્યા. આ અવોર્ડ તેમણે વધુ એક ફૂટબોલ લેજન્ડ પેલે સાથે શેર કર્યો.

10 વર્ષની ઉંમરે મેરાડોના રોઝા એસ્ટ્રેલા ક્લબ તરફથી રમતા હતા.
10 વર્ષની ઉંમરે મેરાડોના રોઝા એસ્ટ્રેલા ક્લબ તરફથી રમતા હતા.

1. બ્યુનસ આયર્સની ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા
મેરાડોનાનો જન્મ બ્યુનસ આયર્સના લાનુસમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. તે બ્યુનસ આયર્સનો ઝૂંપડપટ્ટી વિસ્તાર હતો. મેરાડોનાના પિતા ડોન ડિયેગો અને માતા સાલ્વાડોરા ફ્રેન્કોને 3 પુત્રી પછી મેરાડોના રૂપમાં પ્રથમ પુત્ર થયો હતો. આ પરિવાર પાછળથી 8 ભાઈ-બહેનનો થઇ ગયો હતો. જ્યારે મેરાડોના 3 વર્ષના હતા ત્યારે તેમના ભાઈએ એક ફૂટબોલ ગિફ્ટ આપ્યો હતો. ત્યારથી, મેરાડોનાને ફૂટબોલથી એટલો પ્રેમ થયો કે તે તેમના શર્ટની અંદર ફૂટબોલ રાખીને સૂતા હતા.

15 વર્ષની ઉંમરે તેમણે આર્જેન્ટીનોસ જુનિયર્સ માટે રમીને પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી.
15 વર્ષની ઉંમરે તેમણે આર્જેન્ટીનોસ જુનિયર્સ માટે રમીને પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી.

2. 10 વર્ષની ઉંમરે ક્લબ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું
10 વર્ષની ઉંમરે મેરાડોના રોઝા એસ્ટ્રેલા ક્લબ તરફથી રમતા હતા. એ જ ક્લબથી રમતી વખતે આર્જેન્ટીનોસ જુનિયર્સની નાની ક્લબે તેમની કુશળતાને માન્યતા આપી. તેઓ લોસ કેબોલિટાસ દ્વારા પણ પસંદ થયા હતા, પરંતુ 12 વર્ષની ઉંમરે તેમને બોલ બોયની ભૂમિકા મળી. 15 વર્ષની ઉંમરે તેમણે આર્જેન્ટીનોસ જુનિયર્સ માટે તેમની પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી. 1981માં તેમને બોકા જુનિયર્સ ક્લબ દ્વારા સાઈન કરવામાં આવ્યા. 1982માં બોકા જુનિયર્સ માટે રમતી વખતે મેરાડોનાએ પ્રથમ વાર મેડલ જીત્યો હતો.

1982ના વર્લ્ડ કપમાં બ્રાઝિલે આર્જેન્ટીનાને હરાવીને ટૂર્નામેન્ટની બહાર કર્યું હતું.
1982ના વર્લ્ડ કપમાં બ્રાઝિલે આર્જેન્ટીનાને હરાવીને ટૂર્નામેન્ટની બહાર કર્યું હતું.

3. પ્રથમ વર્લ્ડ કપમાં 2 ગોલ કર્યા, પરંતુ બીજા રાઉન્ડમાં ટીમ બહાર
મેરાડોનાની પ્રતિભા જોયા બાદ 1977માં તેમને રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જોકે 1978ના વર્લ્ડ કપ માટે તેમને સ્થાન નહોતું મળ્યું, એમ કહીને કે તે હજી બાળક છે. 1978માં વર્લ્ડ કપ જીતનાર આર્જેન્ટીના 1982માં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઊતરી હતી.

આ વખતે ટીમમાં મેરાડોના હતા. ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાથી આર્જેન્ટીના અને યુવાન મેરાડોના બંને પાસેથી અપેક્ષા હતી. મેરાડોના પહેલા જ રાઉન્ડમાં હંગેરી સામે 2 ગોલ કરવામાં સફળ રહ્યા હતા. બીજા રાઉન્ડમાં તેમની ટીમની બહાર થઈ ગઈ હતી. બ્રાઝિલે આર્જેન્ટીનાને ટૂર્નામેન્ટની બહાર કર્યું હતું.

4. 1986નો વર્લ્ડ કપ હેન્ડ ઓફ ગોડથી જિતાડ્યો

મેરાડોનાને રોકવાનો ઇંગ્લેન્ડના ગોલકીપર પીટર શિલ્ટનનો નિષ્ફ્ળ પ્રયાસ. હેન્ડ ઓફ ગોડથી ગોલ થઈ ગયો.
મેરાડોનાને રોકવાનો ઇંગ્લેન્ડના ગોલકીપર પીટર શિલ્ટનનો નિષ્ફ્ળ પ્રયાસ. હેન્ડ ઓફ ગોડથી ગોલ થઈ ગયો.

મેરાડોના 1986નો વર્લ્ડ કપ રમી રહ્યા હતા. ઇંગ્લેન્ડ સામે ક્વાર્ટર ફાઇનલ મુકાબલો હતો. તેમણે મેચમાં 2 ગોલ કર્યા હતા. તેમાંથી એક ગોલને હેન્ડ ઓફ ગોડ કહેવામાં આવે છે. ઇંગ્લેન્ડની ટીમનું કહેવું હતું કે બોલ મેરાડોનાના હાથને અડીને ગયો હતો, પરંતુ રેફરીએ તેને ગોલ આપ્યો હતો. ઈંગ્લેન્ડ મેચ હારીને ટૂર્નામેન્ટની બહાર થઇ ગઈ અને આર્જેન્ટીના આગળ સેમીફાઇનલ પણ જીત્યું અને ફાઇનલ પણ.

મેરાડોના પોતાના કરિયરમાં 4 વર્લ્ડ કપ રમ્યા અને 1 વર્લ્ડ કપ (1986) જીત્યા.
મેરાડોના પોતાના કરિયરમાં 4 વર્લ્ડ કપ રમ્યા અને 1 વર્લ્ડ કપ (1986) જીત્યા.

મેચ પછી ડિયેગોએ કહ્યું હતું કે આ ગોલ થોડો મારા માથા અને થોડો ભગવાનના હાથથી થયો હતો. તેમના આ નિવેદન પછી તેને હેન્ડ ઓફ ગોડ કહેવામાં આવે છે. આ ગોલને ગોલ ઓફ ધ સેન્ચુરી પણ કહેવામાં આવે છે. આ ટૂર્નામેન્ટમાં મેરાડોનાએ 5 ગોલ કર્યા હતા.

ક્યુબાના ભૂતપૂર્વ સરમુખત્યાર ફિડેલ કાસ્ટ્રો સાથે મેરાડોના.
ક્યુબાના ભૂતપૂર્વ સરમુખત્યાર ફિડેલ કાસ્ટ્રો સાથે મેરાડોના.

5. ફિડેલ કાસ્ટ્રોને પિતા સમાન માનતા હતા, મોત પછી તેમની સાથે જોડાયો આ વિચિત્ર સંયોગ
આ એક યોગાનુયોગ છે કે મેરાડોનાનું નિધન એ તારીખે થયું, જે દિવસે ક્યુબાના ભૂતપૂર્વ વડા પ્રધાન ફિડેલ કાસ્ટ્રોનું અવસાન થયું હતું. મેરાડોના કાસ્ટ્રોને પોતાના બીજા પિતા માનતા હતા. 25 નવેમ્બર, 2016ના રોજ કાસ્ટ્રોનું અવસાન થયું. કાસ્ટ્રો સાથે ઘનિષ્ઠ નાતો ધરાવતા મેરાડોનાએ તેમની અંતિમવિધિમાં પણ હાજરી આપી હતી.

6. મેરાડોના ડ્રગ્સ એડિક્ટ હતા
મેરાડોનાએ 4 FIFA વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમી, જેમાં 1986નો વર્લ્ડ કપ સામેલ છે. 1986ના વર્લ્ડ કપમાં તેઓ આર્જેન્ટીનાના કેપ્ટન પણ હતા. તેઓ ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી પણ જાહેર થયા હતા. તેમણે ગોલ્ડન બોલ અવોર્ડ જીત્યો હતો. મેરાડોનાને ફિફા પ્લેયર ઓફ ધ સેન્ચુરી તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ એક વાર વર્લ્ડ કપ ગોલ્ડન બોલ, એક વાર બેલેન ડી ઓર, 2 વાર સાઉથ અમેરિકન ફૂટબોલર ઓફ ધ યર, 6 વાર નેશનલ લીગ ટોપ સ્કોરર અવોર્ડ પણ જીત્યા હતા.

મેરાડોના પર તેમના ક્લબ નેપોલીએ 1991માં 15 મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો.
મેરાડોના પર તેમના ક્લબ નેપોલીએ 1991માં 15 મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો.

મેરાડોનાએ 1982માં કોકેન લેવાની શરૂઆત કરી હતી. ત્યારે તેમનું કરિયર પીક પર હતું, પણ તેમને નશાની આદત પડી ગઈ હતી. 1984માં જ્યારે નેપોલી ક્લબ માટે રમવા ગયા ત્યારે તેઓ ઇટાલિયન માફિયા કોમોરાના સંપર્કમાં આવ્યા હતા. તેમણે આગામી બે દાયકા સુધી સતત ડ્રગ્સ લેવાનું ચાલુ રાખ્યું તેમજ આલ્કોહોલિક પણ હતા. કોકેનના સેવન બદલ મેરાડોના પર તેમના ક્લબ નેપોલીએ 1991માં 15 મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો.

એ વર્ષે જ તેમને બ્યુનસ આયર્સમાં 500 ગ્રામ કોકેન સાથે અરેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમને 14 મહિનાની સજા થઇ હતી. ડ્રગ્સ સાથે તેમનું ફૂટબોલ કરિયર પણ સમાપ્ત થઇ ગયું હતું. 1997માં તેમણે ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી હતી.