તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાલાક ઠગ:બુકમાં દાવો: પાકિસ્તાનીએ વિશ્વના ચોથા સૌથી ધનિક બિલ ગેટ્સ સાથે 700 કરોડ રૂપિયાની ઠગાઇ કરી હતી

વોશિંગ્ટન24 દિવસ પહેલા
  • અમેરિકી સરકારે ઠગ નક્વીની કંપનીમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું હતું
  • પાક.ની પ્રાઇવેટ ઇક્વિટી ફર્મનો વડો હતો આરિફ નક્વી

પાકિસ્તાનના એક ચાલાક ઠગે વિશ્વના ચોથા સૌથી ધનિક શખસ, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સને પણ ઠગાઇનો શિકાર બનાવ્યા હતા. તાજેતરમાં પ્રકાશિત થયેલી એક બુકમાં દાવો કરાયો છે કે પાક.ના આરિફ નક્વીએ બિલ ગેટ્સ સાથે 741 કરોડ રૂ.ની ઠગાઇ કરી હતી.

નક્વી અબજપતિઓની સંપત્તિ હડપ કરી જતો. બુકનું નામ ‘ધ કી મેન: ટ્રૂ સ્ટોરી ઑફ હાઉ ધ ગ્લોબલ એલિટ વૉઝ ડૂપ્ડ બાય અ કેપિટલિસ્ટ ફેરી ટેલ’ છે, જે સાઇમન ક્લાર્ક અને વિલ લૉફે લખી છે. તેમાં દાવો કરાયો છે કે આરિફે ગેટ્સ સાથે 10 કરોડ ડોલર (અંદાજે 741 કરોડ રૂ.)ની ઠગાઇ કરી હતી. બુકમાં લખ્યું છે કે આરિફ પાક.ની પ્રાઇવેટ ઇક્વિટી ફર્મનો વડો હતો.

તેણે વૈશ્વિક રોકાણકારોના મૂડીરોકાણ દરમિયાન ગેટ્સ સહિત ઘણાં ધનિકો સાથે સારા સંબંધો કેળવ્યા અને ફાયદો ઊઠાવી ગેટ્સ સાથે ઠગાઇ કરી. તેણે અંદાજે 750 કરોડ રૂ.થી વધુની હેરાફેરી કરી હતી. તેમાંથી અડધી રકમનો કોઇ હિસાબ નથી મળ્યો.

તે આ મામલે જેલની હવા ખાઇ શકે છે, કેમ કે તેના એક કર્મચારીએ તમામ રોકાણકારોને ઇમેલ મોકલીને તેની જાણ કરી દીધી હતી. અમેરિકી સરકારે પણ નક્વીની એક કંપનીમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું હતું.

આરિફ એટલો મશહૂર હતો કે ઓબામાએ પણ બોલાવ્યો હતો
એક સમયે આરિફ નક્વી એટલો મશહૂર થઇ ચૂક્યો હતો કે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ મુસ્લિમ વ્યાપાર અગ્રણીઓની સમિટમાં તેને પણ આમંત્રિત કર્યો હતો. કહેવાય છે કે નક્વી પોતાની વગ વધારવા પોતે પણ જંગી રકમનું દાન કરતો હતો. બિલ અને મેલિન્ડા ગેટ્સની માફક તેણે પોતાનું ‘અમન ફાઉન્ડેશન’ બનાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...