તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Bollywood Actor Shahrukh Khan Son Aryan Khan Came In Ipl 2021 Auction With Kolkata Knight Riders Team In Chennai Tweeter Fans

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL 2021ના ઓક્શન:KKR ઓક્શન ટેબલ પર શાહરુખના દીકરા આર્યન સાથે જુહી ચાવલાની પુત્રી જાહ્નવી મહેતા જોવા મળી, સોશિયલ મીડિયા પર વાઈરલ તસવીર

10 દિવસ પહેલા
 • અમુક ફેન્સે આર્યન માટે ટ્વિટર પર વખાણના પુલ બાંધ્યા જ્યારે અમુક ખૂબ મજા લીધી

આઈપીએલ 2021નું ઓક્શન ગુરુવારે ચેન્નાઈમાં થયું હતું. આ ઓક્શન ઈવેન્ટમાં કોલકાતા નાઈટ રાઈડર્સના ઓક્શન ટેબલ પર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન જોવા મળ્યો હતો. જોકે તેની બાજુમાં બેઠેલી છોકરી મિસ્ટ્રી ગર્લના નામે સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થવા લાગી છે. તો અમે તમને જણાવી દઈએ કે ઓક્શનમાં શાહરૂખ ખાનના દીકરા આર્યનની બાજુમાં બેઠેલી છોકરી જુહી ચાવલા અને ગુજરાતી બિઝનેસમેન જય મહેતાની દીકરી જાહ્નવી મહેતા છે. આર્યન ઓક્શનમાં એક બાજુ જય મહેતા અને બીજી બાજુ જાહ્નવી મહેતાની વચ્ચે બેઠો હતો. આ બંને સ્ટાર કિડ્સ ઓક્શન પહેલાંની બ્રીફિંગમાં પણ સામેલ થયા હતા.

ઘણાં શાહરુખ ફેન્સ આર્યનને ઓક્શનમાં જોઈને ઘણાં ખુશ થયા હતા અને સોશિયલ મીડિયા ઉપર તેના ઘણાં વખાણ થયા હતા. અમુક ફેન્સે આર્યનના લુકના વખાણ કર્યા હતા. આ દરમિયાન આર્યન અને જાહ્નવીને લઈને જુહી ચાવલાએ પણ ટ્વિટ કર્યું હતું. જુઓ શું લખ્યું હતું જુહી ચાવલાએ...

આજના ઓક્શનમાં ગ્લેન મેક્સવેલ પર પૈસાનો વરસાદ થયો છે અને તે રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમવાના છે. જેસન રોય, અલેક્સ હેલ્સ જેવા તોફાની બેટ્સમેન પર પહેલાં રાઉન્ડની બોલીમાં કોઈ પણ ટીમે રસ દાખવ્યો નહતો. આ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સના ઓક્શન ટેબલ પર શાહરુખ ખાનના દીકરા આર્યન જોવા મળ્યા હતા. આ વિશે ટ્વિટર ફેન્સે ઘણી મજા લીધી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે અત્યાર સુધી ઓક્શનમાં શાબિક અલ હસનની ખરીદ્યો છે અને ટીમ હરાજીમાં ખૂબ ઓછા બજેટ સાથે ઉતરી છે. કેકેઆરના ઓક્શન ટેબલ પર ખેલાડીઓની બોલી લગાવવા એક્ટર શાહરુખ ખાનનો દીકરો આર્યન પહોંચ્યો છે. તે વિશે ટ્વિટર પર લોકોએ ઘણી મજાક ઉડાવી છે. એક ફેને આર્યનની ક્રિકેટ સમજ વિશે પણ મજાક ઉડાવી છે. જ્યારે ઘણાં ફેન્સે તે ઓક્શન ટેબલ પર બેઠો હોવાની પણ મજાક ઉડાવી છે.

ચેન્નાઈમાં ચાલી રહેલા ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડી ગ્લેન મેક્સવેલ રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે તેની 14.25 કરોડમાં ખરીદી કરી છે. મેક્સવેલ માટે ઘણી ટીમોએ બોલી લગાવી હતી. પરંતુ અંતે રોયલ ચેલેન્જર્સે બાજી મારી હતી. જ્યારે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 7 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જોકે ભારતના કેદાર જાધવ, હનુમા વિહારીમાં પહેલાં રાઉન્ડમાં કોઈ ટીમે રસ દાખવ્યો નહતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો